Last Update : 26-September-2012, Wednesday

 

રાજકીય વિરોધ વચ્ચે પણ પક્ષ સરકારની પડખે
કોંગ્રેસની કારોબારીએ સરકારના આર્થિક સુધારાઓને ટેકો આપ્યો

 

નવી દિલ્હી, તા.૨૫
મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને મંજુરી અને તૃણમુલ કોંગ્રેસની યુપીએમાંથી વિદાય થયા પછી આજે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સમિતિએ સરકારના નવા આર્થિક સુધારાઓને સમર્થન આપ્યું હતું.
આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે આ સુધારાઓ ખુબ જ જરૃરી હતા અને સરકારે સાચી દિશામાં આગળ વધવાની શરૃઆત કરી છે. આ બેઠકમાં કોઇ ઠરાવ પસાર કરવામાં આવ્યો ન હતો. બેઠકમાં સોનિયા ગાંધીએ આપેલા પ્રવચન પરથી સ્પષ્ટપણે સંકેત મળતા હતાં કે સરકારના આર્થિક સુધારાઓને પક્ષનો સંપૂર્ણ ટેકો છે.
સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે સરકારને કોઇ ખતરો નથી અને તે સ્થિર છે. જો કે તેમણે કોઇ પણ પક્ષના નામ આપ્યા વગર જણાવ્યું હતું કે એક પક્ષ દ્વારા યુપીએ સરકારને ટેકો પાછો ખેંચી લેવામાં આવ્યો હોવા છતાં અન્ય બે પક્ષો સરકારને બહારથી ટેકો આપી રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ પત્રકારોને બેઠક અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ બેઠકમાં સરકારને સ્થિર ગણાવી હતી.
કોંગ્રેસ પ્રમુખે સરકાર સામે કોઇ ખતરો ન હોવાનું જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા નકારાત્મક છે અને તેણે જવાબદાર વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ.
બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહે કોંગ્રેસની કારોબારી સમિતિને જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા જ્યાં સુધી મજબૂત સ્થિતિમાં નહીં હોય ત્યાં સુધી ગરીબો માટેની કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકાશે નહીં.
આ બેઠકમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળેલ સાંપ્રદાયિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સાથે જ સ્થિતિ સામાન્ય થવા પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાણા પ્રધાન પી. ચિદમ્બરમે કોંગ્રેસ કારોબારી સમિતિને એ તમામ સ્થિતિઓ અંગે માહિતી આપી હતી જેના કારણે આર્થિક સુધારાઓનાં નિર્ણય લેવાની ફરજ પડી હતી.
આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, નાણા પ્રધાન પી. ચિદમ્બરમ, સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટની અને કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી સહિત ૩૦ સભ્યો હાજર હતાં.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved