Last Update : 26-September-2012, Wednesday

 

દેવ આનંદના જન્મદિને ખાસ વાતો
'કાલા પાની' હિટ થયા બાદ દેવ આનંદને બ્લેક સૂટ ન પહેરવાની સલાહ અપાઇ હતી

રાખી અને હેમા માલિની દેવ આનંદના જન્મ અને ફિલ્મ રિલીઝના દિવસે પૂજા રાખતાં

'એવરગ્રીન હીરો' દેવ આનંદનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ હજુ ગત વર્ષે જ અવસાન પામ્યા છે. આમ મૃત્યુ પછી પણ જીવનનો આરંભ થાય છે તે કહેવતને ધ્યાનમાં રાખિંી તેમને યાદ કરીએ અને જાણીએ તેમના વિશેની કેટલીક વાતો.
* ચીરૃના હુલામણા નામથી ઓળખાતાં દેવ આનંદે એક્ટર બનતા પહેલાં મિલિટરી સેન્સર ઓફિસમાં મહિને રૃ. ૧૬૦માં નોકરી કરતા હતા. ૧૯૪૬માં પ્રભાત ટાકીઝ તરફથી તેમને પહેલી ફિલ્મ 'હમ એક હૈં'ની ઓફર થઇ હતી.
* કિશોરાવસ્થામાં એક કાર ખરીદવાનું તેમનું સપનું હતું અને બ્લેક હિલમેન કાર ખરીદીને તેમણે સપનું સાકાર કર્યું હતું .
* ફિલ્મ 'વિદ્યા'ના શૂટિંગ વેળાએ સુરૈયાને રીઅલ હીરોની જેમ પાણીમાંથી ડૂબતી બચાવતાં તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.'જીત' ફિલ્મના સેટ પર દેવ આનંદે સુરૈયાને લગ્નની ઓફર કરી હતી અને તે માટે રૃ. ૩૦૦૦ની ડાયમંડ રિંગ ગિફ્ટમાં આપી હતી. સુરૈયાએ પણ દેવ સાથે લગ્ન ન કરી શકતાં આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કર્યો હતો.
* 'કાલા પાની' ફિલ્મ હિટ થયા બાદ દેવને બ્લેક સૂટ ન પહેરવાની સલાહ એટલા માટે આપવામાં આવી હતી કે કેમ કે તેમને આ ડ્રેસમાં જોવા માટે મહિલાઓ ઇમારતો પરથી કૂદી પડતી હતી. અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે જોડી જમાવનાર દેવ પછીથી તેમના રીઅલ લાઇફના પણ હીરો બની ગયા હતા. બન્નેએ લગ્ન કરતાં કલ્પનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વિદાય લીધી હતી.
* દેવ આનંદ પ્રવાસના શોખીન હતા. પરંતુ તેમણે ક્યારેય અખાતના દેશોની મુલાકાત લીધી ન હતી કે ત્યાં જવાની ઇચ્છા પણ દર્શાવી ન હતી કારણ શું હતું તે અંગે તેમણે કોઇને કહ્યું નથી.
* જાણીતા ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂર દેવ આનંદના ભાણેજ થાય છે. તેમની બહેન શીલાકાંતાએ કપૂર પરિવારમાં લગ્ન કર્યા હતા. રાખી અને હેમા માલિની જેવી અભિનેત્રીઓ દેવ આનંદની પૂજા કરતી હતી. તેમના જન્મ દિવસે કે તેમની કોઇ ફિલ્મ રિલીઝ થાય તે દિવસે તેઓ ખાસ પૂજા રાખતા.
* ૧૯૭૭માં દેવ આનંદે કટોકટી લાદવાના ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો બહાદુરીપૂર્વક સક્રિય વિરોધ કર્યો હતો અને જોરદાર ઝુંબેશ ચલાવી હતી.
* ફિલ્મ 'ઝિદી'થી જાણીતા ગાયક કિશોર કુમાર સાથે તેમની જોડી જામી હતી. તેમના માટે કિશોરના કંઠેથી નીકળેલાં ગીતો આજના સંગીતપ્રેમીઓ પણ વાગોળે છે.

આ અભિનેતાઓના અભિનયમાં દેવ આનંદની છાંટ જોવા મળે છે
અમદાવાદ, તા. ૨૫
દરેક મહાન અભિનેતા તેની અમીટ છાપ છોડી જતા હોય છે. દિલીપકુમારના અભિનયની છાંટ અમિતાભ અને શાહરૃખ ખાનમાં જોવા મળે છે. રાજ કપૂર જેવો અભિનય કરવાનો પ્રયાસ અનિલ કપૂરે 'ઈશ્વર'માં કર્યો હતો, દેવ આનંદ પણ આમાંથી બાકાત રહ્યા નથી. તેમના સંબંધી વિશાલ આનંદ 'ચલતે ચલતે' ફિલ્મમાં દેખાયો હતો.
'ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના' અને 'પ્યાર મેં કભી ઐસા હો જાતા હૈ' જેવાં યાદગાર ગીતોવાળી આ ફિલ્મ વિશાલની હીરો તરીકે એકમાત્ર ફિલ્મ બની રહી. જ્યારે અસલ દેવ આનંદ ચાલી રહ્યા હોય ત્યારે તેમના નબળા ડુપ્લીકેટ વિશાલને જોવાનું કોણ પસંદ કરે? દેવ આનંદે જ શોધેલા 'હીરા' જેકી શ્રોફમાં તો દેવ સાહેબની અસર જોવા ન મળી હોત તો જ નવાઈ! જેકી શ્રોફની હીરો તરીકેની પહેલી ફિલ્મ 'હીરો'થી માંડીને અનેક ફિલ્મોમાં સ્પષ્ટ ખ્યાલ આવે કે જગ્ગુ દાદા દેવ આનંદને આદર્શ માને છે. વળી, 'હીરો' બનાવનાર દિગ્દર્શક સુભાષ ઘઈ પણ દેવ આનંદના ચાહક. એટલે જ તેમની ફિલ્મોમાં ચાહે તે જેકી શ્રોફ હોય, વિવેક મુશ્રન હોય કે શાહરુખ ('પરદેશ'નું 'જરા તસવીર સે તૂ નિકલ કર સામને આ' ગીત યાદ કરી જોજો)ને દેવ આનંદ સ્ટાઈલમાં રજૂ કરતા હતા. આપણા ગુજરાતી કિશોર ભાનુશાળીમાં પણ દેવ આનંદની ઘણી સ્ટાઈલ હુબહુ હતી અને તે પણ ઘણી ફિલ્મોમાં આવ્યો... પરંતુ કોમેડિયન કે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે દેવ આનંદ પોતે જ છેક સુધી હીરો તરીકે દેખાતા રહ્યા હોઈ પછી તેમના ડુપ્લીકેટોનું શું ગજું વાગે!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved