Last Update : 26-September-2012, Wednesday

 

આર્થિક ભીંસ અનુભવતાં રાજ્યોના વીજ બોર્ડ માટે
કેન્દ્રનું પેકેજ શરતી હોઇ હવે વીજળીના ભાવમાં પણ વધારો થશે

તમામ રાજ્યો માટે પેકેજ ફરજિયાત નથી અત્યારસુધી સાત રાજ્યોએ સ્વીકાર્યું

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૫
આર્થિક સુધારાના ઓથા હેઠળ કેન્દ્રસરકાર હવે લોકો પર બોજ વધે તેવા પગલાંની દિશામાં સક્રિયપણે વિચારી રહી છે. સબસિડી બિલ ઘટાડવાનો સરકારનો પ્રયાસ સામાન્ય માણસની કમર તોડી નાખે તેવી દિશામાં જ દેખાઇ રહ્યો છે. ડીઝલના ભાવમાં વધારા, રાહત દરના ગેસ સિલિન્ડર પર મર્યાદા બાદ રેશનિંગના ખાંડના ભાવમાં વધારાની વિચારણા બાદ હવે વીજળીને નિશાન બનાવી તેને મોંઘી બનાવી પ્રજાને ઝાટકો આપવામાં આવશે. જોકે સરકારે મંજૂર કરેલી આ સ્કીમ તમામ રાજ્યો માટે ફરજિયાત ન હોવાથી અમુક ગ્રાહકો આ વધારાથી બચી શકાય છે.
કેન્દ્રીય વીજળી પ્રધાન વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે વીજળીનું વિતરણ કરતી સરકારી કંપનીઓ માટે દેવા પુનર્રચના પેકેજ હાથ ધરવામાં આવશે. જેની હેઠળ વીજળીના દરમાં વધારા અને વીજ બોર્ડોની કામગીરીને સાંકળવામાં આવશે. વીજળીના દરમાં દર વર્ષે સુધારા થવા જોઇએ અને તે અંગેનો ઓર્ડર દરેક નાણાકીય વર્ષની ૩૦ એપ્રિલ સુધીમાં જાહેર થવો જોઇએ.
વધુમાં મોઇલીએ કહ્યું હતું કે 'આ પધ્ધતિ કામગીરી આધારિત રહેશે. જેથી હવે વીજળી બોર્ડોએ તેમની કામગીરી સુધારવા માટે નક્કર પગલાં લેવા જોઇએ. દેવાની પુનર્રચના પેકેજ હેઠળ રાજ્ય સરકારોએ તેમની તમામ લોનોને ઇક્વિટીમાં ફેરવવી જોઇએ અને સરકારી વિભાગો કે એજન્સીઓના વીજળીના ૩૧ માર્ચ, ૨૦૧૨ સુધીના તમામ બાકી બિલ ૩૦ નવેમ્બર, ૨૦૧૨ સુધી ચુકવી દેવા જોઇએ.'
આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીએ ગઇકાલે સરકારી વીજ કંપનીઓ માટેની યોજનાને બહાલી આપી હતી. આ સ્કીમમાં દેવાની પુનર્રચના કરીને કંપનીઓની આર્થિક સધ્ધરતા હાંસલ કરવા માટે વીજ કંપનીઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવનારા પગલાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
મોઇલીએ કહ્યું હતું કે '૩૧ માર્ચ, ૨૦૧૨ સુધી સરકારી વીજળી કંપનીઓની કુલ ખોટ આશરે રૃ. ૧.૯ લાખ કરોડ હતી અને તે ૩૧ માર્ચ, ૨૦૧૨ સુધી વધીને રૃ. ૨.૪૬ લાખ કરોડે પહોંચી ગઇ હતી.'
દરમિયાન તેમણે ઉમેર્યું હતું કે વીજળી મંત્રાલય સ્કીમની મંજૂરીના ૧૨ મહિનાની અંદર પ્રધાનોના જૂથ સામે મસલત કરીને સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન રિસ્પોન્સિબિલિટી બિલ નો મુસદો લાવશે. એ પછી રાજ્યો નાણાકીય પુનર્રચના પેકેજની જોગવાઇઓનું પાલન કરવા માટે વીજ મંત્રાલય દ્વારા ઠરાવ જારી કર્યાની તારીખના ૧૨ મહિનામાં કાયદો ઘડવો પડશે.
આ સ્કીમ હેઠળ ૫૦ ટકા ટૂંકાગાળાની જવાબદારીઓ રાજ્ય સરકારો ઉપાડશે. તેને સૌથી પહેલાં બોન્ડમાં કન્વર્ટ કરવાનું રહેશે અને એ પછી વીજ કંપનીઓ દ્વારા તેમાં ભાગ લેતાં ધિરાણકર્તાઓન જારી કરવાના રહેશે. જેને રાજ્યસરકારોની ગેરંટી મળી રહેશે. જોકે કંપનીઓના પુનર્રચિત દેવાને કાનૂની તરલતા ગુણોત્તર (એસએલઆર)નો દરજ્જો કદાચ નહિ આપવામાં આવે.
બાકીની ૫૦ ટકા લોનની પુનર્રચના કરવામાં આવશે. જે મુદલ પર ત્રણ વર્ષના મોરેટોરિયમ અને પરતચુકવણી માટે સંભવિત યોગ્ય ઉપાય પર આધારિત રહેશે. આ સૂચિત યોજનાનો હેતુ વીજળીનું ઉત્પાદન કરતી કંપનીઓની નાણાકીય સધ્ધરતા માટે એક વ્યૂહ તૈયાર કરવાનો છે.
આ યોજના તમામ રાજ્યો માટે ફરજિયાત નથી તેમ જણાવતાં મોઇલીએ કહ્યું હતું કે અત્યારસુધી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને તમિલનાડુએ જ તેને અમલી બનાવવાની તૈયારી દર્શાવી છે.
જોકે આ યોજનાથી વીજળી મોંઘી થવાના એંધાણ છે. ગુજરાત સરકારે તે દિશામાં તત્પરતા ન દેખાડી હોવાથી હાલપૂરતી રાહત હોવાનું કહી શકાય છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved