Last Update : 26-September-2012, Wednesday

 

સુષમા સ્વરાજ બીમાર હોવાથી હાજર નહીં રહે
ભાજપની કારોબારીની આજથી બેઠક ગડકરીને બીજી મુદત માટે પ્રમુખ બનાવાશે

યુપીએનો ભ્રષ્ટાચાર, ડીઝલનો ભાવવધારો અને રિટેલમાં એફડીઆઇ સહિતના મુદે ચર્ચા થશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૫
યુપીએ સરકારના ડીઝલના ભાવવધારા અને ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદાઓ પર ચર્ચા કરવા અને તે અંગે ભાવિ રણનીતિ ઘડવા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસની બેઠક આવતીકાલથી શરૃ થવાની છે. જોકે વિરોધ પક્ષના નેતા સુષમા સ્વરાજ બીમાર હોઇ તેઓ આ બેઠકમાં હાજર નહિ રહી શકે. આ બેઠકમાં નીતિન ગડકરીને બીજી ટર્મ માટે પક્ષના પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં વાયરલ ફીવર અને અન્ય કેટલીક તકલીફોને કારણે સુષમા સ્વરાજને ૧૬ સપ્ટેમ્બરે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આ બીમારીમાંથી સાજા થઇ રહ્યા છે. જોકે હોસ્પિટલમાંથી છૂટા થતાં હજુ તેમને થોડોક સમય લાગે તેમ છે. ડાયાબેટિક સુષમાએ ડૉક્ટરોની સલાહથી કેટલાક ટેસ્ટ્સ કરાવી ચૂક્યા છે. તેઓ નવ દિવસથી ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.
સુત્રોએ જણાવ્યું હતું કે ૬૦ વર્ષીય સુષમા એક કે બે દિવસમાં હોસ્પિટલમાં છૂટા થાય તેમ છે. પરંતુ તેઓ બેઠકમાં હાજરી આપી શકશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા જ પ્રવર્તી રહી છે.
હરિયાણાના સૂરજકુંડમાં આવતીકાલથી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક યોજવામાં આવશે. પક્ષ પ્રમુખ નીતિન ગડકરી પ્રવચન આપી બેઠકનો પ્રારંભ કરશે અને એ પછી અનેક ઠરાવો પસાર કરવામાં આવશે. આ વખતની બેઠક મહત્વની છે કેમ કે પક્ષના બંધારણમાં સુધારો લાવશે. જેની હેઠળ ગડકરી માટે બીજી ટર્મ માટેનો માર્ગ મોકળો થશે.
આ ઉપરાંત યુપીએ સરકારના કથિત ભ્રષ્ટાચારનો મુદો લોકો સુધી કેવીરીતે લઇ જવો તે મામલો આમાં ખાસ ચર્ચાશે અને વ્યૂહો નક્કી કરવામાં આવશે. આ મામલે યુપીએ સામે તેમના પક્ષની લડાઇમાં સુષમા ટોચના લડવૈયા તરીકે લેખાય છે. આમ તેમની ગેરહાજરીની ખોટ ભાજપના નેતાઓને સાલશે તેમાં કોઇ બેમત નથી. હાલમાં ભાજપ રિટેલમા એફડીઆઇ અને ડીઝલમાં ભાવવધારાના મુદાનો વ્યાપક વિરોધ કરી રહ્યો છે તે જોતાં બેઠકમાં આ તમામ મુદા પણ છવાશે.
નીતિન ગડકરીની પ્રમુખ તરીકેની મુદત ડિસેમ્બરમાં પૂરી થતી હતી અને હવે તેમને બીજી ટર્મ માટે નક્કી કરવામાં આવે તો તેઓ વધુ ત્રણ વર્ષ એટલે કે ડિસેમ્બર ૨૦૧૫ સુધી પક્ષના પ્રમુખ બની રહેશે. ગડકરી બીજી ટર્મ માટે પક્ષના પ્રમુખ બની રહે અને તેમની આગેવાની હેઠળ પક્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ લડે તેવી આરએસએસની પણ ઇચ્છા છે તેમ વર્તુળોએ કહ્યું હતું.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved