Last Update : 26-September-2012, Wednesday

 

નાક દબાવી મોં ખોલાવવા માટે જાણીતી
એનસીપીના ઇરાદા વિશે શંકા-કુશંકા પણ મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી

કેન્દ્રીય કેબિનેટમાં વધુ પ્રધાન જોઇએ છે કે રાજીનામાથી પક્ષની છબી સુધારવી છે?

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૫
નાયબ મુખ્ય પ્રધાન પદેથી અજીત પવારે આપેલાં રાજીનામા પાછળની રાજકીય ગણતરી કઇ હોઇ શકે એ અંગે સમગ્ર મહારાષ્ટ્રમાં અટકળો ચાલી રહી છે. અજીત પવારે સિંચાઇ પ્રોજેક્ટોમાં કરોડોની ગેરરીતિના આક્ષેપોને પગલે રાજીનામું આપતાં પક્ષના અન્ય પ્રધાનોએ પ્રદેશ અધ્યક્ષને પોતાના રાજીનામા આપતાં મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી ઉભી થઇ છે.
એનસીપીના મોટાભાગના વિધાનસભ્યો આજે પક્ષના કાર્યાલય ખાતે ધસી ગયા હતા. અને પક્ષે સરકારમાંથી ખસી જવું જોઇએ તથા બહારથી ટેકો આપી કોંગ્રેસને છૂટો દોર આપવો જોઇએ એવી માગણી કરી હતી.
૨૮૮ સભ્યોના સભાગૃહમાં કોંગ્રેસના ૮૨ વિધાનસભ્યો છે જ્યારે એનસીપીના ૬૨, શિવસેનાના ૪૫ અને ભાજપનાં ૪૭ સભ્યો છે.
અજીત પવારે કચા કારણોસર રાજીનામું આપ્યું તે હજી સ્પષ્ટ થયું નથી. મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ પર દબાણ ઉભું કરવાનો આશય છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં વધુ સભ્યો ઉમેરવા શરદ પવારે દબાણ ઉભું કર્યું છે અથવા પવાર કુટુંબના કલહને પણ કારણભૂત માનવામાં આવે છે.
મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર વચ્ચે ગત અઠવાડિયે ઔરંગાબાદમાં તૈયાર થયેલી કેન્સર હૉસ્પિટલના ઉદ્ઘાટન માટે પણ હૂંસાતૂંસી થઇ હતી. જો કે બંને નેતાઓ વચ્ચેના મતભેદોને પગલે અજીતપવાર રાજીનામું આપે એ શક્યતા ઓછી ગણવામાં આવે છે.
અન્ય એક ગણતરી પ્રમાણે અત્યારે સમગ્ર દેશમાં કૌભાંડોને પગલે ખરડાયેલી કોંગ્રેસની પ્રતિષ્ઠાથી રાજ્ય સરકારમાંથી ખસીને બહારથી ટેકો આપી પક્ષની પ્રતિષ્ઠા સુધારવાના પ્રયાસો થઇ શકે છે.
સિંચાઇ કૌભાંડને મુદ્દે રાજીનામું આપી એનસીપી એક ચીલો પાડી કેન્દ્ર ઉપર દબાણ ઉભું કરવા સાથે મહારાષ્ટ્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઇચ્છે છે. એનસીપીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીપી મહારાષ્ટ્ર સરકારને પાડવા ઇચ્છતી નથી પરંતુ પક્ષની સ્થિતિ મજબૂત કરવા ઇચ્છે છે.
ગત મહિને પણ વિધિમંડળનું ચોમાસું અધિવેશન અંતિમ તબક્કામાં હતું ત્યારે એનસીપીએ કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાની ચીમકી આપી હતી છેવટે શરદ પવારે તડજોડ કરીને પ્રધાનમંડળમાં ચાલુ રહેવાની જાહેરાત કરી હતી.
દબાણ ઉભું કરવા માટે એનસીપી જાણીતી છે અને આ વેળા પણ નવું રાજકીય નાટક ચાલશે એવું સૂત્રોનું માનવું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved