Last Update : 26-September-2012, Wednesday

 

જુનાગઢના આરટીઆઇ કાર્યકર
અમિત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપાઇ

૨૦૧૦માં હાઇકોર્ટ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

અમદાવાદ,તા.૨૫
જુનાગઢના ખાણ માફિયા સામે ઝુંબેશ ચલાવનાર આર.ટી.આઇ. કાર્યકર અમિત જેઠવા હત્યા કેસની તપાસ આખરે હાઇકોર્ટે સીબીઆઇને સોંપી છે. અમિત જેઠવાના પિતા ભીખુભાઇએ સ્થાનિક પોલીસની તપાસ સામે સંદેહ રજુ કરી તટસ્થ તપાસ માટે સીબીઆઈને તપાસ સોંપવાની માગણી કરી હતી જે હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. ગુજરાત પોલીસ પાસેના તપાસના તમામ કાગળો ૧૫ દિવસની અંદર સીબીઆઇને સોંપવાનો પણ આદેશ કર્યો છે.
જસ્ટિસ ડી.એચ.વાઘેલા અને જસ્ટિસ જે.સી. ઉપાધ્યાયની બેન્ચે આજે હુકમ કરતા નોંધ્યું છે કે કાયદો અને વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જળવાઇ રહે અને કાયદાનું શાસન અમલમાં રહે તે માટે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવી ન્યાયના હિતમાં અનિવાર્ય છે. જાહેરહિતમાં જ્યાં અને જ્યારે રાજ્ય પોતાની ફરજ બજાવતું નથી ત્યારે કોર્ટને કાયદાના શાસનના અમલ માટે પગલાં ભરવા પડે છે. મરનાર વ્યક્તિ આર.ટી.આઇ કાર્યકર હતા અને તેમણે જાહેર હિતમાં કરેલા કામો કેટલાક વ્યક્તિઓના હિતમાં ન હતા તેથી તેમની હત્યા થઇ હોય તેવું પ્રથમદર્શનીય અનુમાન છે. આ બનાવ અંગે આરોપીઓએ આપેલા નિવેદનો પરથી કોઇ આખરી તારણ પર આવી શકાય નહીં અને ન્યાય તરીકે જાહેર કરી શકાય નહીં.
અમિત જેઠવાએ જુનાગઢ જિલ્લાના ગીર પંથકમાં ઊના અને કોડિનાર વિસ્તારમાં ભાજપના સાંસદ દીનભાઇ બોઘાભાઇ સોલંકી અને તેમના સગાસંબંધીઓ મારફતે ગેરકાયદે ખાણ ઉત્ખન્ન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની રિટ કરી હતી. હાઇકોર્ટે આ પ્રવૃત્તિ બાબતે જરૃરી આદેશો આપ્યા હતા. આ દરમ્યાન તા.૨૦મી જુલાઇ ૨૦૧૦ ના રોજ હાઇકોર્ટની સામેના ભાગે આવેલા કોમ્પ્લેક્ષમાં પોતાના વકીલ વિજય નાગેશને મળીને નીચે આવી મોટરસાયકલ લઇને અમિત જેઠવા જવા નીકળ્યા તે વખતે બે અજાણ્યા શખસોએ તેમના પર ગોળીબાર કરી અને મોત નીપજાવી મોટરસાયકલ પર ફરાર થઇ ગયા હતા.
આ બનાવની તપાસ અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે કરી હતી. જસ્ટિસ ડી.એચ.વાઘેલા અને જસ્ટિસ જે.સી.ઉપાધ્યાયે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો હુકમ કરતા અવલોકન કર્યું હતું કે આ કેસ સામાન્ય હત્યાનો બનાવ નથી. ન્યાય મેળવવાના અધિકાર પર તરાપ લાવવાનો કિસ્સો છે. પોલીસે કરેલી તપાસ અંગે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અરજદારે આ કેસમાં સાંસદ દીનુ સોલંકી વિરૃધ્ધ આક્ષેપ કર્યા છે પરંતુ પોલીસે તેઓની પૂછપરછ કે ઉલટતપાસ કરી નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved