Last Update : 26-September-2012, Wednesday

 

સિંચાઈ ખાતામાં કરોડોના ગોટાળાના આક્ષેપો વચ્ચે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારનું રાજીનામું

એનસીપીના અન્ય પ્રધાનોએ પ્રદેશ અધ્યક્ષને સોંપેલાં રાજીનામાં રાજ્ય સરકાર સ્થિર રહેવાનું શરદ પવારનું અભયવચન

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૫
સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવનારા કરોડો રૃપિયાના સિંચાઈ કૌભાંડને મુદ્દે મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને ભીંસમાં લેવા માટે એન.સી.પી.ના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે મુખ્યપ્રધાનને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ સાથે જ એનસીપીના તમામ પ્રધાનોએ પ્રદેશ અધ્યક્ષ મધુકરરાવ પિચડને રાજીનામા આપતાં સાડા ત્રણ વર્ષ જૂની લોકશાહી આઘાડી સરકાર સામે રાજકીય સંકટ ઊભું થયું છે જો કે એનસીપીના પક્ષ પ્રમુખ શરદ પવારે રાજ્ય સરકારને ઊની આંચ આવવા નહિ દઈએ એવું સ્પષ્ટ નિવેદન કર્યું હતું. અજીત પવારે સિંચાઈ કૌભાંડની સીબીઆઈ તપાસ કરાવવાની માગણી સાથે મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણના કાર્યાલયમાં બપોરે રાજીનામું મોકલી દેતાં ખળભળાટ મચી ગયો હતો. મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ દિલ્હી ગયા હતા ત્યાંથી મુંબઈ ધસી આવ્યા હતા અને પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી ચર્ચા કરી હતી.
કેન્દ્રીય પ્રધાન અને એન.સી.પી. પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવાર જે સતત ૧૦ વર્ષ સુધી સિંચાઈ ખાતું સંભાળતા હતા તેઓએ સિંચાઈ પ્રોજેક્ટોની કિંમતોમાં ધરખમ વધારો કરતાં રાજ્યમાં સિંચાઈ પ્રોજેક્ટો રખડી પડવાના આક્ષેપો થયા હતા અને મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આ વિભાગની શ્વેતપત્રિકા બહાર પાડવા નિવેદન પણ કર્યું હતું. જો કે અજીત પવારે હું એનસીપીના વિધિમંડળના નેતા તરીકે ચાલુ રહીશ એમ જણાવતાં સિંચાઈ વિભાગના કૌભાંડોમાં પોતે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી કોઈ હોદ્દો નહિ સ્વીકરે એમ જણાવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન તરીકે અજીત પવાર અત્યારે ઉર્જા અને નાણા ખાતું સંભાળે છે તેઓએ કોંગ્રેસના ઉલ્લેખ વગર જણાવ્યું હતું કે એનસીપીના વધી રહેલાં વર્ચસ્વથી અનેક લોકોને ઈર્ષ્યા થાય છે. અજીત પવારે રાજીનામું આપ્યાના સમાચાર ફેલાતાં એન.સી.પી.ના તમામ પ્રધાનોએ પ્રદેશ અધ્યક્ષ મધુકરરાવ પિચડ સમક્ષ રાજીનામા સુપરત કર્યા બાદ ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરવા એનસીપીએ બુધવારે બપોરે પક્ષની બેઠક બોલાવી છે. એનસીપીના કેબિનેટ અને રાજ્ય કક્ષાના તમામ પ્રધાનોએ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રાજીનામા સુપરત કર્યા હતા.

અજીત પવારે નૈતિક હિંમત દાખવીને રાજીનામું આપ્યું એ ઘણી સારી બાબત છે. ગઠબંધન સરકારમાં એનસીપી યથાવત
રહેશે. પક્ષ તેમના નિર્ણયને ટેકો આપે છે. તેમના નિર્ણયથી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારને અસર પડશે નહીં. સરકારની અસ્થિરતાનો પ્રશ્ન નથી.
- શરદ પવાર, એનસીપી પ્રમુખ
એનસીપી અને અજીત પવાર ઈચ્છે કે સત્ય લોકો સમક્ષ છતું થાય. તેઓ અત્યારે સિંચાઈ પ્રધાન નથી પણ લોકો
કહે છે કે બહુ મોટું કૌભાંડ થયું છે. વિરોધ પક્ષો અને 'અમારા મિત્રો' દ્વારા એનસીપીને બદનામ કરવાનું આ મોટું કાવતરું છે.
- પ્રફુલ પટેલ, એનસીપીના ઉપપ્રમુખ

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved