Last Update : 26-September-2012, Wednesday

 

સાદિક એન્કાઉન્ટરમાં તરુણ બારોટની ધરપકડ

૨૦૦૩માં અમદાવાદમાં થયેલા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇની કાર્યવાહી

 

 

બારોટને મહેસાણાથી ગાંધીનગર લાવી ધરપકડ કરી ઃ સાદિક રાજકીય નેતાઓની હત્યા માટે આવ્યો હોવાનું કહી બનાવટી એન્કાઉન્ટર કર્યું હતું

અમદાવાદ, તા.૨૫
અમદાવાદ શહેરમાં ૨૦૦૩ ના વર્ષમાં નરોડા વિસ્તારમાં ગેલેક્સી સિનેમા નજીક ભાવનગરના વતની સાદીક જમાલનું એન્કાઉન્ટર કરવાના કેસમાં સીબીઆઇએ આજે મહેસાણાખાતે ફરજ બજાવતા ડીવાય.એસપી. તરૃણ બારોટની ધરપકડ કરી હતી. આ બનાવટી એન્કાઉન્ટરમાં આ અગાઉ મુંબઇના પત્રકાર કેતન તિરોડકરની ધરપકડ કરવામાં આવી હતી. તરૃણ બારોટની ધરપકડ સાથે આ એન્કાઉન્ટર સામેલ અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન અધિકારીઓની ધરપકડનો નવો દોર શરૃ થયો છે.
મૂળ ભાવનગરના વતની અને દુબઇમાં ઘરઘાટી તરીકે કામ કરનાર સાદીક જમાલના એન્કાઉન્ટરની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. ૧૩મી જાન્યુઆરી ૨૦૦૩ ના રોજ ગેલેક્સી સિનેમા પાસે તત્કાલિન ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાદીક જમાલનું એન્કાઉન્ટર કર્યું હતું. સાદીક જમાલ મુંબઇ પોલીસ પાસે હતો અને મુંબઇના પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયકે સાદીક જમાલને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન ડપ્યુટી કમિશનર ડી.જી.વણઝારા અને પોલીસ ઇન્સ્પેક્ટર તરૃણ બારોટને સોંપ્યો હોવાનું નિવેદન મુંબઇના પત્રકાર કેતન તિરોડકરે મુંબઇની કોર્ટમાં આપ્યું હતું.
સીબીઆઇએ આ કેસની તપાસ સંભાળ્યા બાદ તા.૫મી જુલાઇએ કેતન તિરોડકરની ધરપકડ કરી હતી અને રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું અને તેમાં તરૃણ બારોટનું નામ જણાવ્યું હતું.
સાદીક જમાલ કેસમાં સંડોવાયેલા મનાતા ડીવાય.એસપી. તરૃણ બારોટની સીબીઆઇએ પૂછપરછ કરી હતી અને નિવેદનો નોંધ્યા હતા. બારોટ હાલમાં મહેસાણા ખાતે ડીવાય.એસપી. તરીકે ફરજ બજાવે છે. આજે સીબીઆઇની ટીમ મહેસાણા ગઇ હતી અને સાંજે તેમની અટકાયત કરી ગાંધીનગર લાવી હતી. ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવીને પછી સચિવાલય ખાતેની સીબીઆઇની કચેરી લાવી તમની પ્રાથમિક પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.
૨૦૦૩ માં અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ડી.જી.વણઝારા ફરજ બજાવતા હતા ત્યારે તેમની આગેવાની હેઠળની ટીમે સાદીક જમાલનું એન્કાઉન્ટર કર્યું હતું. સાદીક જમાલ મહેતર દાઉદ ગેંગનો સાગરીત હોવાનું અને લશ્કરે તોઇબા સાથે સંકળાયેલો હોવાનું ગણાવ્યું હતું. દાઉદ અને છોટા શકીલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડીયા અને ભાજપના નેતા એલ.કે.અડવાણી અને નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે યોજના ઘડી હોઇ તેને અમલમાં મૂકવા સાદીકને મોકલ્યો હતો. આ કાવતરા અંગે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે તેને શોધી કાઢ્યો હતો અને ગેલેક્સી સિનેમા નજીક તેને પડકારતા તેણે ગોળીબાર કર્યો હતો અને પોલીસના ગોળીબારમાં ઠાર મરાયો હતો તેવી જાહેરાત કરી હતી. સાદીકના ભાઇ શબ્બીરે હાઇકોર્ટમાં રિટ કરીને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા માગણી કરી હતી. સીબીઆઇએ આ એન્કાઉન્ટર બનવાટીી હોવાનું તારણ કાઢ્યુું હતું અને કેતન તિરોડકરની ધરપકડ બાદ પોલીસ અધિકારી બારોટની ધરપકડ કરી છે. બારોટને આજે સીબીઆઇને કચેરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરી હતી તેમ સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved