Last Update : 26-September-2012, Wednesday

 

નકલી નોટ કૌભાંડમાં કોંગ્રેસી આગેવાનની ધરપકડ

મહેસાણા જિ.પં.ના સભ્ય દિપક પટેલ વિજાપુરથી ઝડપાયો

 

હિમ્મતનગરના વેપારી રમેશ પટેલ પાસેથી બે લાખની જાલીનોટો મેળવીને વાપરીઃ રમેશ પકડાતાં ૩૭,૦૦૦ની નોટો સળગાવ્યાનો દાવો

અમદાવાદ, મંગળવાર
અમદાવાદ એસ.ઓ.જી.એ જાલીનોટ કૌભાંડમાં ઉંડી તપાસ કરી મહેસાણા કોંગ્રેસના આગેવાનની ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય દિપકભાઈ બાબુભાઈ પટેલની વિજાપુરમાં તેમની સ્પિનિંગ મિલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હિમ્મતનગરથી જાલીનોટોનું કૌભાંડ ચલાવતા રમેશ પટેલ પાસેથી દિપક પટેલે બે લાખની જાલીનોટો મેળવી હોવાનો દાવો એસ.ઓ.જી.એ કર્યો છે. જાલીનોટો રોજીંદા ઉપયોગમાં લેનાર દિપક પટેલે તેનો મિત્ર રમેશ પકડાયાની જાણ થતાં જ ૩૭ હજારની જાલીનોટો સળગાવી દીધાનું પોલીસને જણાવ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હિમ્મતનગરના રમેશ પટેલને જાલીનોટો સાથે પકડી પાડયો હતો. આ પછી એસ.ઓ.જી.એ રમેશ પાસેથી કમિશનથી નોટો મેળવનાર જૂનાગઢના ઘનશ્યામ અને કમલેશ નામના શખ્સોને ૧.૦૨ લાખની જાલીનોટો સાથે પકડી પાડયા હતા. એસ.ઓ.જી.એ આજે વિજાપુરથી મહેસાણા જિલ્લા પંચાયતમાં લાડોલ-૨૨ બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય દિપક બાબુભાઈ પટેલની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે.
એસ.ઓ.જી.ના એ.સી.પી. બી.સી. સોલંકીએ કહ્યું કે, કમિશનથી જાલીનોટો ફરતી કરનાર રમેશ પટેલની પૂછપરછ અને કોલ ડીટેઈલની દરમ્યાન વિજાપુરમાં કે.ઝેડ. ફાયનાન્સ અને કે.ઝેડ. સ્પીનિંગ મિલના ભાગીદાર દિપક પટેલનું નામ ખૂલ્યું હતું. રમેશ અને દિપક વચ્ચે વિતેલા ૧૧ મહીનામાં ૧૨૨ વખત ૬૬૫૦ સેકન્ડસ ટેલીફોનિક વાતચિત થઈ હતી. રમેશની પૂછપરછ બાદ દિપક પટેલની વિજાપુરના પિલવઈ રોડ ઉપર આવેલી સ્પીનિંગ મિલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
તપાસનિશ, પી.એસ.આઈ. એ.કે. વડીયાની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, દિપકે વિતેલા મહીનાઓ દરમ્યાન રમેશ પાસેથી એક વખત ૧ લાખની અને બે વખત ૫૦-૫૦ હજારની જાલીનોટો મેળવી હતી. શ્રીમંત પરિવારના દિપક પટેલ જાલીનોટોનો ઉપયોગ રોજીંદા વપરાશમાં કરતો હતો. પણ, હીમ્મતનગરનો રમેશ પટેલ પકડાતાં જ પોતે ૩૭,૦૦૦ની જાલીનોટો સળગાવી દીધાની કેફીયત દિપકે આપી છે. એસ.ઓ.જી.એ દિપક પટેલના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે જાલીનોટ કેસમાં કોંગ્રેસના આગેવાનની ધરપકડ કર્યાની વાતે વિજાપુર, મહેસાણા સહીત ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved