Last Update : 26-September-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૦૯-૨૦૧૨, બુધવાર
નિજ ભાદરવા સુદ અગિયારસ
જલ ઝીલણી અગિયારસ
પંચક રાત્રે ૧૨ ક. ૦૩ મિ. થી શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૯મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૦ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૮ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મ રાશિ ઃ આજે રાત્રે ૧૨ ક. ૦૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ શ્રવણ બપોરના ૧૨ ક. ૦ મિ. સુધી પછી ધનિષ્ઠા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- રાત્રે ૧૨ ક. ૦૩ મિ. સુધી મકર પછી કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ. ખા.જ. માસ- તિથિ-વાર ઃ નિજ ભાદરવા સુદ અગિયારસને બુધવાર.
- પરિવર્તિની એકાદશી. સૂર્ય હસ્તમાં ૨૩ ક. ૧૫ મિ. વા. શિયાળ.
- વામન જયંતી.
- પંચક રાત્રે ૧૨ ક. ૦૩ મિ. થી શરૂ.
- જૈન આ. શ્રી હિરવિજયજી સૂરીશ્વરજી મ.સા.ની પુણ્યતિથિ.
- જલ ઝીલણી એકાદશી, ગણપતિ વિસર્જન યાત્રા, અમદાવાદ, મુળી, જેતલપુર, ભૂજ, વડતાલ, ગઢપુર, સમૈયો. વામન જયંતીની ઉત્સવ આરતી. સારંગપુરમાં સમૈયો.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૧૦ રોજ આવાં
- પંદર દિવસમાં ઘઉં, જુવાર, જવ, ગોળ, ખાંડ, શણ, કપાસ, હળદર, હરડે, હીંગ, ધાણા, કોથમીરના ભાવ વધે ?

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નિજ ભાદરવા સુદ અગિયારસે નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં આનંદ રહે. નવા આયોજન અંગેની કામગીરી થાય.

 

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં વધારો થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય. લાભ- ફાયદો થાય. ધર્મકાર્ય થાય.

 

મિથુન ઃ આજે આપે તન- મન- ધનથી વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં આકસ્મિક ચંિતા ઉપાધિથી અસ્વછતા અનુભવો.

 

કર્ક ઃ માનસિક દ્વિઘા- શંકાના કારણે અવિશ્વાસના લીધે તમે તમારા કામમાં આગળ વધી શકો નહીં. મિત્રવર્ગની ચંિતા રહે.

 

સંિહ ઃ જવાબદારીવાળા કામમાં, વાદ વિવાદવાળા પ્રશ્નમાં સાવધાની રાખવી. શરીરનું બેલેન્સ જળવાઈ રહે તેનું ઘ્યાન રાખવું.

 

કન્યા ઃ નોકરી-ધંધાના પુત્ર, પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો આવક થાય. ધર્મકાર્ય થઇ શકે.

 

તુલા ઃ નિજ ભાદરવા સુદ અગિયારસે નોકરી-ધંધાના કામમાં, શેરોના, જમીનના વાહનના કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્ય થાય.

 

વૃશ્ચિક ઃ પ્રતિકુળતા- રુકાવટતા છતાં તમારે નોકરી-ધંધાના કામમાં આળસ બેકાળજી રાખ્યા વગર પ્રયત્નશીલ રહેવું.

 

ધન ઃ નાણાંકીય લેવડ દેવડના પ્રશ્ને, બેંકના પ્રશ્ને, કુટુંબના કામ અંગે આપે ઘ્યાન આપવું પડે. ઉતાવળમાં તકલીફ થાય.

 

મકર ઃ ધર્મકાર્ય થાય, નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. જુના સંબંધો તાજા થાય. ધંધો આવક થાય.

 

કુંભ ઃ શાંતિથી પોતાનું તેમજ અન્યનુ ંકામકાજ કરવું. ગુસ્સો ઉત્પાત -ઉતાવળ કરવી નહીં. સરકારી કામમાં ઘ્યાન રાખવું.

 

મીન ઃ નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. ધંધો મળી રહે, આવક થાય, ઉઘરાણીના નાણાં આવવાથી રાહત રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૦૯-૨૦૧૨, બુધવાર

 

આપના આજથી શરૂ થતા જન્મવર્ષના પ્રારંભે આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. નોકરી-ધંધામાં યશ પદ ધનની પ્રાપ્તિ થાય. માન સન્માન મેળવી શકો. જેમને આવક ન હોય, આવક સ્થગિત થઇ ગઈ હોય તેમને આવક આવવાની શરૂઆત થાય. પરદેશમાં રહેતા સગા સંબંધી મિત્રવર્ગના કારણે આપને પરદેશ જવાની તક પ્રાપ્ત થાય, પ્રવાસ થાય.

 

* વર્ષારંભથી વર્ષના મઘ્ય ભાગ સુધીમાં આપ સ્વસ્થતાપૂર્વક કામકાજ કરી શકો. પ્રગતિ કરી શકો પરંતુ મઘ્યભાગથી ઉત્તરાર્ધ આવતા કામકાજમાં રુકાવટ મુશ્કેલીઓ અનુભવાય.

 

* ધર્મકાર્ય- આઘ્યાત્મિકતા આત્મસ્ફૂરણાનું વર્ષ રહે.

 

* સ્ત્રીવર્ગને સાંસારિક પારિવારિક કાર્ય ફરજની વ્યસ્તતા છતાં ધર્મકાર્યથી આનંદ પ્રગતિ જણાય.

 

* વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ મટે સ્થળાંતર થાય. વિદ્યા શાખાની ફેરફારી થાય.

 

સુપ્રભાતમ્

રાજસેવક ઝેર રાખતો હોય (ઝેરીલો હોય) દાંત હાલતો હોય અને મંત્રી દુષ્ટ હોય તો તેને મૂળથી જ ઉખેડી નાખવાથી સુખ થાય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પ્રેમિકા લીલીએ પ્રેમી લલ્લુને કહ્યું, ‘આજે મેકનોડાલ્સ રેસ્ટોરાંમાં જઈએ.’
‘જરૂર જરૂર’ લલ્લુ બોલ્યો, ‘પણ તું મેકડોનાલ્સનો સ્પેલીંગ કહે તો ત્યાં જઈએ.’
‘જવા દો.’ લીલી બોલી, ‘કેએફસી જઈએ.’
‘ભલે, કેએફસી જઈએ.’ લલ્લુ બોલ્યો, ‘પણ એનું આખું નામ કહે તો...’
‘એક કામ કરીએ,’ લીલી બોલી, ‘લારી ઉપર જઈને સમોસા જ ખાઈએ.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved