Last Update : 25-September-2012, Tuesday

 

પોલીસતંત્રના પ્રશ્નો

 

ક્રાઇમ રીપોર્ટરો જેના માટે 'પોલીસ બેડા' જેવો શબ્દપ્રયોગ કરે છે, તે ગુજરાતના પોલીસતંત્રનો બેડો જુદાં જુદાં કારણસર ગરક થયેલો જણાય છે. પોલીસતંત્ર દ્વારા સર્જાતી સમસ્યાઓ વિશે વાત છેડતાં જ, એક પક્ષ એવી દલીલ સાથે આવી જાય છે કે,'પોલીસ કેવી ખરાબ હાલતમાં કામ કરે છે એ લોકો જાણતા નથી. એટલે તેમના વિશે ગમે તેમ બોલે છે. તેમની પર ગુસ્સો કરવાને બદલે તેમની દયા ખાવી જોઇએ અને તેમની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવો જોઇએ.'
આ વાતમાં ભાગ્યે જ અસંમત થવાપણું હોય. પોલીસતંત્રમાં નીચલા હોદ્દા પર કામ કરતા કોન્સ્ટેબલ જેવા લોકોના પગાર ટૂંકા અને તેમની પાસેથી અપેક્ષાઓ અઢળક. ઉપરથી જાતજાતનાં દબાણો- સાહેબનાં, સાહેબના સાહેબનાં, એમના પણ સાહેબનાં, સ્થાનિક આગેવાનોનાં, જ્ઞાાતિવાદનાં...પોલીસતંત્રના નીચલા વર્ગના કર્મચારીઓનાં પગારધોરણ માનભર્યાં કરવામાં આવે અને તેમનું કામ કરવાનું વાતાવરણ સુધારવામાં આવે, તેમાં ફક્ત પોલીસતંત્રનું જ નહીં, સમગ્ર સમાજનું હિત છે.
પરંતુ ઉપરનું કરુણ વર્ણન જેમને લાગુ ન પડતું હોય એવા પણ ઘણા હોય છે- ખાસ કરીને પોલીસ અફસરો. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી, સંભવતઃ રાજકીય હેતુથી પ્રેરિત અથવા રાજકીય આકાઓની છત્રછાયામાં થયેલાં નકલી એન્કાઉન્ટર તથા તેને છાવરવા માટે થયેલાં વધુ એન્કાઉન્ટરના મુદ્દે ગુજરાત પોલીસમાં ખળભળાટ વ્યાપ્યો છે. 'નૈતિકતા'ની સગવડીયા વ્યાખ્યા બાંધતા કેટલાક લોકો એવી બાલિશ દલીલ કરે છે કે 'નકલી એન્કાઉન્ટર બદલ ઉચ્ચ અફસરો સામે કડક પગલાં લેવાથી પોલીસનું મનોબળ ભાંગી પડે છે.' આમ કહેતી વખતે, નકલી એન્કાઉન્ટરનો રાજકીય સંબંધ તે સલુકાઇથી ગુપચાવી જાય છે.
પોતાના આર્થિક અને બીજા સ્વાર્થ માટે રાજકીય નેતાઓનું છત્ર સ્વીકારતા પોલીસ અફસરોનું મનોબળ ભાંગી પડે તેનાથી દુઃખી થવું જોઇએ કે રાજી? ગુજરાતના આઇપીએસ સ્તરના પોલીસ અફસરો જેલમાં હોય કે સીબીઆઇની ચાર્જશીટમાં ઝળકતા હોય, ત્યારે તેમના મનોબળની ચિંતા કરનારાને કદી એવો વિચાર આવતો નથી કે નેતાઓના આદેશ અવગણીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરનારા અફસરોનું શું થાય છે. નેતાઓ સામે પૂંછડી પટપટાવવાને બદલે કાયદો-વ્યવસ્થાની જાળવણીની પોતાની ફરજને અગ્રીમતા આપનારા અફસરોને આડાંઅવળાં પોસ્ટિંગ આપીને તેમને ખૂણે ધકેલી દેવાય છે, ત્યારે ગુજરાતી પોલીસના મનોબળની ચિંતા કરનારા મોઢાં સીવીને બેસી જાય છે. એકસામટા આટલા ઉચ્ચ અફસરો રાજકીય ઇશારે કાવતરાખોરીમાં સંડોવાયેલા હોય, એવો આરોપ જ પોલીસતંત્રની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ મૂકવા પૂરતો નથી?
એક સવાલ પોલીસની વધુ પડતી 'સક્રિયતા'નો પણ છે. તેમાં સ્થાનિક રાજકારણથી માંડીને જ્ઞાાતિ જેવાં પરિબળો મોટો ભાગ ભજવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દલિતનાં મોત થયાં. પોલીસ દ્વારા અપાયેલા સત્તાવાર કારણ પ્રમાણે, દલિતો તોફાને ચડયા હતા. કેમ? કારણ કે ેક દલિત યુવકની મારઝૂડ થઇ અને એ બાબતે પોલીસે કશી સંતોષકારક કાર્યવાહી ન કરી. ઉશ્કેરાયેલા દલિતો સડક પર ઉતર્યા. પોલીસ પર પથ્થરબાજી કરી. વિરોધ પ્રદર્શનની આ સાચી રીત ન હતી, પણ દલિતો ગુસ્સામાં હતા. આ રીતે ક્ષણમાં ભભૂકી ઉઠતો ગુસ્સો ઘણા કિસ્સામાં સદીઓથી એકઠો થયેલો હોય છે. જવાબી કાર્યવાહી તરીકે પોલીસે શું કરવું જોઇતું હતું? અને શું કર્યું? પહેલા સવાલનો જવાબ છેઃ લાઠીચાર્જ, ટીયરગેસ, પછી જાહેરાત કરીને પગમાં ગોળીબાર અને તેમ છતાં ટોળું ન વિખેરાય તો પછી કમરથી ઉપરના ભાગમાં ગોળીબાર. પરંતુ પોલીસે સીધો કમરથી ઉપરના ભાગમાં ગોળીબાર કર્યો. દલિત છોકરાઓને છાતીમાં ગોળી વાગી. બે છોકરા તો અઢાર વર્ષથી પણ ઓછી ઉંમરના હતા. થોડા મહિના પહેલાં રાજકોટના થોરાળામાં પોલીસની ફરિયાદ ન લેવાની આડોડાઇને કારણે, હુમલાખોરોએ એક દલિતનું ખૂન કર્યું. દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારે પોલીસે દલિતોને ઘરમાંથી બહાર કાઢીને માર્યાં. તેમાં સ્ત્રીઓ-બાળકો પણ બાકાત ન રહ્યાં. મહિલા પોલીસ સાથે રાખ્યા વિના, પુરૃષ પોલીસે લાકડીઓ-લાતો અને હાથથી બહેન-દીકરીઓ પર હુમલો કર્યો અને પોતાની 'બહાદુરી' બતાવી.
આ પ્રકારના બનાવો પોલીસતંત્રાં રહેલી 'બાપુશાહી' માનસિકતા ઉપરાંત એ પણ સૂચવે છે કે આવું કરનારમાંથી ઘણા કાયદાથી ગભરાતા નથી. કોંગ્રેસ-ભાજપના કે દલિત-બિનદલિતના રાજકારણમાં તેમનો સમાવેશ ક્યાંક ને ક્યાંક થઇ જાય છે. પોલીસદમનનો પ્રસંગ બને ત્યારે મંત્રીઓ આવીને મોટી મોટી વાતો કરી જાય છે. મામલો ગંભીર બને ત્યારે એકાદ-બે નાનાં માથાં સામે પગલાં લેવાય છે, પણ મોટાં માથાં એકંદરે સલામત રહે છે. આ પ્રકારની સલામતી ક્યારેક વફાદારીના બદલામાં, તો ક્યારેક તેની અપેક્ષાએ આપવામાં આવે છે. એ વખતે પણ પોલીસતંત્રના મનોબળ અને તેની નૈતિક જવાબદારીનું શું થતું હશે, એની ચિંતા કોઇ કરતું નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved