Last Update : 25-September-2012, Tuesday

 

સુધારણાનું નવું પગલું પ્રાથમિક સ્તરે
પતિના પગારમાંથી પત્નિના ખાતામાં ફીક્સ રકમ જમા થશે

 

- ગૃહિણીને આત્મનિર્ભર થવાની નવી દિશા ખુલશે ઃ આવકારદાયક વિચાર

 

સંસદના સત્ર ફલોપ જાય, કેન્દ્ર સરકાર ઉથલે તેવી વાતો થતી હોય, ત્રીજો મોરચો રચાય એવી શક્યતા ઉભી થવાની ચર્ચા પણ ચાલી રહી હોય ત્યારે એમ લાગે કે સરકાર આર્થિક સુધારામાં અટવાઈ છે એવા સમયમાં સામાજીક સુધારણા બાબતે વિચારવાનો સમય તો કોની પાસે હોય ?!
જોકે સામાજીક સુધારણાના પગલાં ધીરે ધીરે પણ મક્કમ રીતે ચાલ્યા કરતા હોય છે. આવા સુધારા ઘણીવાર આર્થિક સુધારા કરતા વધુ મહત્ત્વના સાબિત થાય છે. આવા સુધારા કંઈ સીંગલ બારી સિસ્ટમ જેવા નથી હોતા. પરંપરાવાદ અને રૃઢિવાદને વરેલા આપણા સમાજમાં સુધારાની પહેલ શિક્ષિત વર્ગ કરે છે એમ મનાય છે. જોકે પરિસ્થિતિ વિચિત્ર છે. આવા ભણેલા-ગણેલા લોકો પણ દહેજ જેવા દૂષણનો ભોગ બનતા હોય છે.
ઘણીવાર એવું બન્યું છે કે દહેજની માગણી તબીબી ક્ષેત્રે અનુસ્નાતકની પદવી ધરાવનાર પણ કરતા હોય છે અને જેલની સજાનો ભોગ બનતા હોય છે.
લખવાનું તાત્પર્ય એ છે કે સમાજ સુધારણાની સિસ્ટમ કાયદો હોવા છતાં ખૂબ ધીરે થતી હોય છે. આવો સુધારો ઈચ્છતા લોકોમાં કાયદો નવું બળ પૂરું પાડે છે તેમ છતાં કેટલાક સામાજીક દૂષણો આજે પણ ઠેરના ઠેર છે. નવી પેઢીમાં સામાજીક દૂષણોનો સામનો કરવાની ક્ષમતા છે પરંતુ સામાજીક સંજોગોનો તે પણ શિકાર બને છે. તેમ છતાં દહેજ જેવા સામાજીક દૂષણ સામે સમુહ લગ્નોત્સવ જેવા ઉત્સવો મદદે આવ્યા છે. ઘણી જ્ઞાાતિવાળાઓએ દહેજ આપવા-લેવાની સિસ્ટમ સામે કડક ઠરાવો કર્યા છે.
પતિ પગાર મેળવે છે પરંતુ ઘર પત્નિ ચલાવે છે. આ વાત પરંપરાગત છે. હવે પરિવર્તનનો યુગ આવ્યો છે. સરકાર એમ માનતી થઈ છે કે પતિ દર મહિને જે પગાર લાવે છે તેનો ચોક્કસ હિસ્સો પત્નિને પણ મળવો જોઈએ. મુદ્દામાં તથ્ય છે.
જે પત્નિ આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત હોય અને સંતાનો ઉછેરવામાં વ્યસ્ત હોય તે પણ પતિના પગારના કેટલાક ટકા નિયમિત રીતે મેળવવા પાત્ર છે.
એક તરફ પરિવર્તનના પવનની વાતો ચાલે છે તો બીજી તરફ પતિ દ્વારા પત્નિઓને થતી મારઝૂડ જેવા કિસ્સાઓ પણ વધ્યા છે. છુટાછેડાના કિસ્સાઓ પણ વધ્યા છે. પત્નિની જવાબદારી ઘર પ્રત્યે સંતાનો પ્રત્યે, જીવનમાં તેની સ્થિરતા બાબતે વધુ હોય છે.
ઘણાં કિસ્સાઓમાં એવું બને છે કે પતિના આર્થિક વ્યવહારો, બેંકના ખાતા, વીમાની વિગતો વગેરેથી પત્નિને અજાણ રખાઈ હોય છે. ક્યારેક કોઈ અકસ્માતમાં પતિ મૃત્યુ પામે છે ત્યારે પત્નિની સામે નર્યો અંધારપટ હોય છે. છત્તે પૈસે તેને મુશ્કેલી વેઠવી પડે છે.
સરકાર જે સિસ્ટમ ઉભી કરવા માગે છે તે હજુ પ્રારંભિક સ્તરે છે. આ અંગે ચર્ચાતા મુદ્દામાં પત્નિને પતિના પગારમાંથી સીધી જ ચોક્કસ રકમ મળી જાય તેવી સિસ્ટમ ગોઠવાશે. ઉદાહરણ તરીકે પતિનો પગાર ૨૦ હજાર છે તો તેની ૩૦ ટકા રકમ પત્નિના ખાતામાં પગાર સાથે જ જમા થઈ જાય!! એટલે કે પત્નિને મહિને રૃા. ૬૦૦૦ સીધા જ મળી જાય!!
આ વાંચીને ગૃહિણીઓનું મન ઠરે તે સ્વભાવિક છે. આવું પરિવર્તન સૌ ઈચ્છે છે પરંતુ આ તો સરકાર છે તેની નીતિઓ ગોકળગાયની રીતે ધીરે ધીરે અમલમાં મુકાય છે.
આગળ લખ્યું છે એમ પત્નિને પગારનો હિસ્સો આપવો એ બાબત પરની વિચારણા પ્રાથમિક સ્તરે છે. આવી બાબતો શરૃઆતમાં કાચબા ગતિએ આગળ વધે છે. અનેક સંગઠનોના અભિપ્રાય લેવાય છે, તેની સંભવિત અસરો પર ચર્ચા થાય છે પછી આગળ વધાય છે. પ્રાઈવેટ કંપનીઓ સાથે પણ સત્તાવાળાઓ ચર્ચા કરશે. જે ગૃહિણી ઘર ચલાવે છે તેના પતિના પગાર પૈકીની ચોક્કસ રકમ તેના ખાતામાં પગારના દિવસે જ જમા થઈ જાય તેવા આયોજન અંગે પણ વિચારાઈ રહ્યું છે.
પુરૃષ સમોવડી સ્ત્રી બની રહી છે તે દશ ટકા સ્ત્રીઓમાં શક્ય બન્યું છે. હવે પતિના પગારમાંથી સત્તાવાર રીતે હિસ્સો આપવાની વાત સામાજીક સુધારણાની દિશામાં પહેલ સમાન બની શકે છે.
દરેકને થશે કે હાલમાં આવો વિચાર ક્યા સ્ટેજ પર છે?? આ વિચાર હજુ શરૃઆતના સ્ટેજ પર છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ મુદ્દે દરખાસ્ત રજૂ કરી છે. હોમમેકર્સ માટેની સોશ્યો-ઈકોનોમીક એમ્પાવર્ડ કમિટી આ અંગે ચર્ચા-વિચારણા કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને દરખાસ્ત મોકલશે. ફરી પાછી આ દરખાસ્ત સંલગ્ન ખાતાઓમાં ફરશે.
દરેકનો અભિપ્રાય માગવામાં આવશે. વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા થશે. ફરી પાછી એક કમિટી બનશે. ત્યારબાદ સર્વસંમતિથી બીલ બનશે. આ બીલને સંસદમાં પાસ કર્યા પછી કાયદો બનશે અને અંતે તેનું અમલીકરણ થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 

 

 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved