Last Update : 25-September-2012, Tuesday

 
મોંઘવારી ઘટાડી નહીં શકતી પણ ઉલટાની વધારી રહી છે એ મનમોહનની કોંગ્રેસ સરકારને દરિયામાં ફેંકી દો!
- પ્રધાનો અને મુખ્યપ્રધાનોના હાથમાં રમી રહેલાં વડાપ્રધાન મનમોહનસિંહ દેશની જનતાને છ છ વર્ષથી પીડી રહ્યા છે.
- દિશાશૂન્ય અને કોંગ્રેસ કરતાં વધારે ખરાબ ભાજપ મનમોહનસિંહની નબળાઈનો લાભ લઈ રહી છે.

છેલ્લા છ-સાત વર્ષથી દેશ એટલે દેશની જનતા અગ્નિની આગમાં પીડાઈ રહી હોય એમ મોંઘવારીની આગમાં પીડાઈ રહી છે. પરંતુ જેમના કારણે દેશની સામાન્ય જનતા આ રીતે પીડાઈ રહી છે એ વડાપ્રધાન મનમોહનસિંહ, યોજના પંચના આહુલવાલિયા, ચિદંબરમ્ નાણાપ્રધાન જેવાઓના પેટનું પાણી પણ નથી હલતું. ઉલટાનું કહે છે કે... હજી વધુ આગમાં શેકાવા તૈયાર રહો. પ્રજાએ પેટે પાટા બાંધીને પણ પ્રગતિમાં સાથ આપવો પડશે. (કેમ? અમે તમને ચૂંટયા એટલે? અમે તમને સત્તા પર બેસાડયા એટલે? ભાજપ અમને બદતર લાગ્યો એટલે અમે તમને સત્તા પર બેસાડયા... તો ભાજપને તમે સારો કહેવડાવ્યો... અને તમે બન્નેએ થઈને અંગ્રેજોને સારા કહેવડાવ્યા.) તમારી અણઆવડતનો ભોગ જનતાએ, દેશે બનવાનું? (ભાજપ રાજ્યોમાં જ્યાં સત્તામાં છે ત્યાં મુખ્યપ્રધાન તાગડધિન્ના અને તાયફાઓના ભોગ જનતાએ બનવાનું અને કોંગ્રેસ સત્તામાં છે ત્યાં કોંગ્રેસની અણઆવડતના ભોગ જનતાએ બનવાનું!... બન્નેના ભ્રષ્ટાચારનો ભોગ તો જનતા બને જ છે... એમાં આ વધારાનું!)
બીજી બાજુ જુઓ તો... એમ લાગે કે... આપણો દેશ અમેરિકા સાથે હરિફાઈ કરી રહ્યો છે. અહિંના મુખ્યપ્રધાન હેલિકોપ્ટરોમાં ઉડયા કરે છે. (કોના...?) અમેરિકાના રાષ્ટ્રપતિ પણ એટલું નહિ ઉડતા હોય! મુખ્યપ્રધાનને મરવાની બીક લાગે છે એટલે અમેરિકાના રાષ્ટ્રપતિને જ હોય એ કરતાં વધુ સિક્યોરિટીનો કાફલો રાખે છે. એ જ્યાં જ્યાં જવાના હોય ત્યાં ત્યાં આગલા દિવસે વીસ વીસ મોટરોનો કાફલો રિહર્સલ કરે. (પેટ્રોલ ડીઝલના રૃપિયા એમમે ક્યાં આપવાના છે?... કોના...?) ભાજપના બધા જ નેતાઓ આવી માનસિક્તાવાળા છે. લૂંટાઈ એટલું લૂંટો! કાલ કોણે દીઠી છે?
ત્રીજી બાજુ, આપણા દેશની સડકો ઉપર દુનિયાભરની લક્ઝુરીયસ મોટરો દોડવા લાગી ે. સૌંદર્ય પ્રસાધનોની વિશ્વસ્તરની સામગ્રી મળવા લાગી છે. દુનિયાના જાણીતા રેસ્ટોરાં અને હોટલોની 'ચેઈન' દેશમાં ઠેરઠેર ખુલવા લાગી છે. મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગને મકાન બાંધવા બેન્કોમાંથી લોન મળવા લાગી, શહેરોની ચારે દિશામાં ઊંચા ઊંચા ફલેટો થવા લાગ્યા. (જાણે ન્યુયોર્ક ઊભું કરવાનું ન હોય!) ઘર માટે આધુનિક સામાન, ફર્નિચર વગેરે ખરીદવા માટે પણ બેન્કો લોન આપતી થઈ ગઈ. પગાર અને પેન્શનની રકમ કદીક સ્વપ્નમાં વિચારેલી એ હકીકતમાં થઈ ગઈ. ગામડે ગામડે વિદેશની કંપનીઓના ઉત્પાદનો પહોંચવા લાગ્યા. આપણા દેશના નાગરિકોને અમેરિકન બદામ, ચીનની લીચી, ઓસ્ટ્રલિયાના સફરજન ઘેર બેઠા મળવા લાગ્યા. નવ-દસ હજારની એક કીલો પરદેશી ખજૂર મળવા લાગી. એક એક લાખ રૃપિયાની ઘડિયાળો, બુટ ચપ્પલ, પર્સ વગેરે વેચાવા લાગ્યા. જે શહેરના એરપોર્ટ ઉપરથી એકાદ વિમાન ચોવીસ કલાકે માંડ ઉડતું ત્યાં ૨૪ કલાકમાં ૩૦-૪૦ વિમાન ઉડવા લાગ્યા અને મુંબઈ-દિલ્હીમાં તો એક એક મિનિટનું એક એક વિમાન ઉડવા લાગ્યું. ભવ્ય હોસ્પિટલો ખુલવા લાગી. ઠેર ઠેર શોપીંગ કોમ્પલેક્સ અને મોલ ખુલવા લાગ્યા જ્યાંની દુકાનોમાં દસ દસ હજાર રૃપિયાનો પગાર મળવાનું સામાન્ય થઈ ગયું. કારો અને ફલેટોની જાહેર ખબરોથી અખબારોના પાના ભરાવા લાગ્યા. બાઈક, સ્કુટર, કારના બુકીંગનું લીસ્ટ બંધ થઈ ગયું. અને કાર, સ્કુટર, બાઈક હાથોહાથ વેચાવા લાગ્યા. હપ્તેથી મળવા લાગ્યા. રેસ્ટોરાંમાં ગમે ત્યાં જાવ શનિ-રવિમાં કલાકોના વેઈટીંગ સિવાય ખાવા ન મળે. મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ૧૦૦ રૃપિયાની ટિકિટ હોવા છતાં શનિરવિ હાઉસફુલ જવા લાગ્યા...
આ શું છે બધું?
આ વિકાસ છે શું?
ચોથી બાજુ... દિવસ આખો ખૂબ મહેનત કરી. ખૂબ ભાગદોડ કરી. અને જે કમાણી કરી એ પેટ્રોલ પદાર્થોની આયાતમાં પધરાવી દીધી. આપણા દેશનું પેટ્રોલિય પદાર્થોની આયાતનું બીલ ૨૦૧૧માં ડોલર ૧,૪૦,૦૦,૦૦,૦૦,૦૦૦ એટલે લગભગ ૨૮,૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૃપિયા થયું હતું. (બધા જ સરકારી નોકરો, પ્રધાનો, મુખ્યપ્રધાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજકીય નેતાઓ વગેરે આપણા જનતાના પેટ ઉપર જ પેટ્રોલ-ડીઝલ... કોના બાપની... કરીને વાપરે છે. એટલે આટલું ખર્વો ખર્વો રૃપિયાનું બીલ થાય છે. એમાં પણ કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલે છે. આયાત બીલ જેટલું વધારે એટલું કમીશન વધારે. ઓએનજીસીનો જે લાખોનો સ્ટાફ છે એ બધાને પેટ્રોલ મફતમાં વાપરવા અપાય છે એટલે આપણી કેડ ઉપર.)
સરકાર કરો દ્વારા કરેલી કમાણી પણ લગભગ આટલી જ છે. એટલે આપણે જનતાએ જે મરી મરીને કમાણી કરીએ ગાયબ!
આ કેવી પ્રગતિ?
આ કેવો વિકાસ?
આ બધું થઈ રહ્યું છે મનમોહનસિંહ અને આહુલવાલિયાના પાપે...પ્રતાપે! આ પ્રગતિથી, આ વિકાસથી બન્ને ખુશ છે. તેઓ હવામાં ઉડે છે. બંને શુદ્ધ બ્યુરોકેટ છે. એકપણ બ્યુરોકેટને જનતાની દરકાર નથી હોતી. અંગ્રેજોએ બનાવેલા બ્યુરોકેટો છે બન્ને. બન્નેના કારણે જનતા બરબાદ થઈ રહી છે. દેશના ખેડૂતોને દસ દસ વર્ષથી આપઘાતો કરવા પડે છે. છતાં બન્નેના પેટનું પાણી નથી હલતું! દોષનો ટોપલો બીજા ઉપર ઓઢાડી દે છે. અને હાથ ખંખેરી નાંખીને જવાબદારીમાંથી છટકી જાય છે.
એમના 'પાપે' કોંગ્રેસ પક્ષ ફરી મરવા પડયો છે. ઠેર ઠેરથી કોંગ્રેસનું ઉઠમણું થવા લાગ્યું છે. જનતાને, મતદારોને એમ થઈ ગયું છે કે... કોંગ્રેસે,મનમોહનસિંહે અમને દગો દીધો છે. ૨૦૦૯માં તેઓ જ્યારે બીજીવાર વડાપ્રધાન થયા ત્યારે જગાવેલી આશાઓના સ્તરે પણ તેઓ ટકી શક્યા નથી. એમણે પોતાની એટલે કોંગ્રેસની સત્તા બચાવવા માટે ભ્રષ્ટોનો બચાવ કરવાનું રાખ્યું. ભ્રષ્ટો ભ્રષ્ટોને સીધા કરવા બોલવાનું એમણે બંધ કર્યું. એમની સામે આંખો કાઢવાનું એમણે બંધ કર્યું અને કશું જ પણ સાંભળવાનું એમણે બંધ કર્યું. એ મૂંગા રહીને આંખો બંધ રાખીને કશું સાંભળવાનું બંધ કરીને જાણે સ્થિતપ્રજ્ઞા હોય એવો ભાવ રાખવા લાગ્યા છે.
પરિણામે બધા જ ક્ષેત્રોમાં, બધા જ મોરચે નિષ્ફળ ગયેલી, નિષ્ફળ રહેલી સરકારના તેઓ મૂંગા ચોપડી થઈ ને ઊભા છે. ખાસ કરીને મોંઘવારી ઉપર અંકુશ રાખવામાં તેઓ સદંતર નિષ્ફળ નીવડયા છે. ભાવો ઘટાડી શકે નહીં તો કંઈ નહીં પણ ભાવો તેઓ સ્થિર પણ નથી રાખી શક્યા અને ઉલટાનું ભાવો વધે એવી નીતિઓ અપનાવે છે!
કોંગ્રેસની રહી સહી પ્રતિષ્ઠા પણ હવે નથી રહી પણ હવે એના અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો છે. કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવું હોય તો સોનિયા ગાંધીએ મનમોહનસિંહને વડાપ્રધાન તરીકે ઉઠાડી મૂકીને કોઈ સબળ વ્યક્તિને ત્યાં બેસાડવી જોઈએ.
એના બદલે ૨૦૧૧ના જાન્યુઆરીમાં ત્યારના નાણાપ્રધાન પ્રણવમુખર્જીની આગેવાની નીચે 'ગુ્રપ ઓફ મિનીસ્ટર'ની રચના કરીને ભ્રષ્ટાચાર અને મોંઘવારી મટાડવા શું કરવું એ સૂચવવા રચના કરેલી. એ પ્રધાનોના જૂથે માથે કોઈ જવાબદારી લેવાના બદલે માજી ફાયનાન્સ સેક્રેટરી અશોક ચાવલાની આગેવાની નીચે એક કમિટી બનાવી જેમાં બધા જ ખાતા (મંત્રાલય)ના સેક્રેટરીઓ અને એડીશનલ સેક્રેટરીઓ હતા. એમને ઘણી સત્તાઓ પણ આપવામાં આવેલી. સરકારી વહીવટમાં પારદર્શિતા અને શુદ્ધતા કેવી રીતે લાવવા જેથી ભ્રષ્ટાચાર અને મોંઘવારી દૂર થાય એ વિષે સૂચનો આ કમીટીએ કરવાના હતા. (જોયું? વડાપ્રધાન પહેલાં પોતાની જવાબદારી પ્રધાનો ઉપર નાંખી... તો પ્રધાનોએ બ્યુરોકેટો ઉપર નાંખી!)
આ કમીટીએ શું કર્યું?
કમીટીએ ૨૦૧૧ના જૂનની ૨ તારીખે ૧૨૦ પાનાનો રિપોર્ટ વડાપ્રધાનને આપ્યો. આ રિપોર્ટ વડાપ્રધાને આપ્યાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો પણ વડાપ્રધાને એમાંતી એક પણ ભલામણનો સ્વીકાર નથી કર્યો. એમણે ૨૫ મે ૨૦૧૨ના દિવસે એ રિપોર્ટ વિશે વિચારણા કરવા કેટલાક સિનીયર પ્રધાનોની મીટીંગ બોલાવી. એમાં યોજના પંચના વડા અને મનમોહનસિંહના બ્યુરોકેટ વિશ્વાસુ મોન્ટેકસિંહ આહુલવાલિયાને પણ બોલાવેલા. આખા દિવસની ચર્ચાના અંતે રાત્રે વડાપ્રધાનના કાર્યાલયે એક પ્રેસ નોટ બહાર પાડીને જણાવ્યું કે, 'ભ્રષ્ટાચાર વગેરે દૂર કરવા માટે કમીટીએ કરેલી ભલામણો ૮૧માંથી ૬૯ ને સ્વીકારવામાં આવી છે. રહી ગયેલી ૧૧ ભલામણોને પાછળથી વિચારવામાં આવશે. જો ભલામણો સ્વીકારવામાં આવી છે એ દરેક ખાતાઓને મોકલી દેવામાં આવી છે અને એની ઉપર પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. વડાપ્રધાનના કાર્યાલયે પહેલાં એવી છાપ ઊભી કરી કે એ બધી ભલામણોનો અમલ કરે છે. પરંતુ કોર્ટમાં એ ફરી ગયું. ખરેખર તો મનમોહનસિંહમાં દેશના ભ્રષ્ટાચાર અને મોંઘવારી દૂર કરવા માટે કોઈ સ્પષ્ટ વિચાર નથી અને દૃષ્ટિ પણ નથી. ફક્ત અમેરિકાની અને પશ્ચિમની નજરે જ એ જૂએ છે. આપણી જનતાને, આપણા દેશને શું જોઈએ છે એનો એમને ખ્યાલ જ નથી.
આવા વડાપ્રધાન ન ચાલે. પણ એમની જગા લઈ શકે એવું કોંગ્રેસમાં કે બીજી કોઈ પક્ષમાં કોઈ છે ખરું? કદાચ જે છે એ ઉડાવ, તાયસબાજ, નાટકીયા, જૂઠાણું ચલાવનાર, સ્વપ્રચારમાં રાચનાર છે. છેવટે 'મેલ કરવત મોચીના મોચી'વાળી કહેવત કહેવી પડે તેમ છે.
- ગુણવંત છો. શાહ

 

ડોશીમાનું વૈદું
- આંબળા બાફીને ખાવાથી ખાંસી મટવામાં લાભ થશે.
- પરસેવો બહુ જ થતો હોય તો નહાવાના પાણીમાં ફટકડી નાંખવી.
- એક ચમચી શુદ્ધ ઘીમાં હીંગ નાંખીને પી જવાથી પેટના દુખાવામાં રાહત થશે.
- વજન વધારવું હોય તો દરરોજ બે કેળા ખાવ અને ઉપર દૂધ પીઓ.
- વજન વધારવું હોય તો દરરોજ કસરત કરો અને પછી કસરત કરવાનું એક વર્ષ પછી બંધ કરી દો એટલે શરીરનું વજન અચુક વધશે.
- ઊંઘ ન આવવાની ફરિયાદ હોય તો સૂતા પહેલાં તાળવામાં સરસવના તેલનું માલિશ કરો.

 

ડિંડક
'ટીમ અણ્ણા'ના નામે ચરી ખાનારાઓ
'ટીમ અણ્ણા'ના નામે અમદાવાદમાં અને ગુજરાતમાં ઠેર ઠેર ચરીખાનારાઓ છે એમ દેશભરના ગામેગામ પણ ચરી ખાનારા છે.
જોકે ટીમ અણ્ણાના નામે સૌથી વધુ ચરી ખાનાર અરવિંદ કેજરીવાલ છે. ('નેટવર્ક' એક વર્ષથી એ કહેતું રહ્યું છે. ટૂંકી બુદ્ધિનાઓ એથી ગુસ્સે થઈને ધમકીઓ પણ આપતા) અરવિંદ કેજરીવાલે દેશભરમાંથી એ નામે કરોડો રૃપિયાનું ફંડ પણ ભેગું કર્યું જે ખર્ચીને એ જંતરમંતર પર ભાડુતી માણસો ભેગા કરતો અને ટીવીમાં પોતાની અને અણ્ણાની મુલાકાતો રૃપિયા આપીને પ્રસારિત કરાવતો. એ પરદેશી સંસ્થાનું કામ પણ કરે છે જેનું ફંડ પણ એને દર વર્ષે લાખો રૃપિયા મળે છે.
અણ્ણાના નામે ચરી ખાનારા કિરણ બેદી બીજા છે. હવે એમની સાથે વાત કરવાનું પણ અઘરું મુશ્કેલ થઈ ગયું છે. એમના મોબાઈલ ઉપર નવો નંબર જોઈને એ ફોન કટ કરી નાંખે છે.
અણ્ણાના નામે ચરી ખાનારો નાનો કાર્યકર્તા કે પટાવાળો પણ રોફ મારતો થઈ ગયો છે અને મોટો નેતા હોય એમ સેક્રેટરી (પી.એ.) રાખતા થઈ ગયા છે.
એક કુમાર વિશ્વાસ નામનો વ્યક્તિ જંતરમંતરના સ્ટેજ ઉપર ધુસીને અણ્ણાના નામે મોટો થઈ ગયો! એ કવિ છે. હવે એ કવિ સંમેલનોમાં હજારો રૃપિયા કમાતો થઈ ગયો છે.
સિસોદિયા નામનો પણ એક અલેલટપ્પુ 'નેતા' બનીને ફરે છે.
કરોડો રૃપિયાની કરચોરી વર્ષોથી છૂપાવનાર પેલા બાબા રામદેવ જેમ ભ્રષ્ટાચાર અને કાળાનાણા (વિદેશમાં છે એ... અહિંનાં નહીં...)ના નામે લાંબુ નહીં વિચારી શક્તી જનતાના ભોળપણનો લાભ લેતા રહ્યા છે. એમ આ અણ્ણા ટીમ પણ જનતાને ઉલ્લુ બનાવીને લાભ લેતી રહી છે.
અણ્ણા આ સમજી જતા એમના ગામ ભેગા થઈ ગયા.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved