Last Update : 25-September-2012, Tuesday

 

ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક

- આઝાદીની ચળવળના ચાલકબળ બનેલા કાપડને નવો આયામ આપવા મેદાને પડયાં છે કેટલાંક ફેશન ડિઝાઈનરો.

 

 

ગાંધી જયંતિ આવવાને હવે ઝાઝો સમય નથી. ત્યારે લોકોને ફરીથી ખાદીની યાદ આવવા લાગી છે. ચરખો આપણી આઝાદીની ચળવળનો ચાલકબળ બન્યો હતો પરિણામે ખાદી આપણા માટે રાષ્ટ્રાભિમાન બની છે. આમ છતાં અફસોસની વાત એ છે કે આઝાદીની ચળવળમાં મહત્ત્વનો 'ભાગીદાર' બનનાર ચરખા પર કંતાયેલી ખાદીના લેવાલની સંખ્યા જૂજ છે. તેને લોકપ્રિય બનાવવાના કેટલીક સેલિબ્રિટીઓના પ્રયાસો ખાસ રંગ લાવ્યા નથી.
વર્ષ ૨૦૦૧માં વસુંધરા રાજે રાજ્યના લઘુ ઉદ્યોગ પ્રધાન હતા ત્યારે તેમણે ખાદીને ગ્લેમરાઈઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ૧૧ વર્ષ પછી પણ તેનું ધાર્યું પરિણામ પ્રાપ્ત નથી થયું. ખાદીની લોકપ્રિયતા અત્યંત મંદ ગતિએ આગળ વધી છે.
શહેરોમાં આવેલા ૧૨ જેટલાં ખાદી ગ્રામોદ્યોગ ભવન અને સમગ્ર દેશમાં આવેલા અન્ય ૭,૦૫૦ જેટલાં રિટેલ આઉટલેટ મોટાભાગે ઉપેક્ષિત અવસ્થામાં જોવા મળે છે. ત્યાંના સ્ટાફના ચહેરા પર કોઈ જાતની લાગણી દેખાતી નથી. અક્ષુબ્ધ ચહેરા ધરાવતો સ્ટાફ અને શેલ્ફ તેમ જ હેંગરમાં ધૂળ ખાતાં તૈયાર વસ્ત્રો જોઈને લોકો ખાદીની દુકાન તરફ પગ માંડવાનો જ પ્રયત્ન નથી કરતાં. વાસ્તવમાં ખાદીની ગુણવત્તા, ડિઝાઈન બદલવાનો સમય પાકી ગયો છે, પણ અહીં એવું કરવામાં કોઈને ખાસ રસ હોય એમ લાગતું નથી.
અફસોસની વાત એ છે કે જે સમયમાં 'ઓર્ગેનિક' શબ્દ જાદુઈ અસર કરતો હતો ત્યારે પણ આપણી પોતીકી ખાદીના લેવાલોની સંખ્યા જૂજ હતી.
એક વખત અભિનેતા મહેશ માંજરેકરે કહ્યું હતું કે ખાદીનું વેચાણ ઘણું ઓછું છે. ખાદીના કોટનના કપડાની એક મીટરની કિંમત ૮૦ રૃપિયાથી લઈને ૫૦૦ રૃપિયા સુધી થવા જાય છે, જ્યારે ખાદી સિલ્કની કિંમત ૨૦૦૦ રૃપિયા સુધી પહોંચે છે. વસુંધરા રાજેએ જોકે ખાદીને સમય અનુસાર બદલવાનો પ્રયત્ન કર્યો હતો. વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા અને બહેતર આવક માટે નવા ચરખા અને લૂમ શરૃ કરવામાં આવ્યા હતા. ફેશન ડિઝાઈનરોને ખાદીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિયમિત રીતે ખાદીના પ્રદર્શન યોજવામાં આવતા હતા અને 'ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન' (કેવીઆઈસી) સ્ટોર પણ શરૃ કરવામાં આવ્યો હતો. એક સમયમાં રાજકીય નેતાઓનો ડ્રેસ કોડ બની ગયેલી ખાદીને આધુનિક-ફેશનેબલ સ્પર્શ આપવાની જરૃર હતી. કેટલાંક ફેશન ડિઝાઈનરોએ ખાદીને નવો આયામ પણ આપ્યો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved