Last Update : 25-September-2012, Tuesday

 

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ

- શહેરની પાર્ટીઓમાં કોણે શું પહેર્યું છે અને ક્યા ડિઝાઇનરના લેબલનો એ ડ્રેસ છે એ જાણવાની લોકોને વધુ ઇંતજારી રહે છે.

કેટલાક દાયકાઓ પૂર્વે પાર્ટી શબ્દનો ઉપયોગ માત્ર રાજકારણી પક્ષ માટે જ થતો હતો. સામાન્ય લોકોને મન પાર્ટી એટલે ઉજવણી એ અર્થ નાનકડા સામાજિક પ્રસંગોની ઉજવણી પૂરતો જ સિમિત હતો. ભવ્ય મિજલસ ઉર્ફે પાર્ટી શ્રીમંતો પૂરતી જ સિમિત હતી પરંતુ આજે જમાનો બદલાઇ ગયો છે. આજનો યુગ પાર્ટીનો છે. નાના-નાના સામાન્ય કારણો માટે મસમોટી પાર્ટી રાખવામાં આવે છે અને આ પાર્ટીમાં લોકો બની ઠનીને જાય છે. આજની પાર્ટીઓ એક ફેશન શો બની ગઇ છે. પાર્ટીઓમાં કોણે શું પહેર્યું છે અને ક્યા ડિઝાઇનરના લેબલનો એ ડ્રેસ છે એ જાણવાની લોકોને વધુ ઇંતજારી રહે છે અને આ કારણે ડ્રેસડિઝઆઇનરોને પણ બખ્ખાં થઇ ગયા છે. ગયે મહિને લગભગ એક જ સપ્તાહમાં ત્રણ ડિઝાઇનરોએ તેમના પાર્ટી ફ્રોક્સ અને સ્મોક્સ બજારમાં મૂક્યા હતા. આજે તો પુરુષો પણ ડિઝાઇનર ડ્રેસ પહેરી પાર્ટીઓમાં મ્હાલતા જોવા મળે છે. તો પછી નારીઓની વાત થઇ શકે તેમ જ નથી ફિલ્મી હીરોઇનોના માનીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ વિવિધ ડિઝાઇનોથી સજાવેલા ડેનિમ પર શોભે એવી કુરતી તૈયાર કરી છે અને પાર્ટી શોખીન લલનાઓ આ પોશાક પર ઓળઘોળ થઇ ગઇ છે. આમ પણ ડેનિમ યુવતીઓનો માનીતો પોશાક છે. પૂર્વ-પશ્ચિમની ફેશનનો સુભગ સમન્વય માનુનીના મનને લોભાવી ગયો છે.
અન્ય એક લોકપ્રિય ડિઝાઇનર ગૌતમ કપૂરે સિન્થેટીક કપડાનો ઉપયોગ કરી ચળકતા તેમજ શરીર પર ચપોચપ બેસે એવા આકર્ષક વસ્ત્રો તૈયાર કર્યા છે. તેઓ વિસ્કોસ અને લાયક્રા જેવા કપડા પર નવી ફોઇલ પ્રિન્ટીંગ ટેકનિકનો વપરાશ કરે છે. જ્યારે અસીમ ખાન નામના એક ટોચના ડિઝાઇનર માને છે કે ક્લબવેર ચળકતા હોય એ જરૃરી નથી. આ પરિધાનો આકર્ષક તેમજ તમારા વ્યક્તિત્વ સાથે ભળી જાય એવા હોવા જોઇએ. તમારો પોશાક તમારું વ્યક્તિત્ત્વ ઝાંખુ પાડી દે એવા હોવા ન જોઇએ.
કેટલાક ડિઝાઇનરોએ આકર્ષક રંગના કપડા પર આભલા અને મેટલ વાપરી શર્ટ, જીન્સ અને ડ્રેસ બનાવ્યા છે. આ પોશાકો પણ પાર્ટીઓની શોભા બની ગયા છે.
વિવિધ આકારના કટ તેમજ ડિઝાઇન કરેલા ડેનિમ પર કાચ, મણકા અને ફુમતાવાળા શિફોનના ટોપ્સ પહેરી ફેશનેબલ માનુનીઓ પાર્ટીમાં મ્હાલે છે. જ્યોર્જેટ અને ડેનિમ ડાન્સ કરતી વખતે સુવિધાજનક હોવાનું આ ડિઝાઇનરોનું માનવું છે.
પાર્ટીના આ યુગમાં ક્લબવેરની ડિમાન્ડ દિવસે નથી વધતી એટલી રાત્રે વધે છે. બજારમાં મૂકાતા જ આ પોશાકો ગરમાગરમ બટાટાવડાની જેમ ચપોચપ વેચાઇ જાય છે. ફેશનપરસ્ત નારીઓને મન કિંમતનું ખાસ મહત્ત્વ હોતું નથી. તેમને તો બસ પાર્ટીમાં વટ પડી જાય એવો પોશાક ખપે છે. જો કે આધુનિક ડિઝાઇનરો પણ શાણા બની ગયા છે. તેઓ સમજી ગયા છે કે ગ્રાહકો જ આખરે રાજા છે. આથી કિંમત પરવડે તેવી રાખવામાં આવશે તો જ તેમને લાભ થશે અને ગ્રાહકોને તો ડિઝાઇનરોના લેબલો સસ્તામાં મળે એટલે સ્વર્ગ લાભ્યું હોય એવો આનંદ થાય છે. આમ બંને પક્ષ ખુશ રહે છે અને પાર્ટીનું વાતાવરણ પણ ખુશનુમા રહે છે. પાર્ટી શોખીનોને આથી વિશેષ શું જોઇએ?

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved