Last Update : 25-September-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

નજરો મંડાઇ છે ચાર 'મ' પર
નવી દિલ્હી,તા.૨૪
સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)એ ઉભા કરેલા રાજકીય ઝંઝાવાતનું રસપ્રદ પરિણામ ચાર 'મ'ની આસપાસ ઘૂમરાય છે, ઃ મનમોહન, મુલાયમ, માયાવતી અને મમતા. મનમોહને એફડીઆઇ વિષે નિર્ણય કર્યો અને તેઓ વધુ સુધારાને આગળ ધપાવવા માટે મક્કમ છે. મમતાએ ટેકો ખેંચી લઇને મનમોહનની સરકારને મુશ્કેલીમાં મુકી અને હવે એમણે સખત વલણ અપનાવ્યું છે. તેઓ આગામી તા.૧ ઓકટોબરથી દિલ્હીમાં ધરણા કરી રહ્યા છે. અને છેલ્લે સરકાર પોતાના અસ્તિત્વ માટે મુલાયમ અને માયાવતી પર આધારિત છે. આ ચાર 'મ' એ સોશ્યલ મિડિયા પર શાબ્દિક યુધ્ધ શરૃ કરાવી દીધું છે. સાયબર ચર્ચા બંને પાસાને રજુ કરે છે. સુહેલ શેઠ ટ્વીટર પર જણાવે છે કે મનમોહન એક સારી વ્યક્તિ છે, પરંતુ એમની નીતિઓના લીધે તેઓ વિવાદોમાં ફસાય છે. પાંડે નિધિ શેઠ કહે છે ઃ ''કોંગ્રેસ અને ભાજપ લડી રહ્યા છે, પરંતુ લાભ મમતાને થયો છે.'' ટ્વીટર પરની એક બીજી ટિપ્પણમાં જણાવાયું છે ઃ ''વડાપ્રધાનના પૈસા ઝાડ પર ઉગતા નથી, પરંતુ તેઓ દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં નિષ્ફળ નીવડયા છે.'' રમેશ શ્રીવાતા મમતા પર ટિપ્પણી કરે છે ઃ ''એમને યુપીએના ભ્રષ્ટાચારની ચિંતા નથી, પરંતુ એમણે એફડીઆઇના મુદ્દે પ્લગ કાઢી લીધો છે.'' વિજય દ્વિવેદી કહે છે ઃ ''માયાવતી અને મુલાયમ એફડીઆઇના નિર્ણય પછી પ્રસિધ્ધ થઇ ગયા છે.'' ટ્વીટર પરના એક વધુ ઉલ્લેખ અનુસાર ઃ 'જો વડાપ્રધાન યાદોને લખવા બેસે તો ચેતન ભગતે એમને મદદ કરીને એમાં ચાર ઉલ્લેખ કરવા જોઈએ' '૨જી, ૩જી, સોનિયાજી અને રાહુલજી'.
પ્રણવે સભ્યસંખ્યાના ડરે FDI ને રોકેલું
આરોગ્ય પ્રધાન ગુલામનબી આઝાદે એફડીઆઈ સંબંધી નિર્ણયને વિલંબમાં નાખવા બદલ મમતાની ટીકા કરી છે, પરંતુ ઉચ્ચ સરકારી વર્તુળોના મતાનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી અગાઉ વડાપ્રધાન એફડીઆઈ અંગેના નિર્ણયના અમલ માટે આતુર હતા, પરંતુ એ વખતે નાણાપ્રધાન અને લોકસભામાં ગૃહના નેતાએ બંને પદ સંભાળી રહેલા પ્રણવ મુખરજી લોકસભામાં સરકારપક્ષે ઓછી સભ્યસંખ્યાથી ચિંતિત થઈ વડાપ્રધાનને એફડીઆઈ મુદ્દે આગળ વધતા અટકાવ્યા હતા. યુપીએ-૧ વેળા વડાપ્રધાન એમના માનીતા વિષય ભારત - અમેરિકા અણુ કરાર મુદ્દે આગળ વધ્યા એ પછી યુપીએ કેવી રીતે ટકી રહ્યું એ વિષે પ્રણવ મુખરજી સુવાકેફ હતા. ગત ડિસેમ્બરમાં સંસદમાં તોફાન પછી એફડીઆઈને કામચલાઉપણે બાકી રખાયુ હતું. દાદાએ એ વેળા વચન આપ્યુ હતું કે સરકાર સર્વસંમતિ ઉભી કર્યા પછી જ એ મુદ્દે અંતિમ નિર્ણય લેવો.
દાદાની વિદાયથી પીએમ અને સોનિયાની હિંમત વધી
દાદા રાષ્ટ્રપતિ ભવનમાં બેસતા, વડાપ્રધાન અને સોનિયા બંનેએ રાહતનો શ્વાસ લીધો છે. દાદાને રાષ્ટ્રપતિબદની ચૂંટણીમાં મળેલા વ્યાપક ટેકાથી વડાપ્રધાન અને સોનિયાનું મનોબળ જબરદસ્ત વધ્યું છે. એટલું જન હિ, એફડીઆઈનો વિરોધ કરી રહેલાં મમતા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એકલાં પડી ગયાં હતા. કોલગેટ મુદ્દે ચોમાસુ સત્રના થયેલા ધોવાણે કોંગ્રેસને સંકેત પાઠવ્યો કે 'કામ કરો અથવા ખસી જાવ' સરકારે શોપ સમિતિ રચી કે જેણેએફડીઆઇના નિર્ણયની તરફેણ કરી જો કે કોંગ્રેસના નેતાઓને ચિંતા છે કે એફડીઆઇ વિવાદ સંસદના શિયાળુ સત્રને થીજવી ના દે !

ભાજપને ફટકો, પી.એમ.ને પ્રતિષ્ઠા
સરકાર ટકવા વિષે કોંગ્રેસને ખાતરી થયા પછી ભાજપના બે વરિષ્ઠ નેતાઓ અરૃણ શૌરી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન બી.સી.ખંડુરીએ વડા પ્રધાનનો બચાવ કરીને એમનાપક્ષને ક્ષોભમાં મુકી દીધો છે. શૌરીએ ડીઝલના ભાવ વધારાનો તેમજ એફડીઆઇ વિષેના નિર્ણયનો બચાવ કર્યો છે, જ્યારે ખંડુરીએ વડાપ્રધાનને મહાન અર્થશાસ્ત્રી ગણાવ્યા છે. એમણે એમ પણ કહી નાંખ્યું છે કે વડાપ્રધાન વિવિધ દબાણોના પરિણામે ધાર્યો દેખાવ કરી શકતા નથી. શૌરીએ જણાવ્યું છે કે ડીઝલનો ભાવ વધારો સમયની જરૃરીયાત છે અને એફડીઆઇ સંબંધી નિર્ણયથી ના લાભ છે કે ના નુકસાન. શૌરીના મતે ઘણા વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ માટે તૈયાર નથી. જયારે ભાજપ શૌરીના બખાળા સામે ચૂપ છે.
દીદીની જીત, બંગાળની હાર ...?
મમતાએ યુપીએ સરકારને લઘુમતીમાં મૂકીને કદાચ યુધ્ધ જીત્યું છે, પરંતુ બંગાળે એના મહત્વના પ્રોજેકટ માટે જરૃરી રૃપિયા એક લાખ કરોડનું કેન્દ્રીય પેકેજ ગુમાવ્યુ છે. રૃા.૭૦,૦૦૦ કરોડના રેલવેપ્રોજેકટ હવે નવા રેલવે પ્રધાન સી.પી.જોષીની મુનસુફી પર આધારીત છે. નવા પ્રધાન શકય છે કે નવી પ્રાથમિકતાઓ નક્કી કરે. ઓલઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ એઇમ્સ જેવી હોસ્પીટલને ઉત્તર બંગાળથી તૃણમૂલ કોંગ્રેસના ગઢરૃપ દક્ષિણ બંગાળમાં ખસેડવાની દરખાસ્તનું ભાવિ પણ હવામાં અધ્ધરતાલ રહે એમ છે, એમ સૂત્રોએ જણાવ્યું.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved