Last Update : 25-September-2012, Tuesday

 

જો પાકિસ્તાન જીતશે તો ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે સુપર-એઇટનો જંગ
આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો

મોટાભાગની ટીમોને પાંચમા મેજિક-બોલરની તલાશ

ગાવસ્કરની કોલમ

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેના ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપના જોરદાર મુકાબલામાં વરસાદે વિધ્ન નાંખ્યું, નહીંતર મુકાબલો રોમાંચક થાય તેમ હતો. ઓસ્ટ્રેલિયનો આમ તો વિન્ડિઝ કરતાં ઘણા આગળ હતા. તેમ છતાં જો આખરી ઓવરો રમાઇ હોત તો મુકાબલો રોમાંચક બને તેમ હતો. કારણ કે આઉટ થવા માટે માત્ર એક જ બોલની જરૃર હોય છે.
વરસાદી વાતાવરણ હોય ત્યારે મોટાભાગની ટીમો પ્રથમ ફિલ્ડિંગ કરવા ઇચ્છતી હોય છે. જેના કારણે આખરે તેમને ખબર પડે કે તેમને કેટલી ઓવરમાં કેટલા રન કરવાના છે. આવી સ્થિતીમાં મોટાભાગે ટીમમાં ચાર નિષ્ણાત અને એક પાર્ટટાઇમ બોલર હોય છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પાસે તો એવા ઓલરાઉન્ડર્સ છે, જેઓ બેટિંગ અને બોલિંગ બંનેમાં નિષ્ણાત છે. જેના કારણે તેમને ટીમ કોમ્બીનેશનમાં વધુ છેડછાડ કરવી પડી નથી પણ બાકીની ટીમો પરેશાન છે. તેઓ દરેક મેચ પહેલા નવેસરથી કોમ્બીનેશન ગોઠવે છે.
પાકિસ્તાનને આખરે પ્રથમ મેચ રમવા મળી અને તેઓ તેમાં જીત્યા પણ ખરા. ન્યુઝીલેન્ડે ચતુરાઇ બતાવી. તેઓને ખબર પડી ગઇ કે તેઓ પડકાર ઝીલી શકવાના નથી એટલે તેમણે સ્કોરબોર્ડને ફરતું રાખ્યું અને પડકારની શક્ય તેટલા નજીક જવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી રનરેટમાં મદદ થઇ શકે.
તેમનું ગુ્રપ એવું ગુ્રપ હતું કે જેમાં ટીમો વચ્ચેની સ્પર્ધા ખુબ જ નજીકની હતી. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ બાદ તેમની રાષ્ટ્રીય ટીમ લાંબા ગાળા બાદ મર્યાદિત ઓવરનું ક્રિકેટ રમી રહી હતી. તેઓએ એશિયા કપમાં જોરદાર દેખાવ કરતાં અપસેટ સર્જ્યા હતા અને આ જ અનુભવ તેમને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમતાં કામ આવશે. જો તેઓ પાકિસ્તાન સામે જીતી જાય તોે નેટ રન રેટના આધારે કઇ ટીમ આગળ જશે તે નક્કી થશે. આ માટે તેમણે સૌપ્રથમ તો સઇદ અજમલની સ્પિન બોલિંગનો સામનો કરવાની ટેકનીક શીખવી પડશે, જેનાથી ટોચના બેટ્સમેનો પણ પરેશાન છે. ભારત પણ ભારે રસપૂર્વક આવતીકાલની મેચ જોતું હશે. જો પાકિસ્તાન જીતશે તો એશિયાના બે પરંપરાગત હરિફો-ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે મુકાબલો થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved