Last Update : 25-September-2012, Tuesday

 
 

ભારતના ગુ્રપમાં ચોથી ટીમ તરીકે લગભગ પાકિસ્તાન નક્કી
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ભારતની ઓસ્ટ્રલિયા સામે ૨૮મી સપ્ટેમ્બરે અને સાઉથ આફ્રિકા સામે ૨જી ઓક્ટોબરે મેચ

ઈંગ્લેન્ડના ગુ્રપમાં શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને વિન્ડિઝ રહેશે

 

કોલંબો,તા.૨૪
ઈંગ્લેન્ડ સામેના ભવ્ય વિજય બાદ ભારત ગુ્રપમાં ટોચનો ક્રમ મેળવતા સુપર એઇટમાં સ્થાન મેળવી લીધું છે. જો કે હવે ભારતને મુશ્કેલ ગુ્રપ મળ્યું છે. ભારતના ગુ્રપ ટુમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો છે, જ્યારે ચોથી ટીમ તરીકે લગભગ પાકિસ્તાન નક્કી મનાય છે. જ્યારે બીજી તરફ ઈંગ્લેન્ડના ગુ્રપમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ નક્કી છે જ્યારે ચોથી ટીમ વેસ્ટ ઇન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચેના મુકાબલાના પરિણાંમને આધારે નક્કી થશે. તે મેચમાં જે જીતશે તે ઈંગ્લેન્ડ સાથે ગુ્રપ વનમાં સ્થાન મેળવશે.
ભારતે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામે પ્રભુત્વ સાથે વિજય મેળવીને ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની દાવેદારી મજબુત બનાવી લીધી છે. ટુર્નામેન્ટમાં ફોર્મેટ પ્રમાણે હવે સુપર એઇટની મેચો શરૃ થવાની તૈયારીમાં છે.
સુપર એઇટની શરૃઆતની બે મેચો ૨૭મી સપ્ટેમ્બરને ગુરૃવારથી રમાવાની શરૃ થશે. જેમાં બપોરની મેચ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડનો સામનો વેસ્ટ ઇન્ડિઝ અથવા આયર્લેન્ડ સામે થશે. સુપર એઇટમાં ભારત સામે ઈંગ્લેન્ડ આસાન ગુ્રપ મેળવવા માટે જાણી જોઇને હારી ગયું હોય તેમ પણ બની શકે છે. કારણ કે શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ કે આયર્લેન્ડ તેમજ ન્યુઝીલેન્ડનો દેખાવ સાતત્યભર્યો જોવા મળ્યો નથી. આ ટીમોને ઓસ્ટ્રેલિયા તેમજ સાઉથ આફ્રિકાની ટીમોના પ્રમાણમાં હરાવવી આસાન હોય છે.
જો કે ગુ્રપ એમાં ટોચનો ક્રમ મેળવતાં ભારતને આ બંને ટીમો સાથેના ગુ્રપમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં માંડ એક મેચ બાકી બચી છે. સોમવારે રાત સુધીમાં ભારતના ગુ્રપમાં ચોથી ટીમ તરીકે પાકિસ્તાન હશે તે લગભગ નક્કી બની જશે. પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો.
જ્યારે ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ સામે પ્રભુત્વ સાથેની જીત મેળવી હતી. હવે પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે એટલે તે ભારતના ગુ્રપમાં આવશે. જો બાંગ્લાદેશ મોટો અપસેટ સર્જે અને અત્યંત મોટા અંતરથી પાકિસ્તાનને હરાવે તો તે ગુ્રપમાં આગળ રહીને ભારતના ગુ્રપમાં આવી શકે.
બીજી તરફ ગુ્રપ વનમાં ઈંગ્લેન્ડની સાથે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ટીમ નિશ્ચિત બની ગઇ છે. જ્યારે ચોથી ટીમનો નિર્ણય આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચના પરિણાંમને આધારે થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ વિન્ડિઝને કચડી ચુકી છે. હવે વિન્ડિઝ આયલેન્ડને હરાવે તેની આશા ચાહકો રાખી રહ્યા છે. સુપર એઇટમાં ભારતનો મુકાબલો ૨૮મી સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે, ૨૦મી સપ્ટેમ્બરે લગભગ પાકિસ્તાન સામે અને ૨૪મી સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકા સામે થશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved