Last Update : 25-September-2012, Tuesday

 

કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

એક મહિનાની લડતને મળી રહેલો પ્રતિસાદ જોતાં લોકોને આ યુવાનની વાતમાં 'દમ' લાગી રહ્યો છે

મુંબઇ તા.૨૪
કરોડો રૃપિયાના કોલસા કૌભાંડ, બેફામ થતો જંગલનો નાશ અને વીજ અછતની સમસ્યા વચ્ચે એકલા હાથે ખંતપૂર્વક અવાજ ઉઠાવનારા બ્રિકેશ સિંહે આશા જન્માવી છે. કોલસા આધારિત વીજ કારખાનું નાખવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા બ્રિકેશ ચંદ્રાપુર ખાતે ઊભા થનારા કારખાના પાસે આવેલા ૩૦ ફીટના ઝાડ પર મહિનાથી રહીને વિરોધ નોંધાવી રહ્યો છે.
જોકે એની લડત હવે પૂરી થવા આવી છે. છતાં એને મળી રહેલો પ્રતિસાદ જોતા આ જાણે જનલડતની શરૃઆત હોય એવું લાગે છે.
ઇશાન મહારાષ્ટ્રમાં મુંબઇથી આશરે ૬૦૦ કિમી દૂર આવેલા ચંદ્રપુરમાં પ્રસ્તાવિત વીજ કારખાનું જે સ્થળે ઊભું થવાનું છે એ સ્થળે આવેલા ઝાડ પર ૧૬ ચો. ફૂટના ઘરમાં રહીને સિંહ દ્વારા નોંધાવવામાં આવી રહેલા મૂક વિરોધ લોકોના ધ્યાને ધીમે ધીમે ચઢી રહ્યો છે અને જનજાગૃતિ ફેલાવી રહ્યો છે.
પર્યાવરણ માટે લડત ચલાવતા ૩૨ વર્ષના સિંહે કહ્યું 'આપણાં જંગલોનો નાશ કરાઇ રહ્યો છે. આપણી વીજળીની જરૃરિયાત માટે કોલસાની ખાણનો ખાતમો બોલાવાઇ રહ્યો છે. આપણે શહેરીજનો એ વાત ભૂલી રહ્યા છીએ કે આપણી વિજળી ક્યાંથી આવે છે અને એનો અસલી ખર્ચ કેટલો છે. મને લાગ્યું કે મારે અહીં (વૃક્ષ પર) રહીને મને જે દેખાય છે તે દેશવાસીઓને જણાવવું જોઇએ.'
તાદોબા ટાઇગર રિઝર્વની પાસે ઝાડ પર રહેવાનો અર્થ થયો કે રાત્રે દીપડા, વીંછ અને સાપની અવરજવર થતી. આવી પરિસ્થિતિમાં ટકી રહેવાના સલાહ સૂચનો તેને ગામવાળાએ આપી હતી. જન્મ અને ઉછેર ઘાટકોપરમાં થયો અને હવે બેંગલોરમાં વસેલા સિંહે કહ્યું 'હું બે દિવસમાં આ પરિસ્થિતિથી કેળવાઇ ગયો હતો. ગામવાળાએ કહ્યું કે જો હું દરવાજો ખુલ્લો રાખીશ તો અચાનક સાપો આવી ચઢે એ માટે તૈયાર રહેવું પડશે. ઉપરાંત રાતે નીચે ઉતરવું એટલે ભૂખ્યાં દીપડાનો ભેટો થવાની સંભાવના ધ્યાનમાં રાખવી. અત્યાર સુધી મેં માત્ર પ્રાણીઓના પગલાં જ જોયા છે.
તેણે પર્યાવરણને અનુરૃપ જીવન ધોરણ પણ અપનાવી લીધું છે. ગામવાળા આપે એ ખોરાક ખાય છે, ઝરણાનું પાણી પીવે છે અને લિમડાના દાતણથી દાંત સાફ કરે છે. તેના ઘરના બે દીવા, પંખો, લૅપટૉપ અને ફોન સૌર્ય ઊર્જાથી ચાલે છે.
આવતા મહિને હૈદરાબાદમાં બાયોડાયવર્સિટી પર યોજાનારા યુએનના સંમેલનમાં કોલસા આધારિત વિજ મથકોને મંજૂરી આપવાની પોતાની તૈયારી સરકાર પડતી મૂકે એ માટે સિંહ દબાણ લાવી રહ્યો છે.' આ વાત માત્ર ચંદ્રપુરને જ લાગે વળગે છે એવું નથી આ દેશમાં ઠેર ઠેર થઇ રહ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતમાં કોઇ નવી ખાણને કાયમ માટે મંજૂરી આપવામાં ન આવે.'
અત્યાર સુધીમાં તેના ટ્રીહાઉસની લગભગ ૭૦૦ લોકોએ મુલાકાત લઇને તેની લડતને ટેકો આપ્યો છે. ચંદ્રપુરના નગરવાસીઓનો તો તેને પૂરો સાથ છે જ સ્થાનિક સાંસદ હંસરાજ આહિરે તેને મળીને તેના ભાષણમાં જંગલોને જાળવવાની જરૃરિયાત પર ભાર આપ્યો હતો.
ગ્રીનપીસ ઇન્ડિયાની 'જંગલિસ્તાન બચાવો'ની ઑનલાઇન ઝૂંબેશમાં ૧.૩૫ લાખ લોકો જોડાયા છે અને કોલસાના નવા બ્લૉક્સની ફાળવણી અટકાવવા વડા પ્રધાનને વિનંતી કરતી અરજી પર અત્યાર સુધીમાં ૯૦,૦૦૦ લોકોએ સહી કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved