Last Update : 25-September-2012, Tuesday

 

રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ

૧૨૦ વરસ જુના પુલના સમારકામ માટે નાણાં છુટા નથી કરાતા

મુંબઇ તા.૨૪
રતલામના ૧૨૦ વરસ જુના ખખડધજ અને જર્જરિત ભૈરવ ગઢ બ્રિજપરથી પસાર થતી ટ્રેનોમાં પ્રવાસ કરીને દિલ્હી-મુંબઇ રૃટ પરના હજારો પેસેંજરો રોજ પોતાના જીવ જોખમમાં મૂકે છે.
રેલવેના એન્જિનીયરોએ આ બ્રિજને ૨૦૦૩-૦૪માં અનુરક્ષિત જાહેર કરી એ રોજની કમસેકમ ૫૦ ટ્રેનોનું પ્રેશર ખમી શકે એ માટે એનું તાકીદે સમારકામ કરવાની ભલામણ કરી હતી. ભૈરવગઢ બ્રિજપરથી પસાર થતી રેલવેની પ્રિમીયમ ટ્રેનોમાં રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ, ગોલ્ડન ટેમ્પલ, અવંતિકા, દુરાન્તો અને સંપર્ક ક્રાંતિનો સમાવેશ થાય છે. એન્જિનીયરો દ્વારા આવી ખતરાની નોંધ (ડિસ્ટ્રેસ નોટ) અપાયાના આઠ વરસ બાદ પણ ડાયવર્ઝન માટેના ટ્રેકસ હજુ તૈયાર નથી. જ્યારે બીજી તરફ, જર્જરિત પુલ એના પરથી પસાર થતી ટ્રેનોના ડ્રાઇવરોને અધ્ધર શ્વાસે રાખે છે.
રેલવે અધિકારીઓ એવો દાવો કરે છે કે ૩૩૦ મિટર લાંબા પુલને અસુરક્ષિત જાહેર કરાયો ત્યારથી એનાપરથી ટ્રેનો કલાકના ૩૦ કિમીની 'નિયંત્રિત ઝડપે' ચલાવાય છે.
નિષ્ણાતો કહે છે કે કોઇ રેલવે બ્રિજને જો 'ડિસ્ટ્રેસ્સડ' (આપત્તિજનક) જાહેર કરાય તો એનો અર્થ એવો થાય કે એના પર તાકીદે ધ્યાન આપવાની જરૃર છે. જ્યારે ભૈરવગઢનો પુલ 'ડિસ્ટ્રેઝસડ' જાહેર થયા બાદ સાત વરસથી સમારકામની વાટ જુએ છે. આ ગુનાહિત બેદરકારીનો જીવતો જાગતો દાખલો છે. વરસોના વિલંબ બાદ રેલવે મંત્રાલયે અંતે ૨૦૧૧માં પુલના સમારકામ માટે ભંડોળ મંંજૂર કર્યું હતું. પરંતુ આ બાબતમાં કોઇ પ્રગતિ દેખાતી નથી. 'પુલના સમારકામ માટે ભંડોળ છુટુ કરવામાં રેલવે મંત્રાલય તરફથી મોડુ થયું છે,' એમ રેલવેના એક માહિતગાર સ્ત્રોતે જણાવ્યું હતું.
'મધ્ય પ્રદેશમાં રેલવે બ્રિજીસની બિસમાર હાલત વિશે હું લોકસભામાં પ્રશ્નો ઉઠાવતી આવી છું. પણ રેલવે મંત્રાલય તરફથી કોઇ પ્રોત્સાહક પ્રતિસાદ નથી મળતો,' એમ ઇન્દોરના સાંસદ સુમિત્રા મહાજને જણાવ્યું હતું. ભાજપના મહિલા સાંસદે તાજેતરમાં મિટર ગેજના એક ખખડધજ પુલનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પરથી પસાર થવામાં એક ટ્રેનના ડ્રાઇવરને બહુ જોખમભર્યું જણાતા એણે ટ્રેન અમુક કિમી રિવર્સમાં લીધી હતી. મધ્ય પ્રદેશમાં આવા ઘણાં બ્રિજીસ છે જેમનું તાકીદે સમારકામ કરવાની જરૃર છે. શું એ માટે આપણે કોઇ કરૃણાંતિકા સર્જાવાની રાહ જોઇ રહ્યા છીએ એવો પ્રશ્ન મહાજને કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved