Last Update : 25-September-2012, Tuesday

 
પરમાણુ કાર્યક્રમના મુદે
ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

અમેરિકાના પીઠબળ વગર ઇઝરાયેલ ત્રાટકવાની હિંમત નહિ કરે

તહેરાન, તા.૨૪
ઇઝરાયેલ સાથેનું ઘર્ષણ ત્રીજા વિશ્વ યુદ્ધને જન્મ આપી શકે છ ેઅને તે તેવા સંજોગોમાં અમેરિકાના લશ્કરી થાણાને નિશાન બનાવશે તેવી ચેતવણી ઇરાને આજે આપતાં સમગ્ર વિશ્વમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
ઇરાનના એરોસ્પેસ ડિવિઝનના જનરલ આમીર અલી હાજીઝાદેહે જણાવ્યું હતું કે જો ઇઝરાયેલ તેના પરમાણુ મથકો પર ત્રાટકશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે. અમે જોઇ રહ્યા છીએ કે અમેરિકા અને ઇઝરાયેલ એકબીજાને જોરદાર ટેકો આપી રહ્યા છે અને અમને એ પણ ખબર છે કે અમેરિકાના ટેકા વગર તે (ઇઝરાયેલ) અમારી પર હુમલો કરી શકે.
'આ જ કારણોસર જો યુદ્ધ ફાટી નીકળશે તો અમારે બન્ને દેશીની સામે યુદ્ધ લડવું પડી શકે છે. તેવા સંજોગોમાં અમે અમેરિકાના લશ્કરી થાણાંને પણ નિશાન બનાવીશુ અને ત્યારે પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જશે અને આવું યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધને દોરી શકે છે.'તેમ તેમણે કહ્યું હતું.
તાજેતરના અઠવાડિયામાં ઇરાન તરફથી આવી ટિપ્પણીઓ અનેક વખત કરાતી હોવાને કારણે પરિસ્થિતિ ખરાબ બની છે. હાલમાં વિવાદનું મૂળ ઇરાનનો પરમાણુ કાર્યક્રમ છે. ઇઝરાયેલ, અમેરિકા અને પશ્ચિમના અન્ય દેશો માને છે કે ઇરાન પરમાણુ શસ્ત્રો બનાવવામાં લાગી ગયું છે જ્યારે તેમના નિવેદનોને ખાળતાં ઇરાનનું રટણ છે કે તેના રીએક્ટરો ઊર્જા અને તબીબી ચીજોનું ઉત્પાદન કરે છે.
અગાઉ ઇઝરાયેલે પણ પરમાણુ વીજળી પ્લાન્ટો પર ત્રાટકવાની ધમકી આપી છે અને અમેરિકાએ પણ તેમાં ઝુકાવવાની વાત કરી હતી. જો તેમ થશે તો ઇરાન પણ મધ્ય પૂર્વમાં અમેરિકાના લશ્કરી થાણાંને નિશાન બનાવશે તેમ જણાવતાં જનરલે કહ્યું હતું કે ઇરાનનું અમેરિકા કે ઇઝરાયેલ સાથે સ્વતંત્ર યુધ્ધની કલ્પના કરવી મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાનની ધમકીને એટલા માટે હળવાશથી ન લઇ શકાય કેમ કે અફઘાનિસ્તાન, બહેરીન અને કતારમાં અમેરિકાના લશ્કરી થાણાં પર ઇરાનની પહોંચની અંદર છે. અમેરિકાના યુધ્ધજહાજોનો પાંચમો કાફલો તો બહેરીનમાં જ છે. અમે તો આ લશ્કરી થાણાં અમેરિકાની જમીન પર જ હોવાનું માનીને કાર્યવાહી કરીશું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved