Last Update : 25-September-2012, Tuesday

 

તૃણમૂલ કોંગ્રેસ યુપીએમાંથી ખસી જતાં...
કેબિનેટમાં ફેરફાર અંગે સોનિયાએ કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી

આજે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં વર્તમાન સ્થિતિનો કયાસ કાઢી ભાવિ રણનીતિ ઘડાશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૪
તૃણમૂલ કોંગ્રેસે છેડો ફાડી નાખી તેના પ્રધાનોને પાછા ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કેન્દ્રના કેટલાક પ્રધાનો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો યોજી હતી. જેના લીધે હવે ટૂંકમાં જ કેન્દ્રીય પ્રધાનમંડળની પુનર્રચના થવાના સંકેતો પ્રબળ બન્યા છે. હાલમાં આર્થિક સુધારાના પગલાંના મોરચે વિપક્ષ અને સાથી પક્ષોના જોરદાર વિરોધનો સામનો કરી રહેલી કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર રાજકીય મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા મથામણ કરી રહી છે. જેને પગલે આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠક યોજવામાં આવશે અને તેમાં ભાવિ વ્યૂહ તૈયાર કરાશે.
આજે સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને જે કોંગ્રેસના અગ્રણી નેતાઓ મળવા ગયા હતા તેમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ, માર્ગ અને પરિવહન પ્રધાન સી.પી. જોશી, નારાયણ રાણે અને મોહન પ્રકાશ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. ચવાણ મુખ્યપ્રધાન બન્યા હોવાથી અને વિલાસરાવ દેશમુખના અવસાનને કારણે ખાલી પડેલા બે ખાતાઓ મહારાષ્ટ્રના નેતાઓને જ સોંપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીએ આ ઉપરાંત આરોગ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ, એઆઇસીસીના ખજાનચી મોતીલાલ વોરા અને તેમના સેક્રેટરી અહેમદ પટેલ સાથે પણ ચર્ચાઓ કરી હતી. આઝાદને પાર્ટીના કામ માટે નિયુક્ત કરવામાં આવે તેવી ચર્ચાઓ હતી પરંતુ તેને કોઇ સમર્થન મળ્યું નથી.
કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહ સુધારાના એજન્ડાને આગળ ધપાવવા મક્કમ હોઇ કેબિનેટની પુનર્રચના જરૃરી બની છે. ટીએમસીના છ પ્રધાનો સરકારને છોડી ગયા બાદ તેમના સ્થાને પશ્ચિમ બંગાળમાંથી બે કે ત્રણ કોંગ્રેસની નેતાઓને તક મળે તેવી શક્યતા નકારી શકાતી નથી. તેમાં ટીએમસી ચીફ મમતા બેનર્જીના વિરોધી મનાતા અધીર ચૌધરી અને દીપા દાસમુંશીના નામો અગ્રસ્થાને છે. પશ્ચિમ બંગાળના પીસીસીના ચીફ પ્રદીપ ભટ્ટાચાર્જીનું નામ પણ ચર્ચામાં છે.
એઆઇસીસી સેક્રેટેરિએટની પુનર્રચના પણ નકારી શકાતી નથી અને કોંગ્રેસના મહામંત્રી અને અમેઠીના સાંસદ રાહુલ ગાંધીને પણ સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં આવે તેવી સંભાવના છે. કેટલાક પ્રધાનો પાસે હાલમાં બે પોર્ટફોલિયો છે. જેમાંથી તેમને એકમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા પ્રધાનોમાં બેની પ્રસાદ વર્મા, કપિલ સિબલ, સી.પી. જોશી, વીરપ્પા મોઇલી અને વ્યાલાર રવિ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત સહિત દેશના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોઇ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અત્યંત જરૃરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી બેઠકનું સુકાન સંભાળશે. તેમાં સીડબ્લ્યુસીના કાયમી સભ્યો અને કાયમી આમંત્રિતો હાજર રહેશે.
આ બેઠકમાં ડીઝલના ભાવમાં વધારા, મલ્ટિ-બ્રાંડ રિટેલમાં એફડીઆઇને મંજૂરી, રાહત દરના એલપીજી સિલિન્ડર પર મર્યાદા જેવા મુદાઓ સામે વિરોધ અને સાથી પક્ષોના ઉગ્ર આંદોલનને ખાળવા માટે પણ વ્યૂહો નક્કી કરવામાં આવશે. તેંલગાણાનો મુદો પણ લાંબાગાળા સુધી સળગતો રાખી શકાય તેમ નથી. એવા સંકેતો છે કે આ મામલે સરકાર ઝડપથી નિર્ણય લેશે. જોકે બેઠકમાં ક્યાં મુદાઓ ચર્ચવામાં આવશે તે અંગે જણાવવાનો કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ ઇન્કાર કર્યો હતો.

મનમોહનની કેબિનેટ માટે ચર્ચાતા નવા નામો
નારાયણ રાણે અને શશિ થરૃરની રિ-એન્ટ્રીની શક્યતા
સી.પી. જોશીએ રેલ મંત્રાલયનો હવાલો સંભાળી લીધા હોવાથી તેમનું નામ આ પોર્ટફોલિયો માટે નક્કી માનવામાં આવે છે. ૧૬ વર્ષના લાંબાગાળા બાદ આ પોર્ટફોલિયો કોંગ્રેસના હાથમાં આવ્યો છે.
એસ.એમ.કૃષ્ણા અને બેની પ્રસાદ વર્માને જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે
આ ઉપરાંત જે નામો ચર્ચામાં છે તેમાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતાઓ દીપા દાસમુંશી, અધીર ચૌધરી અને પીસીસી ચીફ પ્રદીપ ભટ્ટાચારજીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવાણ, આંધ્ર પ્રદેશના સિનેસ્ટાર ચિરંજીવી, તારિક અનવર, જ્યોતિ મિર્ધા, મીનાક્ષી નટરાજન, કે.આર. રહેમાન ખાન, જનાર્દન દ્વિવેદી, મનીષ તિવારી, વિલાસ મુત્તેમ્વર, પી.એલ. પુનિયા, સત્યવ્રત ચતુર્વેદી, નારાયણ રાણે, ગુરૃદાસ કામત અને શશિ થરૃરના નામો પણ કેબિનેટમાં સમાવવા માટે ચર્ચાઇ રહ્યા છે.
જે લોકોને બહારનો માર્ગ દેખાડવામાં આવે તેમાં એસ.એમ.કૃષ્ણા, બેની પ્રસાદ વર્મા, સુબોધ કાંત સહાય, શ્રીપ્રકાશ જયસ્વાલ, મુકુલ વાસનિક અને અગાથા સંગ્માનો સમાવેશ થાય છે. કર્ણાટકના રાજકારણમાં ધ્યાન આપવા માટે કૃષ્ણાને અલગ રાખવામાં આવશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved