Last Update : 25-September-2012, Tuesday

 

રાજ્યોનાં વીજ બોર્ડને રૃા. ૨ લાખ કરોડનાં પેકેજને કેબિનેટની મંજૂરી

આર્થિક બાબતોની કેન્દ્રીય મંત્રીમંડળની સમિતિમાં લેવાયેલો નિર્ણય

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૪
કેન્દ્ર સરકારે ઉર્જા ક્ષેત્રને વેગવાન બનાવવા અને નાણાભીડનો સામનો કરી રહેલા રાજ્ય વિદ્યુત બોર્ડેસ માટે બે લાખ કરોડના રાહત પેકેજને મંજુરી આપતો મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક બાબતોની કેન્દ્રીય કેબિનેટ કમિટી (સીસીએએ)એ રૃા. બે લાખ કરોડના દેવાઓના પુનર્ગઠનને મંજુરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વીજ વિતરણ કંપનીઓના દેવાના પુનર્ગઠનની યોજના ટૂંકમાં ઘડી કાઢવામાં આવશે. વીજ મંત્રાલયે અગાઉ આ બાબતે કેબિનેટ નોંધ પણ તૈયાર કરી હતી. જોકે આ અંગે નાણા મંત્રાલયે પોતાના મંતવ્યો દર્શાવ્યા બાદ આ દરખાસ્તમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે.
જુલાઈ મહીનામાં બે દિવસ છવાયેલા અંધારપટને પગલે વીજ વિતરણ કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે.
ભારતીય વીજળી ક્ષેત્રમાં માળખાગત સુધારાની તાતી જરૃરિયાત ધ્યાને લઈને કેન્દ્રીય કેબિનેટે આ પ્લાનને મંજુરી આપી છે. આ રાહત પેકેજના પગલે વીજ વિતરકો વધુ વીજળી ખરીદીને ઉદ્યોગોને પૂરી પાડી શકશે. અત્યારે દેશના ઘણાં ભાગમાં ઉદ્યોગોને પૂરતો વીજ પુરવઠો ન મળવાને કારણે વીજ ખેંચ પૂરી કરવા ડીઝલ જનરેટર સેટ અને સોલાર પેનલનો ખર્ચ કરવો પડે છે. ગયા સપ્તાહે કેન્દ્ર સરકારે ડીઝલની સબસિડીમાં કાપ મુકતા ઉદ્યોગોને ઉર્જાનો આ વિકલ્પ પણ મોંઘો પડશે.
ગયા સપ્તાહે ડીઝલનો ભાવ વધારો અને રિટેલ સેક્ટરમાં એફડીઆઈના બે મહત્વના આર્થિક સુધારા તરફી નિર્ણયો કેન્દ્ર સરકારે લીધા છે. વીમા અને ઉડ્ડયન ક્ષેત્રના આર્થિક સુધારાના નિર્ણયો પણ હજુ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં મદદરૃપ થશે. સતત વધી રહેલા ફુગાવાના કારણે આમ આદમી અને અર્થતંત્ર બન્નેનો આત્મવિશ્વાસ તુટી રહ્યો છે. એ સંજોગોમાં વીજ વિતરકો અને રાજ્ય સરકારો તેમનું અડધુ 'શોર્ટ ટર્મ' દેવું આગામી ત્રણ વર્ષમાં લાંબા ગાળાના બોન્ડમાં રૃપાંતરિત કરી શકશે. વીજ બોર્ડોને લોન આપનાર પીએસયુ બેન્કોને પણ મુદ્દલની પુનઃ ચુકવણી માટે લોનનો સમય વધારી આપવા જણાવાયું છે. જોકે આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ અહલુવાલિયાએ જણાવ્યું કે પુનર્ગઠિત લોનમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved