Last Update : 25-September-2012, Tuesday

 

મોબાઈલના વપરાશકારોને હાશ
આવતા વર્ષથી દેશભરમાં કોઈ રોમિંગ ચાર્જ નહીં લેવાય ઃ સિબલ

સરકાર ઈન્ટરનેટ પર અંકુશ ન રાખવા માગતી હોવાની સ્પષ્ટતા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૪
ટેલિકોમ મંત્રી કપિલ સિબલે આજે જાહેરાત કરી હતી કે આવતા વર્ષથી મોબાઈલ ધારકોએ કોઈ રોમિંગ ચાર્જ નહીં ચૂકવવો પડે. સિબલે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે સરકાર ઈન્ટરનેટના નિયમન કે અંકુશ કરવાની વિરુદ્ધમાં છે. પરંતુ તેઓ ભવિષ્યમાં ઉભા થનારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટના હિતધારકો વચ્ચે સર્વાનુમતિ સધાય એવી અપેક્ષા રાખે છે.
ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ કોન્ફરન્સના ઉદ્ધાટન સમારોહમાં હાજર રહેલા સિબલે નેશનલ ટેલિકોમ પોલિસી ૨૦૧૨માં સૂચવાયેલ દરખાસ્ત અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આવતા વર્ષથી રોમિંગ ચાર્જ નાબુદ થશે. મે માસમાં મંજૂર થયેલ એનટીપી ૨૦૧૨માં રોમિંગ ચાર્જ નાબૂદ કરવા તેમજ મોબાઈલ ફોન ધારકો વધારાની કિંમત ચૂકવ્યા વિના દેશભરમાં એક જ નંબરનો ઉપયોગ કરી શકે એવી રજૂઆત થઈ હતી.
જીએસએમ સંગઠન સીઓએઆઈના વડા રાજન એસ મેથ્યૂઝે ફ્રી રોમિંગના ખ્યાલને આવકાર્યો હતો પરંતુ એ નીતિ અમલમાં મૂકવા અંગેની વિગતો પર કામ કરવાની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ફોનના અંતિમ દર ટ્રાઈ નક્કી કરશે. તેમણે ઉમેર્યું હતું કે દેશભરમાં ફ્રી રોમિંગનું દર નક્કી કરવા અંગે ટ્રાઈ રૃપરેખા ઘડી કાઢશે.
કોન્ફરન્સમાં કપિલ સિબલે જણાવ્યું હતું 'લોકશાહીનો નમૂનારૃપ દાખલો બેસાડવા ઈન્ટરનેટના માધ્યમ દ્વારા માહિતીના પ્રસારમાં સરકાર કોઈ વિધિવત દખલ નહીં કરે. આ મુદ્દે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સર્વાનુમતિથી નિર્ણય લેવાય એ જરૃરી છે.' સિબલે કહ્યું હતું કે ઈન્ટરનેટના અમુક પાસાને વાણી સ્વતંત્રથી રક્ષણ આપી શકાય પરંતુ અમુક પાસાને એવું રક્ષણ ન પણ આપી શકાય. તેમણે જણાવ્યું હતું કે જેમ સ્વતંત્ર્યની વ્યાખ્યા પણ વખતોવખત બદલાતી રહે છે તેમ નિયંત્રણની પરિભાષા પણ બદલાયા કરે છે.
સિબલે કહ્યું હતું કે માનવી દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનો દુરુપયોગ પણ થતો હોય છે અને ઈન્ટરનેટ એમાંથી બાકાત નથી. છતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈન્ટરનેટ પર સરકાર અંકુશ રાખવા ઇચ્છતી નથી અને એ મુદ્દે કોઈ કાયદાની નહીં પરંતુ સર્વાનુમતિની આવશ્યકતા છે.
દરમિયાન ટેલિકોમ સચિવ આર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ટેલિકોમ ખાતું સ્પેકટ્રમની હરાજી અંગે અરજીઓ મંગાવવાની જાહેરાત પર કામ કરી રહ્યું છે અને એનટીપી ૨૦૧૨માં રજૂ કરાયેલ યૂનિફાઈડ લાયસન્સ (યુએલ)ની માર્ગદર્શિકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે. નિર્ધારિત સમય અનુસાર આ જાહેરાત ૨૮મી સપ્ટેમ્બરે પ્રગટ થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved