Last Update : 25-September-2012, Tuesday

 

મનમોહને ૫૧ ટકાનો જ પ્રસ્તાવ કર્યો છે પણ
વાજપેયી સરકાર તો રિટેલમાં ૧૦૦ ટકા FDI લાવવા માગતી હતી

ડીએમકેના વાણિજય મંત્રી મુરાસોલી મારને કેબિનેટ નોંધ તૈયાર કરેલી ઃ અત્યારે ડીએમકે પણ વિરોધમાં

નવી દિલ્હી, તા. ૨૪
મનમોહન સરકારે રિટેલમાં ૫૧ ટકા એફડીઆઇનો પ્રસ્તાવ કરેલો છે. જેનો ભાજપ આજે વિરોધ કરે છે પરંતુ ૨૦૦૨માં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ એનડીએ સરકાર સત્તા પર હતી ત્યારે તે પોતે રિટેલમાં ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ વિદેશી રોકાણ (એફડીઆઇ) લાવવા માગતી હતી. આમ હાલમાં આ અંગે યુપીએ સરકારે લીધેલાં નિર્ણયનો તેના દ્વારા કરવામાં આવતો વિરોધ તેના બેવડા ધોરણોની પ્રતીતિ કરાવે છે. ત્યારના વાણિજ્ય પ્રધાન ડીએમકેના મુરાસોલી મારને તૈયાર કરેલી કેબિનેટ નોટમાં દલીલ કરી હતી કે આ ક્ષેત્રે વિદેશી ભાગીદારીથી દેશમાં વિદેશી રોકાણનો પ્રવાહ સુધરશે. તેની સાથે સાથે ગ્રામ્ય ભારતમાં રોજગારીની વધુ તકો સર્જાશે. હવે મજાની બાબત એ છે કે રિટેલના એફડીઆઇના વિરોધમાં એ ડીએમકે પક્ષ સૌથી આગળ છે.
જોગાનુજોગ છે કે મારને તેમની નોટમાં જે દલીલ કરી હતી તે દલીલ યુપીએ સરકારે પણ કરી છે અને હવે તેનો વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. મારનના મુસદામાં સિંગલબ્રાંડ અને મલ્ટિબ્રાંડ વચ્ચે કોઇ ફરક નક્કી કરવામાં આવ્યો ન હતો. અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની કેબિનેટે આ મુસદાની ઉલટતપાસ કરી હતી અને તેના પર ચર્ચા માટે ત્યારના નાણાં પ્રધાન યશવંત સિંહાની આગેવાની હેઠળ એક પેટા કમિટીની રચના પણ કરી નાખી હતી. એનડીએની સરકારે અર્થતંત્રના કેટલાક ક્ષેત્રોને એફડીઆઇ માટે ખુલ્લું મુકવાની હિમાયત કરી હતી.
૨૦૦૪માં એનડીએના નીતિ ઘડવૈયાઓએ તૈયાર કરેલાં ગવર્નંસ ચાર્ટરમાં રિટેલ ક્ષેત્રે ૨૬ ટકા એફડીઆઇની ભલામણ કરી હતી. આમાં જણાવવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઢબે સંગઠિત રિટેલ વેપારને વેપાર અને રોજગારના વિકાસ માટે પ્રમોટ કરવામાં આવશે. જોકે તે યોગ્ય કાનૂની અને રાજકોષીય પગલાંને આધીન રહેશે. રિટેલમાં ૨૬ ટકા એફડીઆઇને મંજૂરી અપાશે. વિદેશી રિટેલ ચેઇન્સ દ્વારા ભારતીય ચીજવસ્તુઓનું સોર્સિંગ કે વેચાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
જોકે તે વેળાએ તેનો વિરોધ થતાં તે અમલમાં મુકાયો ન હતો. પરંતુ હવે આ મામલે જ એનડીએ સમગ્ર દેશને માથે લઇને પોતાની બેવડી માનસિકતા છતી કરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved