Last Update : 25-September-2012, Tuesday

 
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે

 

આપણી હિન્દી ફિલ્મો માટે એવું કહેવાય છે કે તેની પબ્લિસિટી કરવામાં ના આવે તો તેને ઘારેલું માર્કેટ મળતું નથી. આનાથી ઉલ્ટુ એટલે કે જો વધુ પ્રમાણમાં તે ફિલ્મની પબ્લિસિટિ કરવામાં આવે તો ધાર્યા કરતાં અનેક ગણું ઓડિયન્સ સિનેમાઘરોમાં ઘુસીને બોક્સ-ઓફિસને ટંકશાળામાં ફેરવી નાંખતું હોય છે ! આનો મતલબ એ જ થયો કે ફિલ્મો માટે પબ્લિસિટીનું પાસું એક મહત્વનું પાસુ સાબિત થઈ ચૂક્યું છે. પબ્લિસિટી માટે દરેક નિર્માતાઓ અને નિર્દેશકો જાત જાતના આઈડિયા લડાવતા જ હોય છે. જો તમને યાદ હોય તો શાહરૃખ ખાનની ફિલ્મ 'રબને બનાદી જોડી' સમયે આમિર ખાને 'ગજની'ની પબ્લિસિટીનો એક નવો જ પેંતરો અજમાવ્યો હતો. મુંબઈના કેટલાક ખાસ થિયેટરોમાં તેના બુકિંગ કલાર્ક, ગેટ-કીપર્સ તથા પરચુરણ કામ કરતાં સ્ટાફને 'ગજની'ની હેર-સ્ટાઈલમાં વાળ કાપીને કામ કરતાં રાખવામાં આવ્યા હતા. આજકાલ સ્વયં પોતાના જ બેનરની આગામી ફિલ્મ ''ઓહ માય ગોડ'' માટે સ્વયં અક્ષયકુમાર પણ આવી જ કોઈક રણનીતી અપનાવી છે. અક્ષયકુમારે 'એક થા ટાઈગર'ની જબરજસ્ત સફળતાને કેશ કરવાનું વિચાર્યું અને મુંબઈના બે મલ્ટીપ્લેકસમાં બરાબર એવી જ દાનપેટીઓ લગાવી દીધા, જેવી મંદિરોમાં મુકેલી જોવા મળે છે. તેવી જ આ દાન પેટીઓ ઉપર કાંઈક આ પ્રકારની કોમેન્ટ લખવામાં આવી હતી કે, ''શું આજે તમે ઈશ્વરને લાંચ આપશો ?'' 'અંદર ખાને'તો એવું જાણવા મળ્યું છે કે ''ઓહ માય ગોડ'' ફિલ્મની રીલીઝ પહેલા મુંબઈની બહારના પંદર શહેરોના એંસી થિયેટરોમાં મુકવામાં આવનાર છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે 'એક થા ટાઈગર'ના દર્શકોને આ 'દાન પેટીઓ'માં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો અને તેમાં ઘણા લોકોએ સિક્કા અને નોટ પણ નાંખ્યા હતા ! નો ડાઉટ, આ પૈસા અને નોટોની સાથે સાથે દર્શકોએ એવી કોમેન્ટ લખવાનું પણ નહોતા ભુલ્યા કે, ''તમે ઈશ્વરને આપી જ શું શકો છો ?'' આની સાથે સાથે તમને એ વાત પણ જણાવી દઉં કે 'ઓહ માય ગોડ'માં અક્ષયકુમારની સાથે પરેશ રાવલ એક એવા નાસ્તિકની ભૂમિકા ભજવી રહ્યો છે, જે ભગવાન ઉપર મુકદમો દાખલ કરે છે ! 'ઓહ માય ગોડ'ની કહાણી ભગવાનમાં માનનારા-આસ્તિકો અને નહિં માનનારા-નાસ્તિકો ઉપર આધારિત છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved