Last Update : 25-September-2012, Tuesday

 

કેબીનેટની મીટિંગમાં વધુ આર્થિક સુધારાઓના નિર્ણય પૂર્વે...
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં નાણા પ્રધાન પી. ચિદમ્બરમે યુપીએ સરકારની નિષ્ક્રિયતાનું મેણું ભાંગીને નવી ઈનિંગમાં આર્થિક સુધારાઓની અપેક્ષીત તોફાની ફટકાબાજી કરીને એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે લાલજાજમ બિછાવી દેતા મુંબઈ શેરબજારોમાં સેન્સેક્ષ- નિફટી ૧૬ મહિનાની ઊંચાઈએ પહોંચી ગયા બાદ આજે ઈન્ડેક્ષ બેઝડ તેજીએ વિરામ લઈ અપેક્ષા મુજબ સાઈડ માર્કેટ- સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીનો વ્યાપક સળવળાટ બતાવ્યો હતો. આર્થિક સુધારા- રીફોર્મસનો બીજો રાઉન્ડ આજે ૨૪, સપ્ટેમ્બરની કેબિનેટ મીટિંગમાં શરૃ થાય એ પૂર્વે સુગરમાં સબસીડી કાપ, પાવર ટેરિફ દરોમાં દર એપ્રિલ મહિનામાં સમીક્ષા- વધારો કરવાના અપેક્ષીત નિર્ણયે પાવર- કેપિટલ ગુડઝ, સુગર શેરોમાં ફંડોના લેવાલીના આર્કષણ સાથે મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ મંજૂરીની પોઝિટીવ અસરે રીયલ એસ્ટેટ શેરો અને તહેવારોની સીઝન સાથે પેટ્રોલ પરની એકસાઈઝમાં ઘટાડાએ ઓટો શેરોમાં પસંદગીની લેવાલી સાથે ઈન્સ્યોરન્સ, બેંકિંગ ક્ષેત્રે અપેક્ષિત આર્થિક સુધારાના આર્કષણે બેંકિંગ શેરોમાં લેવાલીમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, સાથે ભેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૃતી સુઝુકી, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, ડો. રેડ્ડીઝ લેબ., ટાટા પાવરમાં લેવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૮૭૫૨.૮૩ સામે ૧૮૭૫૬.૩૧ મથાળે ખુલીને શરૃઆતમાં ૫૮.૩૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૮૮૧૧.૧૩ સુધી પહોંચ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર વલણના અંતના સપ્તાહમાં પાછલા દિવસોની તોફાની તેજી બાદ ઈન્ડેક્ષ બેઝડ પ્રોફીટ બુકીંગની અપેક્ષા અને યુરોપમાં ઋણ કટોકટીમાં ફરી ગ્રીસને ૨૦ અબજ ડોલરની જરૃરીયાતના અહેવાલ સાથે ચીન- જાપાન વચ્ચેના વણસતા સંબંધોએ સાવચેતીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવરના આરંભથી જ વેચવાલી બાદ ઓએનજીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં વેચવાલી નીકળતા અને સિપ્લા, ટીસીએસ, ગેઈલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, એનટીપીસી, લાર્સનની નરમાઈએ સેન્સેક્ષ ૧૦૨.૪૦ પોઈન્ટ ઘટીને નીચામાં ૧૮૬૫૦.૪૩ સુધી આવી ગયો હતો. જે અંતે ૭૯.૪૯ પોઈન્ટના ઘટાડે ૧૮૬૭૩.૩૪ બંધ રહ્યો હતો.
સપ્ટેમ્બર વલણના અંત પૂર્વે નિફટી બેઝડ હળવા થવાનું માનસઃ નિફટી સ્પોટ ૫૭૦૯ થઈ ૫૬૭૦
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૬૯૧.૭૫ સામે ૫૬૯૧.૯૫ મથાળે ખુલીને શરૃઆતમાં રિલાયન્સ ઈન્ફ્રા, સિમેન્સ, ભેલ, મારૃતી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈડીએફસી, જિન્દાલ સ્ટીલ, જેપી એસોસીયેટસ, ડો. રેડ્ડીઝ લેબ, સન ફાર્માસ એચડીએફસી બેંકમાં આર્કષણે ૫૭૦૦ની સપાટી કુદાવી ૧૮.૧૦ પોઈન્ટના સુધારે ઉપરમાં ૫૭૦૯.૮૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ યુરોપના બજારોની નરમાઈ સાથે ચીન- જાપાનના તનાવના અહેવાલે એશીયાના અન્ય બજારોની નરમાઈ સાથે સપ્ટેમ્બર વલણના ગુરુવારે અંત પૂર્વે સાવચેતીમાં ઈન્ડેક્ષ બેઝડ ઓવરબોટ પોઝિશન હળવી કરવાના અમુક વર્ગના માનસે ફ્રન્ટલાઈન શેરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, સેઈલ સાથે આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર, રેનબેક્સી લેબ, પીએનબી, પાવર ગ્રીડની નરમાઈએ ૫૭૦૦ની સપાટી ગુમાવી લાંબો સમય નેગેટીવ ઝોનમાં સાધારણ નરમાઈ બતાવતો રહ્યો હતો. જે બપોરે ૧ઃ૩૦ વાગ્યા બાદ ઝડપી નરમાઈએ નીચામાં ૫૬૬૨.૭૫ સુધી આવી જઈ અંતે ૨૧.૫૫ પોઈન્ટના ઘટાડે ૫૬૬૯.૬૦ બંધ રહ્યો હતો.
નિફટી ૫૮૦૦નો કોલ ૧૯.૬૫થી ગબડીને ૬.૧૫ઃ બેંક નિફટી ફયુચર ૧૧૫૩૯ થઈ પાછો ફરી ૧૧૪૩૩
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૭૦૦નો કોલ ૭,૧૧,૨૦૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૦૪૧૪.૬૪ કરોડના ટર્નઓવરે ૫૭.૨૦ સામે ૪૨ ખુલી ઉપરમાં ૫૮.૫૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૭.૩૫ સુધી જઈ અંતે ૩૦ હતો. નિફટી ૫૭૦૦નો પુટ ૪૬.૮૫ સામે ૪૪ ખુલી નીચામાં ૩૬.૩૫થી ઉપરમાં ૫૩.૩૦ થઈ અંતે ૪૫.૨૫ હતો. નિફટી ૫૮૦૦નો કોલ ૪,૪૬,૨૦૫ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૨૯૬૪.૫૭ કરોડના ટર્નઓવરે ૧૯.૬૫ સામે ૧૫.૫૫ ખુલી ઉપરમાં ૧૯.૯૫ થઈ નીચામાં ૫.૩૫ સુધી જઈ અંતે ૬.૧૫ હતો. બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૯૩૧૪૮ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૬૬૫.૩૮ કરોડના ટર્નઓવરે ૧૧૩૯૫.૪૦ સામે ૧૧૪૧૬ ખુલી ઉપરમાં ૧૧૫૩૯ થઈ નીચામાં ૧૧૩૬૮ સુધી જઈ અંતે ૧૧૪૩૩ હતો.
નિફટી ઓક્ટોબર ફયુચર ઉપરમાં ૫૭૪૧ થઈ ૫૭૦૫ઃ સપ્ટેમ્બર ફયુચર ૫૭૨૯ થઈ ૫૬૮૩
નિફટી સપ્ટેમ્બર ફયુચર ૨,૨૧,૬૮૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૩૧૨.૦૬ કરોડના ટર્નઓવરે ૫૭૦૭.૦૫ સામે ૫૭૨૮.૯૦ ખુલી ઉપરમાં ૫૭૨૮.૯૦ સુધી જઈ નીચામાં ૫૬૭૫.૫૦ થઈ અંતે ૫૬૮૨.૬૫ હતો. નિફટી ઓક્ટોબર ફયુચર ૭૨૯૪૦ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૦૮૫.૧૪ કરોડના ટર્નઓવરે ૫૭૨૮.૮૫ સામે ૫૭૨૫.૧૦ ખુલી ઉપરમાં ૫૭૪૧ થઈ પાછો ફરી નીચામાં ૫૬૯૭ સુધી જઈ અંતે ૫૭૦૫.૭૦ હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવઃ નિફટી સ્પોટ ૫૫૮૫, બેંક નિફટી સ્પોટ ૧૧૦૫૦ સપોર્ટ
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી, નિફટી સ્પોટ ૫૫૮૫ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે. બેંક નિફટી સ્પોટ નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી બેંક નિફટી સ્પોટ ૧૧૦૫૦ નીચે બંધ આવવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે.
પાવર ક્ષેત્રે કેબીનેટના નિર્ણય પૂર્વે શેરોમાં ઝળહળતી તેજીઃ ભેલ રૃ.૧૫ ઉછળી રૃ.૨૪૭
કેબિનેટની આજે, સોમવારે સાંજે મળનારી મીટિંગમાં પાવર ક્ષેત્રે સરકાર આર્થિક સુધારા પૈકી પાવર ટેરિફમાં દર વર્ષે એપ્રિલમાં વધારો કરવાનું જાહેર કરે એવી અપેક્ષા અને પાવર ઈક્વિપમેન્ટ ઉત્પાદકોને પણ પાવર ક્ષમતા નિર્માણમાં પ્રોત્સાહનો આપવાનું અપેક્ષીત હોઈ પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની લેવાલી વધી હતી. ભેલ સતત તેજીના તોફાને રૃ.૧૪.૯૦ ઉછળીને રૃ.૨૪૭.૨૦, સુઝલોન એનર્જી રૃ.૧.૨૧ ઉછળીને રૃ.૧૮.૪૬, અલ્સ્ટોમ ટી એન્ડ ડી રૃ.૧૨.૦૫ ઉછળીને રૃ.૨૦૯.૨૫, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૬.૩૫ વધીને રૃ.૧૨૩.૬૦, એઆઈએ એન્જિનિયરીંગ રૃ.૧૨.૧૦ વધીને રૃ.૩૭૨.૧૫, હવેલ્સ ઈન્ડિયા રૃ.૧૭.૩૦ વધીને રૃ.૬૨૦.૩૫, સિમેન્સ રૃ.૧૭.૯૫ વધીને રૃ.૭૧૦.૬૦, પુંજલોઈડ રૃ.૧.૨૫ વધીને રૃ.૫૩.૯૦, એબીબી રૃ.૧૪.૩૫ વધીને રૃ.૭૮૩, લેન્કો ઈન્ફ્રા. રૃ.૧.૩૨ વધીને રૃ.૧૫.૦૬, અદાણી પાવર રૃ.૩.૭૦ વધીને રૃ.૫૦.૬૦, ટોરન્ટ પાવર રૃ.૧૦.૬૫ વધીને રૃ.૧૬૮.૧૦, જેએસડબલ્યુ એનર્જી રૃ.૨.૨૦ વધીને રૃ.૫૬.૩૦, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૧૬.૫૦ વધીને રૃ.૫૬૦.૦૫ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ઉછાળે પ્રોફીટ બુકીંગઃ સ્ટેટ બેંક રૃ.૨૨૫૨ થઈ ઘટી રૃ.૨૧૯૭ઃ એચડીએફસી રૃ.૨૦ ઘટયો
બેંકિંગ શેરોમાં પાછલા દિવસોમાં તોફાની તેજી બાદ આજે ઘણા શેરોમાં ઉછાળે પ્રોફીટ બુકીંગ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરમાં રૃ.૨૨૫૧.૯૦ થઈ પાછો ફરી નીચામાં રૃ.૨૧૮૪ સુધી જઈ અંતે રૃ.૧૫.૫૫ ઘટીને રૃ.૨૧૯૭.૦૫, આઈસીઆઈસીઆઈ બેંક ઉપરમાં રૃ.૧૦૮૬.૭૫ થઈ નીચામાં રૃ.૧૦૫૮.૪૦ થઈ અંતે રૃ.૫.૬૫ વધીને રૃ.૧૦૭૦.૯૦, એચડીએફસી બેંક રૃ.૯.૨૦ વધીને રૃ.૬૩૪.૪૫, એચડીએફસી રૃ.૧૯.૬૫ ઘટીને રૃ.૭૫૯.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૬.૯૦ વધીને રૃ.૩૪૪.૮૫, ઈન્ડિયન બેંક રૃ.૨.૫૫ વધીને રૃ.૧૯૩, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃ.૭.૯૦ વધીને રૃ.૫૧૮.૫૫, સ્ટેટ બેંક ઓફ બિકાનેર રૃ.૫.૬૦ વધીને રૃ.૩૭૫.૬૦ રહ્યા હતા.
ઓબેરોય રીયાલ્ટી બે મોટી બલ્ક ડીલ્સે રૃ.૨૨ ઉછળી રૃ.૨૫૫ઃ એફડીઆઈ મંજૂરીના લાભે ગોદરેજ પ્રોપર્ટી, એચડીઆઈએલ ઊંચકાયા
મલ્ટિ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઈ મંજૂરીને પગલે હવે વિદેશોમાંથી અનેક બ્રાન્ડેડ સ્ટોર શરૃ કરવાની હોડમાં રીયાલ્ટી ક્ષેત્રે માગ ફરી વધવાના અંદાજોએ અને હોમ લોન સસ્તી થતાં રીયાલ્ટી શેરોમાં લેવાલી વધી હતી. ઓબેરોય રીયાલ્ટીમાં મોટી બે બલ્ક ડીલ્સ થતાં શેર રૃ.૨૨.૨૫ ઉછળીને રૃ.૨૫૫.૦૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃ.૬.૭૦ વધીને રૃ.૧૩૩.૧૫, ગોદરેજ પ્રોપર્ટી રૃ.૧૭.૭૦ વધીને રૃ.૫૬૮, એચડીઆઈએલ રૃ.૨.૨૫ વધીને રૃ.૮૯.૭૦, ઈન્ડિયા બુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૧ વધીને રૃ.૫૮.૨૦, શોભા ડેવલપર્સ રૃ.૨.૩૫ વધીને રૃ.૩૪૪.૯૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફંડોની વધતી વેચવાલી આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર ગબડયા
એફએમસીજી શેરોમાં ફંડોની અવિરત નફારૃપી વેચવાલીએ બીએસઈ એફએમસીજી ઈન્ડેક્ષ ૭૮.૧૫ પોઈન્ટ ઘટીને ૫૨૧૭.૫૩ રહ્યો હતો. આઈટીસી રૃ.૫.૯૦ ઘટીને રૃ.૨૫૫.૭૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃ.૧૧.૪૫ ઘટીને રૃ.૫૧૮.૧૦, ટાટા ગ્લોબલ બીવરેજીસ રૃ.૧.૯૫ ઘટીને રૃ.૧૨૯.૦૫, કોલગેટ પામોલીવ રૃ.૧૫.૮૦ ઘટીને રૃ.૧૧૭૫.૧૦ રહ્યા હતા.
સ્મોલ- મિડ કેપ શેરોમાં તેજીની રમઝટ શરૃઃ ૨૪૮
શેરોમાં ઓનલી બાયરઃ ૧૬૯૪ શેરો વધ્યા
સેન્સેક્ષ- નિફટીની તેજીને વિરામ અપાયા છતાં સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં આજે અપેક્ષીત તેજીના વધેલા સળવળાટે માર્કેટ બ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૨૦ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૬૯૪ અને ઘટનારની ૧૧૯૮ રહી હતી. ૨૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૧૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
સુગરમાં રેશનીંગ ભાવ વધારા મુદ્દે નિર્ણય પૂર્વે તેજીઃ શ્રી રેણુકા, બલરામપુર, ધામપુર, શક્તિ સુગર્સ ઉછળ્યા
સુગર- ખાંડના રેશનીંગ ભાવમાં વધારો કરીને સરકાર સબસીડીમાં વધુ ઘટાડો કરવાની તૈયારીમાં હોવાના અને આ મુદ્દે કેબિનેટના સાંજે નિર્ણય પૂર્વે સુગર કંપનીઓના શેરોમાં આર્કષણે શ્રી રેણુકા સુગર રૃ.૧.૦૫ ઉછળીને રૃ.૩૭.૪૫, બજાજ હિન્દુસ્તાન ૮૦ પૈસા વધીને રૃ.૩૨.૯૫, બલરામપુર ચીની રૃ.૧.૪૫ ઉછળીને રૃ.૬૬.૯૦, ઔધ સુગર રૃ.૧.૯૦ વધીને રૃ.૨૯.૭૦, ધામપુર સુગર રૃ.૨.૯૦ વધીને રૃ.૭૩.૪૫, શક્તિ સુગર રૃ.૩.૧૫ ઉછળીને રૃ.૩૪.૭૦, દ્વારકેશ સુગર રૃ.૨.૧૦ ઉછળીને રૃ.૫૦, શિંભોલી સુગર ૭૦ પૈસા વધીને રૃ.૩૦.૨૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં તહેવારની સીઝનમાં ડિસ્કાઉન્ટ ઓફરો, નવા મોડલો પાછળ તેજીઃ મહિન્દ્રા, મારૃતી ઉછળ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં તહેવારોની સીઝનમાં કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા મોટા ડિસ્કાઉન્ટોની ઓફર સાથે નવા મોડલો રજૂ કરાઈ રહ્યા હોઈ અને ડીઝલના ભાવ વધારી સામે પેટ્રોલમાં એકસાઈઝ ડયૂટી ઘટાડો કરી ભાવ તફાવત ઘટાડવામાં આવતા હવે પેટ્રોલ વાહનોની માગ વધવાના અંદાજોએ લેવાલી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા તાજેતરમાં ક્વોન્ડ્રો સ્મોલ એસયુવી રજૂ કરાતા રૃ.૨૯.૫૫ ઉછળીને રૃ.૮૩૭.૭૦, મારૃતી સુઝુકી દ્વારા ૮૦૦ મોડલને નવો ઓપ આપી અલ્ટોની માગમાં મોટી વૃધ્ધિ લાવવાના આર્કષણે રૃ.૪૧.૦૫ વધીને રૃ.૧૩૫૩.૮૦ અશોક લેલેન્ડ રૃ.૨૪.૪૦, ભારત ફોર્જ રૃ.૩.૪૦ વધીને રૃ.૩૦૪.૭૦ રહ્યા હતા.
એફઆઈઆઈની વધુ રૃ.૧૫૯૬ કરોડના શેરોની નેટ ખરીદીઃ છ દિવસમાં એફઆઈઆઈની રૃ.૧૦,૦૦૦ કરોડના શેરોની ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૫૯૫.૭૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૪૫૦૦.૮૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૯૦૫.૧૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૧૫૬.૪૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૩૬૬.૪૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૫૨૨.૯૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. આમ એફઆઈઆઈ દ્વારા છ દિવસમાં કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૦ હજાર કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરાઈ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved