Last Update : 25-September-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૦૯-૨૦૧૨, મંગળવાર
નિજ ભાદરવા સુદ દસમ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૧ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૧૭ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાષાઢા બપોરના ૧૨ ક. ૧૧ મિ. સુધી પછી શ્રવણ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-કન્યા, ગુરૃ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-મકર
વિક્રમ સંવત ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ. આ.૩. માસ-તિથિ-વાર ઃ
નિજ ભાદરવા સુદ દસમને મંગળવાર.
વિષ્ટી ૨૦ ક. ૫૭ મિ.થી શરૃ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબૅહસ્ત માસનો ૯ રોજ આદર

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના રોજીંદા કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. જૂના સંબંધો-સંસ્મરણો તાજા થાય.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામ માટેની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં પ્રગતિ જણાય. કામ ઉકેલાય. યશ-સફળતા મળે. આવક થાય.

 

મિથુન ઃ કૌટુંબીક બિમારી ચિંતા, નાણાંકીય ચિંતા-ખર્ચ તેમજ તમારી સીઝનલ કામગીરીમાં રૃકાવટ તકલીફના કારણે મુશ્કેલી અનુભવો.

 

કર્ક ઃ માનસિક ચિંતા-પરિતાપમાં રાહત રહે. પત્ની-સંતાન-પરિવારના, નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો.

 

સિંહ ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય પરંતુ બેંકના કામમાં, સરકારી, ખાતાકીય કામમાં, જવાબદારીમાં જાગૃતિ રાખવી પડે.

 

કન્યા ઃ આપના વધારાના કામમાં ધ્યાન આપી શકો. ધંધાનું કામ થાય. આવક થાય. નોકરીમાં રાહત રહે. સંતાનનું કામ થાય.

 

તુલા ઃ નોકરી-ધંધાના-મિત્રવર્ગના પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે. હરોફરો, કામકાજ કરો પરંતુ કામની, વિચારોની એકાગ્રતા જળવાય નહીં.

 

વૃશ્ચિક ઃ નોકરી-ધંધાના કામ માટે બહાર જવાનું હોય, કોઈને મળવાનું હોય પરંતુ આપને માનસિક પરિતાપ-ચિંતા રહે.

 

ધન ઃ આપના કૌટુંબીક-સામાજીક-વ્યવહારિક કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ-ચિંતા રહે પરંતુ કામ ઉકેલાય.

 

મકર ઃ પરિવારના, નોકરી-ધંધાના કામ અંગે ચિંતા-દ્વિધા રહે. પરંતુ સાનુકૂળતાપૂર્વક કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

 

કુંભ ઃ શરીરમાં કળતર, સીઝનલ બિમારી, નાણાંકીય ખેંચ ચિંતા-મુંઝવણના કારણે કામ કરવાનો ઉત્સાહ જણાય નહીં.

 

મીન ઃ આપના પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં ક્ષણિક કોઈ લાભ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૫-૦૯-૨૦૧૨, મંગળવાર

આજથી શરૃ થતું આપનું જન્મવર્ષ સારાનબળા અનુભવનું રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થાય, લાભ થાય પરંતુ હરિફવર્ગ-ખટપટ-ઇર્ષા કરનારના કારણે વર્ષના ઉત્તરાર્ધમાં આપ અશાંતિ અનુભવો. નવાનવી નોકરી હોય, નવાનવી ધંધો હોય તેમણે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.

 

- વર્ષની શરૃઆતમાં આપને ફાયદો-લાભ થાય. પુત્રપૌત્રાદિકનું કામ સાનુકૂળતાથી ઉકેલાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

 

- વર્ષના ઉત્તરાર્ધમાં આરોગ્યની કાળજી રાખવી, ભાઈભાંડુ સામેના, સાસરીપક્ષ સાથેના વિવાદ-ચિંતામાં આપના કાર્યક્ષેત્રમાં રૃકાવટ મુશ્કેલી અનુભવો.

 

- સ્ત્રીવર્ગને સાંસારીક જીવનમાં સાનુકૂળતા રહે. પિયરપક્ષથી ફાયદો-લાભ થાય. પતિને નોકરી-ધંધામાં આવક વધે.

 

- વિદ્યાર્થીવર્ગને ભણવામાં સાનુકૂળતા રહે. ખર્ચ થાય.

 

સુપ્રભાતમ્

રાજસેવક ઝેર રાખતો હોય (ઝેરીલો હોય) દાંત હાલતો હોય અને મંત્રી દુષ્ટ હોય તો તેને મૂળથી જ ઉખેડી નાખવાથી સુખ થાય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ઝડપથી મોટર ચલાવી રહેલા લલ્લુને પોલીસે અટકાવ્યો... 'સાહેબ, બહુ ફાસ્ટ ગાડી ચલાવો છો... ચાલો નામ લખાવો...'
લલ્લુએ જવાબમાં નામ કહ્યું, 'તિરૃકવત્થા કલવત્યા થેક્કેપરાંવણી મૃત્યુરાજસ્વામી...'
લલ્લુને અધવચ્ચે જ અટકાવીને પોલીસ બોલ્યો, 'બસ! બસ! અત્યારે જવા દઉં છું... હવે ધ્યાન રાખજો.'

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved