Last Update : 24-September-2012, Monday

 

સરકારની અસ્પષ્ટ નીતિએ પાક.માં રહેતા કાશ્મીરીઓને ક્યાંયના નથી રાખ્યા

દયાભાવની નીતિનું અનુકરણ થતું ન હોવાથી વાયા નેપાળ કાશ્મીર આવવાના ખર્ચાળ રસ્તે સ્વદેશ પહોંચ્યા પછી નોકરી કે બાળકોના ભણતર માટે સમસ્યાનો સામનો કરવો પડે છે

૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાં રહેતા યુવાનોને લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જઈ 'મુજાહિદ' બનવાનો વિકલ્પ ઘણો લોભામણો લાગ્યો હતો. આ કારણે અસંખ્ય એવા યુવાનો હતા જેમણે પાકિસ્તાનમાં પોતાના કુટુંબીજનો અથવા મિત્રો મારફત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો માર્ગ પકડયો હતો. નાની-મોટી નોકરી મેળવ્યા પછી અને સ્થાનિક યુવતી સાથે લગ્ન કર્યા પછી તેમનું જીવન સુધર્યું હોવા છતાં સ્વદેશનો મોહ તેમને ઓછો નહોતો થતો. કાશ્મીર રાજ્ય અને કેન્દ્રસરકારે નિર્ણય લીધો કે પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરીઓને જો સ્વદેશ પાછા ફરવા દેવામાં આવશે. આ માટે ક્લેમેન્સી પોલિસી એટલે કે દયાભાવની નીતિ અપનાવવામાં આવશે એ જાહેર થયું હતું. જોકે થોડા સમયમાં પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર)માંથી સ્વદેશ ફરેલા કાશ્મીરીઓના કહેવા મુજબ હજી આ નીતિનું અનુકરણ કરવામાં નથી આવી રહ્યું. આ કારણે મોટા ભાગના લોકો નેપાળથી કાશ્મીર આવવાના ખર્ચાળ રસ્તાની પસંદગી કરે છે. આ ઉપરાંત કાશ્મીર પાછા ફર્યા પછી પાકિસ્તાનથી આવેલા હોવાથી તેમને નોકરી મેળવવામાં અને બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કાશ્મીરથી પાકિસ્તાન 'મુહાજિદ' બનવા જનારામાં ઘણા લોકો એવા છે જેમને કુટુંબીજનો કે મિત્રોની મદદથી સારી નોકરી લાગી ગઈ હોય અને તેમણે થોડી મૂડી ભેગી કરી હોય. જોકે ૧૯૯૦થી ૨૦૧૦ સુધીમાં સરહદ ઓળંગી પાકિસ્તાનના કાશ્મીરમાં ગયેલા નાગરિકોને ફરી ભારત આવવા દેવાની આ નીતિને સહમતી મળી પછી આ લોકો ભારત પાછા ફરવાની કોશિશ પણ કરતા જોવા મળ્યા હતા. જ્યારે આ નીતિ વિશે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સ્વાભાવિક છે કે પાકિસ્તાનમાં રહેલા પોતાના કુટુંબીજન માટે કાશ્મીરમાં હરખનું મોજું ફરી વળ્યું હશે. જોકે પાકિસ્તાન દ્વારા ઊભા કરવામાં આવેલી સમસ્યાઓ અને ભારત તરફથી પણ કોઈ સખત કાર્યવાહી કે સહયોગ મળ્યો નહોતો. આથી જ સરહદ પાર કરી ભારતમાં પ્રવેશ કરવા માટે જાણીતા વાઘા બોર્ડર, અટ્ટારી કે ચકંદા બાગ જેવા વિસ્તારોમાંથી આવવાના બદલે તેઓ નેપાળના ખર્ચાળ રસ્તેથી આવ્યા હતા.
ઘણા લોકો પાકિસ્તાનમાં જમીન કે મકાન ધરાવતા હતા એને તેમણે મામુલી રકમમાં કાઢી અને પાકિસ્તાની રૃપિયાને ભારતીય ચલણમાં ફેરવવાનો સમય ન હોય તો પણ તેઓ ભારત પાછા ફરી ગયા હતા. ચેક કે કેશ કોઈ પણ રીતે તેઓ આ પૈસા સ્વીકારીને કાશ્મીર પાછા આવ્યા છે. એક કાશ્મીરીએ ભારત પાછા ફરીને કહ્યું હતું કે સરહદ પર બન્ને બાજુનું સૈન્ય કોઈને આવવા કે જવા દેતું નથી. આ કારણે જ નેપાળથી ભારત આવનારા લોકોમાં એક કે બે નહીં, પણ મોટી સંખ્યામાં માણસોના ગુ્રપ નેપાળના રસ્તે એકસાથે ભારત આવી રહ્યા છે. ઘણા એવા ઉદાહરણ છે જેમાં ફક્ત ભારત આવવા માટે જ વ્યક્તિએ પોતાના ઘરની સાથે-સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કિંમતી ચીજવસ્તુઓ, ફર્નિચર અને આભુષણો સહિતની વસ્તુઓ વેચવી પડતી હોય છે. લાખો રૃપિયાનો ખર્ચ કરી સ્વદેશ આવવું એ જ તારાજી લાવવા બરાબર હોય તો પછી એ લોકો માટે નવું જીવન શરૃ કરવું કેટલું અઘરું હોઈ શકે એ સમજી શકાય. જો તેઓ સરહદ મારફત ભારત પાછા ફર્યા હોત તો તેમના પૈસા બચી શક્યા હોત અને ભારત આવી તેમને વિવશતાનો સામનો ન કરવો પડયો હોત.
સ્વદેશ પાછા ફરીને પણ આ લોકોની મુશ્કેલી અંત થવાની સ્થાને શરૃ જ થતી હોય એ જોવા મળે છે. આ વ્યક્તિઓને નોકરી મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. ઘણા વેપારી કે કંપનીઓ પાકિસ્તાનથી આવેલી વ્યક્તિને નોકરીમાં રાખવું સુરક્ષિત ન ગણી શકાય એમ સમજી ના પાડી દેતા હોય છે. જો નોકરી મળે તો પણ તેમણે પગારમાં ઘણું જતું કરવું પડતું હોય છે. કોઈ મકાન ન હોવાથી પગારનો મોટો હિસ્સો તેમને ભાડા તરીકે આપવો પડતો હોય છે. આ કારણે જ ઘરના દરેક પુખ્ત વ્યક્તિએ કામ કરવું પડતું હોય છે.
યુવાનીમાં પાકિસ્તાન ગયેલા આ કાશ્મીરીઓ જે લાલચથી ગયા હતા એ થોડા સમયમાં જ ઓસરવા લાગી હતી એવું ભારત પાછા ફરેલા લગભગ તમામ લોકોનું કહેવું છે. સરકારી નોકરી મેળવેલા અને સ્થાનિક યુવતી સાથે લગ્ન કરી કુટુંબ ધરાવનારા પણ કાશ્મીર પાછા ફર્યા છે. ઘણા માટે સૌથી મોટી મુશ્કેલી બાળકોના ભણતરની પણ રહી છે. જે કોઈ પણ સ્કૂલે તેઓ પ્રવેશ મેળવવા જાય એ દરેકમાં તેમને પાકિસ્તાની ભૂતકાળ હોવાથી પ્રવેશ આપવાની ના પાડી દેવામાં આવતી હોય છે. જે સ્કૂલ હા પાડે છે તેઓ પણ ડોનેશન તરીકે ઘણી મોટી રકમ લે છે. આ રકમ ભેગા ન કરી શકતા હોય તેમણે ચમત્કારની રાહ જોવી પડતી હોય છે અને બાકી જેમની પાસે વેચવા લાયક કંઈ હોય તો તેમણે નાછૂટકે એ વેચી પૈસા ભેગા કરવા પડતા હોય છે.
ઘણા લોકો ઉગ્રવાદી સંગઠનો સાથે પોતાનું ગામ છોડીને ગયા હોય છે અને એ બાબતે ઘણી વખત તેમની બદનામી પણ થઈ હોય છે. જોકે એવા ઘણા ઉદાહરણો છે જેઓ કાશ્મીરથી ઉગ્રવાદી સંગઠન સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ગયા હોય, પણ પછી તેઓ આ સંગઠનમાં ન જોડાયા હોય. આવા લોકોને સ્વદેશ પાછા આવે પછી પોતે ખતરનાક વ્યક્તિ નથી એ પણ સાબિત કરવામાં ઘણી મહેનત કરવી પડતી હોય છે. તેમની મુશ્કેલી વધતી હોય એનું એક કારણ એ પણ છે કે પોલીસ અથવા ગુપ્તચર સંસ્થાઓએ કાશ્મીર પાછા આવેલા આ વ્યક્તિઓની કોઈ નોંધ નથી લીધી. સરકાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ નાગરિકોએ યોગ્ય રસ્તે ભારત પાછા ફરવાનો વિકલ્પ પસંદ ન કર્યો હોવાથી સરકાર અત્યારે કંઈ કરી શકે એમ નથી. જોકે એ પણ જોવા મળ્યું છે કે ગુપ્તચર સંસ્થા સાથે સંકળાયેલા લોકો પાછા ફરનારા લોકોની બિનસત્તાવાર પૂછતાછ અને તપાસ કરી રહ્યા છે. નેપાળ સરહદ પર આ લોકોને કસ્ટડીમાં લેવામાં આવતા હોય છે અને તેમની લાંબી પૂછતાછ કરવામાં આવતી હોય છે. તેમને જમ્મુમાં દેખરેખ હેઠળ જ જવાની પરવાનગી આપવામાં આવતી હોય છે. ઘણી વખત તેમની પાસેથી પૈસા પણ લેવામાં આવતા હોય છે. એક કિસ્સા અનુસાર ગુપ્તચર સંસ્થાના એક અધિકારીએ પાકિસ્તાનથી નેપાળ આવી કાશ્મીર જવા માગતા ૪૦ લોકોના ગુ્રપ પાસેથી ૭૦ હજાર રૃપિયા લીધા હતા.
રાજ્ય અને કેન્દ્રસરકાર દ્વારા આ દયાભાવની નીતિ લેવામાં આવી હતી કારણ કે કાશ્મીર પાછા ફરવા માગતા લોકોને આસાની થઈ રહે. તેઓ ફરી એ જ નાગરિકત્વ ધરાવીને સામાન્ય વ્યક્તિની જેમ જ જીવનનું ગુજરાન કરી શકે. આ ઉપરાંત આ નીતિ હેઠળ પાછા ફરનારી વ્યક્તિ અને તેના કુટુંબીજનોને અમુક તાલીમ આપવાની પણ વાત કરવામાં આવી હતી જેના હેઠળ રોજગાર મેળવવામાં તેમને તકલીફ ન થાય. જોકે હજી એ બાબતે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. વધુ દુઃખદ અને આંચકાજનક વાત એ છે કે જે-તે પોલીસ સ્ટેશનમાં નિરંતર તેમણે ગેરકાયદેસર સરહદ પાર કરવાના આરોપ હેઠળ ચાલતી તપાસ માટે હાજરી આપવી પડતી હોય છે. ઘણા કિસ્સાઓ એવા પણ છે જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતથી યુવાનીમાં ગયેલા પુરુષો અત્યારે સમગ્ર કુટુંબ સાથે ભારત પાછા ફર્યા હોય.
મહિલાઓ પાકિસ્તાનમાં કુટુંબ ધરાવતી હોવાને કારણે તેમને પાકિસ્તાન આવવા-જવા દેવામાં આવે અને કુટુંબીજનો સાથે તેઓ સંબંધ સાચવી શકે એ માટે બસની મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે.
લગભગ ૩૦૦૦ જેટલા કાશ્મીરીઓ હજી પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારત પાછા નથી ફર્યા. એમાંના ઘણાને દયાભાવની આ નીતિનો ફાયદો મેળવવો છે. જોેકે હજી એમાં ભારતીય સરકાર તરફથી કોઈ પારદર્શકતા નથી રાખવામાં આવી.

Share |
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved