Last Update : 24-September-2012, Monday

 
સિઘ્ધિ વિનાયક મનોકામના પૂર્ણ કરે છે
- ગુણોના રાજા ગણપતિ
- ગણપતિ બાપા એકલા મહારાષ્ટ્રના નથી પણ આખા દેશના છે
- ગણપતિ દાદા એકલા હિન્દુ ધર્મના જ નથી પણ સર્વ ધર્મના છે
- ગણપતિ દાદા દરેકનું ભલું કરે છે
- ગણપતિના આઠ મુખ્ય અવતાર
- ૭૦ કિલો સોનાના બાપ્પા મોરીયા

ગણપતિનો અર્થ થાય છે ગુણોના રાજા. ગણેશ પુરાણમાં એમના હજાર નામોનો ઉલ્લેખ મળે છે. એમને વિઘ્નોનો નાશ કરનાર દેવ માનવામાં આવે છે. ગણેશ બુઘ્ધિદાતા છે અને પરમ બ્રહ્મના પ્રતીક છે. પુરાણ અને વેદોમાં એમના દેવત્વ સ્વરૂપના દર્શન થાય છે.
એમના જૂદા જૂદા અવતારોના વર્ણન ગણેશ પુરાણ, મુદગલ પુરાણ સહિત અનેક પુરાણોમાં આવે છે. એમના જેટલા અવતાર છે એટલી એમના વિષેની કથાઓ છે પણ બધાનો ઉદેશ્ય એક જ છે... જનકલ્યાણની ભાવના.
ગણેશના મુખ્ય આઠ અવતારો છે. વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લમ્બોદર, વિક્ટ, વિઘ્નરાજ અને ઘૂમવર્ણ.
આમાં મહારાષ્ટ્રના અષ્ટવિનાયકનું આઘ્યાત્મિક મહત્વ છે. એમના વિષેની અનેક કથાઓ પ્રચલિત છે. મહારાષ્ટ્રના અષ્ટવિનાયકમાં મોરગાંવના મોરેશ્વર, થેઉટના ચંિતામણી, સિઘ્ધટંકના સિઘ્ધિ વિનાયક, રાંજગાંવના મહાગણપતિ, લેલ્યાદ્રિના ગિરિજાત્મજ, ઓઝરના વિઘ્નેશ્વર, પાણીના વલ્લાલેશ્વર અને મહડના વરદ વિનાયક.
વિઘ્નોના નિવારણ માટે જ શ્રીગણેશ અવતાર લેતા રહ્યા છે. એવું માનવામાં આવે છે કે... કલિયુગમાં ઘૂમ્રવર્ણના અથવા ઘૂમકેતુના રૂપે ગણેશ અવતાર લેશે. સત્યયુગમાં મહોત્ક્ટ વિનાયક, ત્રેતાયુગમાં મયૂરેશ્વર તથા દ્વાયરમાં ગજાનન રૂપે ગણેશ અવતરીત થયા છે.
શ્રી ગણેશે વક્રતુંડ રૂપે અવતરિક થઈને મત્સરાસુરના અત્યાચારોથી જનતાને છૂટકારો અપાવેલો એટલે એમને મત્સરાસુર હંતા કહેવામાં આવે છે. એ મહાસુર (અસુર અથવા રાક્ષસ એટલે આજના આતંકવાદી) જનતાના ધાર્મિક, સામાજિક વગેરે કાર્યોમાં વિઘ્નો નાંખતો હતો. એટલે જનતાએ, દેવતાઓએ (દેવતા એટલે ઉચ્ચ કક્ષાનો વર્ગ) એકાક્ષરી મંત્ર વડે એકદંત (ગણેશજી)નું ઘ્યાન ધર્યું. એ રીતે પ્રજાએ એકદંતની ઉપાસના કરીને મહાસુરથી છુટકારો મેળવ્યો.
મહર્ષિ સનતકુમારે પ્રજાને એકદંતની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે... એક માયાનો સૂચક શબ્દ છે અને દંત સત્તારૂપ પરમાત્માનો સૂચક શબ્દ છે. મહોદરના રૂપે મહાસુર (એટલે આતંકવાદી, રાવણ પણ આતંકવાદી નેતા રાજા હતો અને શિશુપાલ, કંસ વગેરે પણ આતંકવાદી નેતા રાજા હતા. એ બધા પ્રજાને પીડવામાં જ માનતા.) અને ગજાનનના રૂપે લાભાસુરથી છૂટકારો મળેલો. વિકટરૂપમાં વિઘ્નહર્તાએ કામાસુરને શાંત જીવન જીવવાની પ્રેરણા આપેલી. એક મયાસુર હતો જે વિઘ્નરાજનો ઉપાસક હતો એટલે એની શક્તિ સામે પ્રજા પણ નતમસ્તક થઈ ગઈ હતી. પરિણામે મયાસુરે શિવ સહિત બધા જ નેતાઓને બંધી બનાવી દીધેલા. એટલે પ્રજાએ વિઘ્નરાજની આરાધના કરી જેથી વિઘ્નરાજે મયાસુરના ત્રાસથી પ્રજાને મુક્ત કરી.
ટુંકમાં, આદિપ્રભુ ગણપતિના અવતારોનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ હોવા ઉપરાંત આઘ્યાત્મિક મહત્વ પણ છે. એ રીતે બહારની અને અંદરની આસુરી શક્તિઓ ઉપર પ્રવૃત્તિઓ ઉપર વિજય મેળવવાનું અમોઘ શસ્ત્ર ગણપતિની ઉપાસના છે.
ગણપતિના હાથમાં મોદક છે. મોદકનો અર્થ છે આનંદ આપનાર. મોદક વેદાંત છે. વેદાંતના જ્ઞાનથી સાચો આનંદ મળે છે. મોદકનો બીજો અર્થ છે રામનામ. રામનામ જપવાથી આનંદની વૃઘ્ધિ થાય છે. આનંદની પ્રતિમૂર્તિ વિઘ્નહર્તા છે.પુરાણો અને વેદોમાં ગણેશના દેવત્વનાં દર્શન થાય છે.
મુંબઈમાં પ્રભાદેવી દાદર પર આવેલું સિઘ્ધિ વિનાયકનું મંદિર દરેક માનવીની મનોકામના પૂરી કરે છે. આ મંદિર ૧૮૦૧ની સાલમાં લક્ષ્મણ વિઠુ અને દેરૂબાઈ પાટીલે બનાવરાવ્યું હતું. મંદરમાં સિઘ્ધિ વિનાયકની ચતુર્ભુજ પ્રતિમા છે. બસો વર્ષ જુનુ આ મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે.ભક્તોનું માનવું છે કે દર મંગળવારે સિઘ્ધિ વિનાયકના દર્શન કરનારની સઘળી મનોકામના પૂર્ણ થાય છે.
મુંબઈ ઉપર આંતંકવાદીઓના હુમલાની શંકાથી (ડરથી) ગણેશોત્સવ મંડળોએ વિમો કરાવવાનું શરૂ કર્યું છે. વીમો કરાવનાર મંડળોની સંખ્યા અને વીમાની રકમ ગયા વર્ષે હતી એ કરતાં આ વર્ષ બે ગણી થવાની ગણતરી છે. એવું માનવામાં આવે છે કે વીમાની રકમ આ વર્ષે રૂપિયા ૧૦,૦૦,૦૦,૦૦,૦૦૦ કરતાં વધી જવાની છે.દા.ત. મુંબઈના સૌથી ધનવાન જીએસબી સેવા મંડળે ૨,૨૪,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનો વીમો લેવાની જાહેરાત કરી છે. ગયા વર્ષે આ મંડળે ૨૨૦ કરોડ રૂપિયાનો વીમો લીધો હતો.લાલબાગચા રાજાએ પણ આ વખતે વીમાની રકમ ત્રણ ગણી વધારી દીધી છે. એણે આ વર્ષે વીમો ૧૪ કરોડ રૂપિયાથી વધારીને ૪૫ કરોડ રૂપિયાનો કરાવ્યો છે.
વીમો બે મહિના માટે કરાવવામાં આવે છે. એ વીમો ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સમાં કરાવ્યો છે. વીમો તારીખ ૧૮ ઓગસ્ટથી ૧૭ ઓક્ટોબર સુધીનો છે. ગણેશોત્સવ દરમ્યાન દર્શન માટે ભક્તોની સૌથી વઘુ ભીડ આખા મુંબઈમાં લાલબાગના રાજાના મંડળમાં જ થાય છે.
જીએસબી મંડળે અલગ અલગ જોખમ જોઈને વીમાની રકમ જૂદી જૂદી રાખી છે. એમાં ૨૨.૧૧ કરોડ રૂપિયાનો વીમો મંડળના ગણપતિને પહેરાવાયેલા ઘરેણાઓ માટે છે. ૧ કરોડ રૂપિયાનો વીમો આગ લાગે તો છે. દર્શન કરવા આવનારા ભક્તો માટે ૨૦ કરોડ રૂપિયાનો વીમો છે. મંડળનો સૌથી વઘુ રકમનો વીમો એટલે ૧૮૨ કરોડ રૂપિયાનો વીમો મંડળના હોદ્દેદારો, કાર્યકરો અને મજૂરો માટેનો છે... ૮૧૯ કરોડ રૂપિયાનો.
જ્યારે મંડપનો વીમો ૩૫ લાખ રૂપિયા છે.
આ જીએસબી મંડળ માટુંગામાં છે. આ વર્ષે ત્યાંના ગણપતિ સોના ચાંદીથી સંપૂર્ણપણે ઢાકેલા હશે. મૂર્તિ પર સાચા સોનાના રંગ, જેમાં ૨૨ કેરેટ સોના અને ચાંદીનો ઉપયોગ કરાયો છે તેમજ ભગવાન ગણેશના માથા ઉપર ૨૨ કીલો સોનાનો ૩૩ ઈંચ ઊંચો મુકુટ છે. એમાં લગભગ અડધો કીલો સોનાની ઝાલર નજરમાં આવશે. એ બાપ્પાના હાથ પણ સોનાના હશે જેમાં એક હાથમાં એમનો પ્રિય મોદક અને બીજામા લગભગ ૨.૫ કીલો સોનાનું અસ્ત્ર હશે. એમના હાથોમાં સોનાના કડા પણ છે અને ગળામાં સોનાની માળા છે. એનું વજન લગભગ ૨ કીલો છે. એમના પગ પણ સોનાના છે. સંિહાસન ૧૨ કીલો સોનાનું છે. એમના માટેનું નૈવેદ્ય પાત્ર પાત્ર પણ ચાંદીનું છે. બાપ્પાનો વાહક મૂષક પણ ચાંદીનો છે. એકંદર આ બાપ્પા કુલ ૭૦ કિલો સોનાના અને ૪૭૦ કીલો ચાંદીથી ઢંકાયેલા છે. એમની કંિમત લગભગ ૨૨,૦૦,૦૦,૦૦૦ રૂપિયા આંકી ગઈ છે.
ત્યાં થનારી ભીડને વ્યવસ્થિત રાખવા લગભગ ૧૦૦૦ કાર્યકર્તા કામે લાગેલા છે. એ સાથે ૪૫૦ પ્રાઈવેટ ગાર્ડ પણ છે. એમાં મહિલાઓ માટે મહિલા ગાર્ડ પણ છે. એ ઉપરાંત ૩૪ સીસીટીવી કેમેરા ચારે બાજુ છે. એ કેમેરાઓને પોલિસ સ્ટેશન સાથે જોડેલા છે. આ કેમેરા પૂરા કુટુંબો ઉપર નજર રાખે છે.
ગણપતિનો આ ઉત્સવ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખાસ કરીને લત્તે લત્તે અને કયાંક તો એક જ લત્તામાં બબ્બે ત્રણ ત્રણ ઠેકાણે થતો હોય છે પણ મુંબઈના ડોંબીવલી નામના પરા ૩ કી.મી. દૂર આવેલા સંદપ નામના ગામમાં ફક્ત એક જ ગણેશની સ્થાપના કરીને એક જ ગણેશોત્સવ આખા ગામનો કરવામાં આવે છે. ગામના બધા જ માણસો એક જ મંદિરમાં એકઠા થઈને આ પાવનપર્વની ઉજવણી કરે છે. ગામમાં દત્ત લગવાનનું એક મંદિર છે જ્યાં ગણપતિની સ્થાપના ગામવાલા બધા જ ભેગા મળીને કરે છે. છેલ્લા ૪૭ વર્ષથી આ ગામના કોઈએ પણ પોતાના ઘરે ગણપતિની સ્થાપના નથી કરી. ગામમાં લગભગ ૧૨૫ ઘર છે જેમાં ૧૨૦૦ લોકો રહે છે.
ગણેશ ભગવાન સત્વ, રજસ અને તમો એ ત્રણે ગુણોના અધિષ્ઠાતા છે. ગણપતિ બાપ્પાની પૂજા ઘરઘરમાં થાય છે અને આપણા સઘળાં શુભ કાર્યોની શરૂઆત કર્યા પહેલા ગણેશની પૂજાઅર્ચના કરવામાં આવે છે. કારણ કે ગણપતિ સૌના વિઘ્નહર્તા છે.
આપણા ઘરોમાં ગણપતિ ધાર્મિક સ્વરૂપે હંમેશા પૂજિત રહ્યા છે. સાર્વજનિક રૂપમાં એમની પૂજા અને ઉત્સવની શરૂઆત ૧૮૯૩માં લોકમાન્ય તિલકે ગણેશોત્સવરૂપે કરેલી. જનતા જાગૃત થઈને સંગઠિત રૂપે દેશની આઝાદી માટે કામ કરે એવો ત્યારે એમનો ઉદેશ્ય હતો.
- ગુણવંત છો. શાહ

 

આ જાણો છો ?
અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં સરકારી સ્કુલોમાં જવાનું વિદ્યાર્થી અને માબાપ પસંદ કરતા હોય છે જ્યારે આપણે ત્યાં ઉલટું છે. આપણે ત્યાં સરકારી સ્કુલોમાં જવાનું ગૌરવભર્યું નથી ગણાતું. દા.ત. ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન સરકારી સ્કુલોમાં ૨૧ લાખ વિદ્યાર્થીઓ ઓછા થયા હતા (દેશભરમાં) જ્યારે (ખાનગી) બિન સરકારી સ્કુલોમાં ૧૧ લાખ વિદ્યાર્થીઓ વધી ગયા હતા.૧૯૪૭માં પાકિસ્તાનમાં ૧૫ ટકા હિન્દુ હતા જે આજે ઘટીને ફક્ત ૫ ટકા જ રહ્યા છે.

 

કાનમાં કહું!
પોતાનો સાચો પગાર કે આવક છૂપાવીને
વધારે કહેવાની આદત
જેઓ લધુતાગ્રંથિથી પીડાતા હોય છે તેઓ પોતાનો વટ દેખાડવા (ગુરૂતાગ્રંથિ દેખાડવા) જાત જાતના બિનજરૂરી નુસખા કરતા હોય છે. એવો એક નુસખો નહીં પણ આદત, ફેશન, પોતાનો પગાર કે આવક જે હોય તે સાચા કહેવાને બદલે અનેક ગણા વધારીને કહેતા હોય છે. દા.ત. પગાર પાંચ હજાર રૂપિયા જેવો હોય તો ચાલીસ કે પચાસ હજાર કહેતા હોય છે. એક નામી પત્રકાર, લેખક હંમેશા વર્ષોથી પોતાનો પગાર ૧ લાખ રૂપિયા જ કહે છે જ્યારે ખરેખર એને ૫૦ હજાર રૂપિયા પણ નહોતા મળતા.
એમ ખોટું બોલીને તેઓ બધા ઉપર પોતે હોંશિયાર અને પોતે સફળ હોવાની છાપ પાડવા માંગતા હોય છે. આ અંગે કરવામાં આવેલી એક સર્વેમાં જાણવા મળ્યું કે પોતાની બડાઇ દેખાડવા ૫૬ ટકા પુરૂષો પોતાના પગાર વિષે અને ૮ ટકા પુરૂષો પોતાની કારો વિષે જૂઠું બોલતા હોય છે. મહિલા નોકરિયાતોમાં પણ ૪૫ ટકા આ બાબતમાં ખોટું બોલતી હોય છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved