Last Update : 24-September-2012, Monday

 

હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ

- અત્યાર સુધી ગણપતિ સ્થાપના કે વિસર્જનમાં ફક્ત ઢોલ નગારાનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે વિસર્જનની સ્ટાઈલ બદલાઇ છે.

અમદાવાદમાં અત્યારે ઉત્સાહભેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ગણપતિના ઉત્સવના ચાર દિવસો પૂરા થઈ ગયા છે, ત્યારે કેટલાક લોકોએ જેમણે ગણપતિની સ્થાપના ત્રણ કે પાંચ દિવસ માટે કરી હોય. તેમણે ગણેશજીની જે પ્રમાણે સ્થાપના કરી હતી, તેના કરતાં પણ બમણા જોશમાં અને ઉત્સાહભેર અને આવતા વર્ષે જલ્દી આવવાના વચન સાથે ગણપતિનું વિસર્જન કર્યુ હતું. સામાન્ય રીતે અત્યાર સુધી ગણપતિ સ્થાપના કે વિસર્જનમાં ફક્ત ઢોલ નગારાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ ટ્રેન્ડ બદલાતો જાય છે. તેમ તેમ ગણપતિ સ્થાપના અને વિસર્જનની સ્ટાઈલ્સ પણ બદલાતી રહે છે. શહેરમાં અત્યારે આવું જ કંઈક દેખાઈ રહ્યું છે. ઠેર ઠેર ડી.જેના તાલે અત્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યા છે. ડી.જેના તાલે ગણપતિ વિસર્જનના પણ કેટલાક કારણો છે. એમાંનું એક કારણ છે ,બને એટલા યંગસ્ટર્સ આ પ્રક્રિયામાં જોડાય એટલા માટે અત્યારે ડી.જેના તાલે ગણપતિ સ્થાપના કે વિસર્જન કરવામાં આવે છે. યંગજનરેશનને તો ધમાકેદાર સોંગ જ પસંદ આવતા હોય છે, અને ડી.જે ના કારણે આ પ્રક્રિયામાં ઘણા યંગસ્ટર્સ જોડાય પણ છે.
આ અંગે ડી.જે પ્લેયર કહે છે કે અત્યારે ડી.જે એટલે રીમીક્સ સોંગની વાત સીધી જ કરવામાં આવે છે. ખાસ કરીને ડાન્સની વાત આવે એટલે યુવાન છોકરાઓ અને છોકરીઓની ગણતરી કરવામાં આવે છે. અને યંગ ગર્લ્સ અને બોયઝ હોય એટલે સાદાસીધા સોંગ ચાલે જ નહીં. બસ આ જ કારણથી જ અત્યારે ડી.જેની માંગ વધવા લાગી છે. ખાસ કરીને અત્યારે ગણપતિના હીટ સોંગ હોય કે જેને બોલિવૂડમાં ધુમ મચાવી હોય તેવા સોંગ અત્યારે વધુ પ્રમાણમાં ચાલતા હોય છે. ચાર થી પાંચ મોટા મોટા સ્પીકરની રમઝટ જ્યાં હોય ત્યાં યુવાનો આપોઆપ ખેંચાઈ આવતા હોય છે.
આ અંગે એક ગણપતિ મંડળના વ્યક્તિ કહે છે કે અમે છેલ્લા કેટલાય સમયથી ગણપતિ લાવીએ છીએ. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અમે કેટલાક ચેન્જીસ લાવ્યા છીએ, જેમાંનો આ એક ઘણો મોટો ચેન્જ કહી શકાય. આ ચેન્જ લાવવાનું કારણ એ છે કે ફક્ત ઢોલનગારાથી યંગજનરેશનને આ પ્રકારના ઉત્સવો માટે આપણે પ્રેરણા આપી શકીએ નહીં. તેના કરતા આપણે તેમના માટે જ કંઈક એવી વ્યવસ્થા ગોઠવીએ જેના કારણે યંગબ્લડ ઓટોમેટીક આપણી સાથે જોડાઈ જાય.
જ્યારે ભક્તિની વાત આવે ત્યારે તેમાં યુવાનોનો સાથ તો જોઈએ જ સતીષ શાહ કહે છે, આજની યુવાપેઢી ઉત્સવોથી વિમુખ થતી જાય છે તેમને જો તેમના ફેવરિટ મ્યુઝિકના તાલે આકર્ષવામાં આવે તો તેમાં ખોટું શું છે? યુવાનો મ્યુઝિકના દિવાના છે તે બહાને તેઓ એકઠા થાય અને ભક્તિ કરે તે આજના ફાસ્ટ સમયની માંગ છે. થોડીક વાર માટે એકઠા થઈને કરેલા કામથી તેમને સંતોષ મળે છે અને ફરીથી તેઓ આ પ્રકારના સેવાકાર્યમાં જોડાવા માટે તત્પર રહે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved