Last Update : 24-September-2012, Monday

 

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ

- બ્લેક અને બ્લૂ વચ્ચેના કલરના શર્ટ્સ, જેકેટ્સ અને જીન્સનો અત્યારે જાણીતા કલાકારો અને જુવાનિયાઓ કરી રહ્યા છે. દિવસના ભાગે આ રંગના કપડાં કાળા કરતા વધુ આકર્ષક લાગે છે અને પહેરનારને કમ્ફર્ટેબલ પણ.

ફેશન-શો હવે ફક્ત મુંબઈ, દિલ્લી કે બેન્ગલોર જેવા શહેરો માટે જ સિમીત નથી. અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરોમાં પણ હવે ફેશન ડિઝાઇનરો સુપર મોડેલ્સની તલાશમાં હોય છે. ઘણા જુદા-જુદા કોલેજ ફેસ્ટિવલ્સ ઉપરાંત નવા કલેક્શન માટે પણ ફેશન-શોનું આયોજન થતું જોવા મળતું હોય છે. અમદાવાદના યુવાન કે યુવતીને હવે પોતાના પોર્ટફોલિયો બનાવવા માટે મુંબઈની લાંબી અને કપરી મજલ ખેડવી પડતી નથી હોતી. ફેશનમાં સજાગ હોય એવા પણ ઘણા યુવાનો આજે અમદાવાદમાં છે અને નવા-નવા ટ્રેન્ડ વિશે લાંબી વાતચીતો કરતા અને એકબીજાને ગાઇડ કરતા હોય છે. ફક્ત એટલું જ નહીં, વેસ્ટસાઇડ, પેન્ટલૂન્સ કે વિલ્સ લાઇફસ્ટાઇલ જેવા શો-રૃમ પણ આ ટ્રેન્ડ મુજબના કપડાં રાખતા હોય છે. હવે એક નવો કલર અત્યારે ઘણો મનપસંદ થયો છે. ડિઝાઇનરો અને જાણીતા કલાકારો માટે 'મિડનાઇટ બ્લૂ' નામનો આ રંગ ઘણો પસંદ પડયો છે અને ફેશનના જાણકારો માને છે કે શિયાળા માટે બ્લેક અને બ્લૂ વચ્ચેનો આ કલર ડાર્ક બ્લૂથી ઘણો મળતો આવે છે.
કપડાંના રંગ તરીકે સૌથી પહેલાં ૧૯૨૦ના દાયકામાં આ કલરનો ઉપયોગ શરૃ થયો હતો. ૧૯૩૦ સુધીમાં એ ઘણો પ્રચલિત થયો હતો અને સેમી-ફોર્મલ માટે ૧૯૩૦ સુધીમાં એ પસંદ થવા લાગ્યો હતો. જોકે એ ઉનાળામાં વધુ વપરાતો અને સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપી શકે એવો કલર ન હોવાથી થોડા સમયમાં ઓછો ઉપયોગ થતો હતો. જોેકે હવે આ વર્ષના વિન્ટર કલેક્શનમાં ઓવરકોટ, જેકેટ, શર્ટ અને જીન્સ તરીકે આ કલરનો ઉપયોગ થયો છે. સૂટ કે અન્ય કોઈ પણ પોશાકમાં આ કલર ઘણો પસંદ કરવામાં આવશે એના વિશ્વાસ સાથે ડિઝાઇનરોએ કલેક્શન બહાર પાડયા છે. ભારતમાં હજી સ્ટાઇલ આઇકન તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને આ કલરનો ઉપયોગ ઘણો કર્યો છે. તેમના ઉપરાંત શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષયકુમાર અને હોલીવુડની ''ટ્વાઇલાઇટ' ફિલ્મસિરીઝનો સુપરસ્ટાર રોબર્ટ પેટિન્સન પણ એને પહેરવા માટે જાણીતા છે. દિવસના ભાગે આ રંગના કપડાં કાળા કરતા વધુ આકર્ષક લાગે છે અને પહેરનારને કમ્ફર્ટેબલ પણ. ફોર્મલ વેરમાં પણ આ રંગની અસર વ્યક્તિત્વને સારી રીતે રજૂ કરવા માટે ઉપયોગી છે.
જાણકારોના મત પ્રમાણે લાઇટ-ડાર્કની કોઈ પણ જોડી અથવા સામાન્ય કપડાં પર ઓવરકોટ તરીકે આ કલર ખૂબ જ આકર્ષક લાગશે. જોકે લાલ કે નારંગી રંગના કપડાં પર આ રંગ નહીં જામે. આ ઉપરાંત પાર્ટી કે અન્ય ઇવેન્ટમાં ઓવરકોટ કે બ્લેઝર એવી રીતે પહેરવા પડે કે જે સૂટ જેવા ન લાગે. ફેશનના બદલાતા રૃપ રંગમાં નાના શહેરો પણ આવી ગયાં છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved