Last Update : 24-September-2012, Monday

 
દિલ્હીની વાત
 

માયા-મુલાયમની શત્રુતા યુપીએને ફળશે ?
નવીદિલ્હી,તા.૨૨
દેશના સહુથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના બે કટ્ટર વિરોધીઓ સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંઘ યાદવ અને પસપાના નેતા માયાવતીએ તૃણમૂલ કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા લઘુમતીમાં મૂકાઈ ગયેલી યુપીએ સરકારને ટેકો આપવાનું વચન આપ્યું છે અને બહુ રસપ્રદ ઘટના છે, પરંતુ કોંગ્રેસમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે, માયા - મુલાયમની મદદ યુપીએને બચાવશે ! કોંગ્રેસી નેતાઓ પ્રતિસ્પર્ધીઓની મદદને આશિષરૃપે જોઈ રહ્યા છે, પરંતુ એમને એ વ્યવસ્થા પલટી મારે એવો ભય પણ છે. રસપૂર્ણ હકીકત એ છે કે, સપા અને બસપા - બેમાંથી કોઈ એક પક્ષ ટેકો આપે તો પણ યુપીએ સરકાર ટકી જાય એમ છે. સમાજવાદી પક્ષ પાસે ૨૨ સાંસદો છે, જ્યારે બહુજન સમાજ પક્ષના ૨૧ સાંસદો છે. સામે પક્ષે, ટેકો પાછો ખેંચી લેનારા તૃણમુલ કોંગ્રેસ પક્ષ પાસે માત્ર ૧૯ સાંસદો જ હતા. કોંગ્રેસી નેતાઓને મુલાયમના અટકચાળાની બીક છે. એમની અસરકારક નુકસાનરૃપ કામગીરીનો ડર છે. એમ વધુ તો એટલા માટે કે મુલાયમને વડાપ્રધાન થવાની મહત્વાકાંક્ષા છે. વળી, એમને વહેલી લોકસભાની ચૂંટણી જોઈએ છે અને એમની આંખો ત્રીજા મોરચા પર મંડાઈ છે. જો કે કોંગ્રેસને આશ્વાસન એ વાતનું છે કે માયાવતી, મુલાયમ સામે શ્રએષ્ઠ બફર બની શકે એમ છે.
માયાવતી વધુ સલામત વિકલ્પ
કોંગ્રેસના કેટલાક નેતાઓને લાગે છે કે માયાવતી સહેલાઈથી મમતાનું સ્થાન લઈ શકશે. એમને તો એટલો વિશ્વાસ છે કે, માયાવતી પ્રધાનમંડળમાં પણ જોડાઇ શકે. તેઓ એક વિકલરૃપે માયાવતીમા કેટલાક પ્લસ પોઇન્ટ જોઇ રહ્યા છે. માયાવતીને રાષ્ટ્રીય રાજકારણમાં રસ નથી. એમની ગરજ માત્ર યુપીના રાજકારણ પુરતી જ છે. તેઓ એટલું જ ઇચ્છે છે કે મુલાયમના પુત્ર એવા યુપીના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ સામે શાસનવિરોધી જુવાળ ઉભો થાય. એમને બઢતીમાં ક્વોટા જોઇએ છે પરંતુ સરકારને કોઇ સમસ્યા નથી. સરકાર આ મુદ્દે ચોમાસુ સત્રમાં જ ખરડો આણવા ઇચ્છતી હતી પરંતુ કોલગેટની રેલમાં આખું સત્ર જ તણાઇ ગયું.
દીદીની વિદાય - બંગાળ કોંગ્રેસ માટે મદદરૃપ
સુધારાને આગળ ધપાવવા માટેની પોતાની કામગીરીના બચાવમાં ગઇકાલે રાષ્ટ્રજોગું સંબોધન કર્યા પછી વડાપ્રધાનની અગ્રીમતા પ્રધાનમંડળનો ગંજીફો ચીપવાની છે. પ્રધાનમંડળની પુર્નરચના આગામી સપ્તાહે, તા.૩૦ સપ્ટેમ્બરે શરૃ થતી શરદ ઋતુ અગાઉ અપેક્ષિત છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતાની વિદાયની છાયા એમાં ડોકાતી રહેશે, એમ ઉચ્ચ વર્તુળો માને છે. પ્રથમ વાર, તૃણમૂલ કોંગ્રેસની વિદાય થી વધુ જગ્યાએ ખાલી પડી છે, જેના પગલે પુર્નરચના જલદીથી કરવી પડે એમ છે. પ્રધાનમંડળમાં તાજા ચહેરા સમાવીને એને નવો ઓપ આપવા માગતા વડાપ્રધાન મમતાની છાવણી છોડી દેનારા પ.બંગાળના કોંગ્રેસી નેતાઓને સમાવે એવી શક્યતા છે. અધીરરંજન ચૌધરી, દીપા દાસમુન્શી અને મૌસમ નૂરના નામ આ યાદીમાં મોખરે છે. હકીકતમાં તૃણમૂલ કોંગ્રેસે ઉભા કરેલા અવકશાન પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભરાશે એવી વાત પણ છે. રેલવે ખાતુ પણ બંગાળ પાસે રહે એવી શક્યતા છે.
પુનરચનામાં કોંગ્રેસના અન્ય તાજા ચહેરા હશે, પરંતુ એ માટેનો અવકાશ ઓછો છે. વડાપ્રધાન સુબોધકાંત સહાય ગુલામનબી આઝાદ, શ્રી પ્રકાશ જયસ્વાલ અને બેની પ્રસાદ વર્મા જેવા પ્રધાનોની કામગીરીથી સંતુષ્ટ નથી, જો કે અંતિમ પરિણામ માટે રાહ જોવી રહી. બીજી બાજુ, શ્રીકાંત જેમા અને હરીશ રાવત છેલ્લા ત્રણ વર્ષોથી કેબિનેટ દરજજાના પ્રધાનપદની રાહ જોઇ રહ્યાં છે.
વિદેશ પ્રવાસ બંધ
આગામી સપ્તાહે અમેરિકામાં યોજાઇ રહેલી રોકાણકારોની પરિષદમાં ભાગ લેનારા, આયોજન પંચના નાયબ અધ્યક્ષ મોન્ટેકસિંઘ આહલુ વિલાય સિવાય મોટા ભાગના પ્રધાનોની વિદેશયાત્રા સરકારની કટોકટીના પગલે રદ કરાઇ છે. આવા પ્રવાસ રદ કરનારા પ્રધાનોમાં ઉર્જા પ્રધાન એમ વીરપ્પા મોઇલી, કાયદા પ્રધાન સલમાન ખુરશિદ, માર્ગ પરિવહન પ્રધાન સી.પી.જોશી અને રાજય દુર સંચાર પ્રધાન સચિન પાઇલોટનો સમાવેશ થાય છે.
લાલુનું નવું શિરદર્દ
સુધારાની આગેકુચના પોતાના કાર્ય સંદર્ભે વડાપ્રધાન કરો યા મરોના મિજાજમાં છે. ગઇ રાતના એમના ટીવી સંબોધનમાં એમણે ડીઝલના ભાવ વધારા અને એફડીઆઇનો બચાવ કર્ય હતો. અને આજે એમણે ફરીથી અત્રેના વિજ્ઞાાન ભવન ખાતેના એક કાર્યક્રમમાં એ પગલાંનો બચાવ કર્યો . વિપક્ષે વડાપ્રધાનના ટીવી ભાષણથી પોતે પ્રભાવિત નહી થયો હોવાનું જણાવ્યું છે ત્યારે લાલુ પ્રસાદના પક્ષ આરજેડીના કાનૂની સેલના સભ્ય એવા દિલ્હીસ્થિત બિહારી વકીલ સંતોષ કુમારે આજે વિજ્ઞાાન ભવન ખાતે બુસકોટ કાઢી સુત્રોચ્ચાર કરી તમાશો ઉભો કર્યો હતો. આ બનાવે યુપીએ સરકારને ટેકો આપી રહેલા અને પ્રધાનમંડળની નવી પુનર્ચનામાં સ્થાનની અપેક્ષા રાખી રહેલા લાલુ માટે નવું શિરદર્દ ઉભું કર્યું છે. નુકશાનરૃપ વકીલને પક્ષમાંથી તગેડી મૂકવામાં લાલુએ જરાય વાર લગાડી નથી. એટલું જ નહિ. એમણે પક્ષના દિલ્હી એકમને જ વિખેરી કાઢ્યું છે.
મુકુલ દ્વારા મમતાનું અનુસરણ
મમતા બેનરજી જ્યારે રેલવે પ્રધાન હતાં ત્યારે કોલકાત્તામાં બેસીને રેલ મંત્રાલય ચલાવવા બદલનો એમની ટીકા થતી રહી હતી. ગઇકાલે પ્રધાનપદું છોડનાર, એમના સાથી મુકુલ રોયે પણ એ જ પરંપરાને આગળ ધપાવી છે. રેલ ભવનના અધિકારીઓના મતાનુસાર રેલવે પ્રધાન તરીકેના છેલ્લા છ માસ દરમિયાન રોય ૨૦ દિવસ પૂરતા દિલ્હીમાં હતા. અગાઉ, મુકુલ રેલ રાજ્ય પ્રધાન હતા, જેમને વડાપ્રધાનની અવહેલના બદલ તા.૧૧ જુલાઇ, ૨૦૧૧ ના રોજ પડતા મૂકાયા હતા.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved