Last Update : 24-September-2012, Monday

 

....અને રાજ કપૂરે એન્થનીની માફી માગીઃ સોરી, હું ગુસ્સે થઇ ગયેલો !

સિનેમેજિક - અજિત પોપટ
 

 

વાત ૧૯૫૦ની આખર અથવા ૧૯૫૧ના આરંભની આસપાસની હોવી જોેઇએ. શંકર જયકિસને ઘૂમ મચાવવા માંડી હતી. એક ગીતમાં વાયોલિનના અઘરા પીસ વગાડવાના હતા. એક બપોરે બે યુવાનો જયકિસનને સંતોષ થાય એ રીતે વાયોલિન પર એ પીસ બેસાડવા મગજમારી કરતા હતા. અચાનક રાજ કપૂર ત્યાં આવ્યા અને આ બંને પર ગુસ્સે થઇ ગયા કે તમે અહીં બેસીને અમને ડિસ્ટર્બ કરો છો. ‘સોરી સર...’ કહીને બંને સાજંિદા ચાલ્યા ગયા. રેકોર્ડંિગ શરૂ થયું. પેલો પીસ આવે ત્યાં છબરડા શરૂ થઇ જાય. કંટાળેલા જયકિસને વાયોલિનવાદકોના સમૂહ પર નજર ફેરવીને પોતાના આસિસ્ટન્ટને કહ્યું એન્થની અને ડોરાડો ક્યાં ? આસિસ્ટન્ટ મૂંઝાયો. હવે જયકિસન અને રાજ કપૂર બંનેના ઠપકા મળવાના. અચાનક રાજ કપૂરને જ યાદ આવ્યું કે પોતે ગુસ્સે થઇને બે સાજંિદાને ત્યાંથી હાંકી કાઢ્‌યા હતા. એણે જયકિસનને સાઇડ પર લઇ જઇને વાત કરી. જયકિસને રાજ કપૂરને સમજાવ્યા કે આ ટુકડા એ બે સિવાય કોઇ સહેલાઇથી વગાડી નહીં શકે. ધે આર જેમ્સ ઑફ અવર મ્યુઝિક ગુ્રપ રાજ સા’બ !
તરત રાજ કપૂરે એક માણસને ટેક્સીના પૈસા આપીને દોડાવ્યો અને એન્થની તથા ડોરાડોને તેડાવી લીધા. પોતાનો અહં વચ્ચે લાવ્યા વિના રાજે બધા સાજંિદાની હાજરીમાં દિલગીરી વ્યક્ત કરી. રેકોર્ડંિગ શરૂ થયું. લતાજી આજે પણ આ વાતના સાક્ષી છે. ડેવિડનું મેંડોલીન અને એન્થની તથા ડોરાડોનું વાયોલિન જે ડ્રીમ સિક્વન્સ તથા ગીતમાં ગૂંજ્યાં એ ગીત એટલે ‘ઘર આયા મેરા પરદેશી....’ લતાજી માટે કહેવાય છે કે એ સાવ કૂમળી વયથી પોતાના પિતાના વિદ્યાર્થીઓની ભૂલ પકડી પાડતાં અને સાચું શીખવતા. એન્થની ૧૩ વરસની ઉંમરે પોતાના પિતાના સ્ટુડન્ટસ્‌ને શીખવતા. ૧૬ વરસની ઉંમરે એ મુંબઇ આવી ગયા અને ગણતરીના દિવસોેમાં ફિલ્મ સંગીતમાં એક અનિવાર્ય હિસ્સો બની રહ્યા. શરૂમાં નૌશાદ સાહેબની કેટલીક ફિલ્મોનું સંગીત સંભાળ્યું, જેમાં સ્ટેશન માસ્ટર, સંજોગ, અનમોલ ઘડી, દુલારી, દાસ્તાન, જાદુ, બૈજુ બાવરા અને મધર ઇન્ડિયાનો સમાવેશ હતો. નૌશાદની સાથોસાથ પીટર સિક્વેરાની ભલામણ સ્વીકારીને અનિલ વિશ્વાસ સાથે બોમ્બે ટોકિઝની કેટલીક ફિલ્મો કરી. પછી તો કદી પાછું વાળીને જોયું નહીં. યાદી આપવાનો કશો અર્થ નથી પરંતુ એન્થનીએ ત્યારના તમામ ટોચના સંગીતકારો સાથે કામ કર્યું અને કામ એટલે અમૂલ્ય હીરા જેવું. એના કામને માત્ર સંગીતકારોેજ નહીં, ગાયકો, સાઉન્ડ એંજિનિયર્સ અને ખુદ ફિલ્મસર્જકોએ બિરદાવ્યું. ગયા શુક્રવારે આપણે બી આર ચોપરા અને ફિલ્મ નયા દૌરની વાત કરેલી.
આ કલાકારોની ખૂબી એ હતી કે એ લોકો માત્ર પૈસા કમાવાની દ્રષ્ટિએ નહીં પણ કશુંક નવું કરવાની કે સર્જવાની દ્રષ્ટિએ કામ કરતા. ફિલ્મ સંગીતના મહારથી જેવા સેક્સોફોનિસ્ટ મનોહારી સંિઘે કહેલો એક પ્રસંગ યાદ આવે છે. કદાચ અગાઉ આ સ્થળેથી વર્ણવ્યો પણ હશે. એકવાર પંચમના, ઘરમાં કામવાળી ફ્‌લોર પર પડેલા ડાઘા લૂછવા માટે કેરોસિન રેડીને એના પર નકામું છાપું નાખીને પગથી ઘસતી હતી. એ રૂમમાં બેસીને છાપું જોઇ રહેલા પંચમના કાન ચમક્યા. આ કેવો અવાજ ? પેલી બાઇ કામ પતાવીને જતી હતી ત્યારે એને અટકાવીને પંચમે કહ્યું, થોડીવાર આવો અવાજ કરતી રહે. હું મારા સાજંિદાને બોલાવી લઉં. અગાઉ જેની વાત કરેલી એ પારસીબાવા બરજોર લોર્ડે સાચું ક્હ્યું હતું, પંચમ એના સમય કરતાં ઘણા આગળ હતા. હી વોઝ માસ્ટર ઑફ ન્યૂ સાઉન્ડસ્‌... આ બરજોર લોર્ડ, કેરસી લોર્ડ, એન્થની ગોન્સાલ્વિઝ, કિશોર દેસાઇ, દત્તારામ વગેરે કેટલાક એવાં નામો છે જેમના કામની વાત કર્યા વિના ફિલ્મ સંગીતનો ઇતિહાસ અઘૂરો રહે. ભૂપીન્દરને આપણે ગઝલ ગાયક તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ પણ પંચમના વાદ્યવૃન્દમાં ગિટારવાદક હતા.
એક ઘટના સ્વર્ગીય સરદાર મલિક (અનુ મલિકના પિતા)એ વિવિધભારતીના જયમાલા કાર્યક્રમમાં વર્ણવી હતી. સરદાર મલિકે એક ફિલ્મ દસ વખત જોઇ હતી. કારણ ? એમાં એન્થનીએ પિયાનો પર એક સોલો પીસ વગાડ્યો હતો. એ પીસ સાંભળતાં સરદાર મલિક ધરાતાં નહોતા. તો ‘ગાઇડ’ ફિલ્મનું સંગીત તૈયાર થતું હતું ત્યારે એકવાર ભાવવિભોર થઇને એસ ડી બર્મને પોતાના કાયમી સાથી-સાજંિદાઓનેે કહ્યું હતું, ‘આપણે બધાં એન્થની સાહેબના સંગીતના વિચારો કરતાં ૨૦૦ વરસ પાછળ છીએ...’ એવા એન્થનીની સંગીત કારકિર્દીની વાતો તો કદી ખૂટે એમ નથી. આજે એ આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે થેંક્સ ટુ પ્યારેલાલ કે અમર અકબર એન્થનીમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલા એક ગીત માય નેઇમ ઇઝ એન્થની ગોન્સાલ્વિઝ દ્વારા પોતાના ગુરુને લગભગ અમર કરી દીધા. અલવિદા એન્થની !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 

 

 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved