Last Update : 24-September-2012, Monday

 

મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

સપાના વડાની ચાલથી કોંગ્રેસ તેમજ ભાજપ બંને ચિંતિત

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૩
મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇ અને ડીઝલના ભાવોમાં વધારાની વિરુદ્ધ સરકારનો વિરોધ પછી ટેકો અને પછી ફરી એક વાર સરકારને ચેતવણી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહની આ રાજનીતિએ તમામ રાજકીય પક્ષોને હેરાન કરી મૂક્યા છે. દેશની પ્રજા પણ સમજી શકતી નથી કે મુલાયમ કોની સાથે છે. તે શું ઇચ્છે છે? શું મુલાયમ એનડીએ અને યુપીએને તોડીને ત્રીજો મોરચો રચીને દિલ્હીની ખુરશી કબજે કરવા માંગે છે? સપાના વડાની ચાલથી કોંગ્રેસ તેમજ ભાજપ બંને ચિંતિત છે.
એક તરફ મુલાયમ જણાવે છે કે સાંપ્રદાયિક શકિતઓને રોકવા માટે તે સરકારને ટેકો આપવાનુ ચાલુ રાખશે. બીજી તરફ તેમના પુત્ર અને ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન કહે છે કે દેશે મધ્યસ્થ ચૂંટણી માટે તૈયાર રહેવુ જોઇએ. તેમના ભાઇ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ તૈયાર કરી લીધી છે. આ તમામ નિવેદનોની વચ્ચે મુલાયમ એનડીએ અને યુપીએ બંનેમાં પોતાના મિત્રોની શોધમાં લાગી ગયા છે. યુપીએ અને એનડીએ સિવાયના પક્ષ અગાઉ જ મુલાયમને જણાવી ચૂક્યા છે કે તે આગળ આવીને ત્રીજા મોરચાની રચના કરે.
મુલાયમે ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં પણ પોતાના મિત્રોની શોધ શરૃ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ જ મુલાયમે એનડીએના પ્રમુખ ઘટક શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને પંજાબના નાયબ મુખ્યપ્રધાન સુખબાીર સિંહ બાદલની શનિવારે મુલાકાત લીધી હતી. એસપી પ્રમુખના આ પગલાને તેમની આગામી લોકસભા ચૂંટણી પછીની રણનીતિથી જોડીને જોવામાં આવી રહ્યું છે.
મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દેશમાં ખેડૂતોની સ્થિતિ, મોંઘવારી, મલ્ટી બ્રાન્ડમાં એફડીઆઇ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એફડીઆઇ જેવા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર બંને નેતાઓના વિચાર એક જેવા હોવાથી ભવિષ્યમાં ફરીથી વાતચીતનો માર્ગ ખુલ્લો છે.
મુલાયમ સ્વયં ભલે મધ્યસત્ર ચૂંટણીથી ઇનકાર કરતા હોય, પરંતુ તેમના પુત્ર અને ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન અખિલેશ યાદવે શનિવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટી મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved