Last Update : 24-September-2012, Monday

 

કોઇનો સાથ અણ્ણાએ છોડયો તો કોઇએ અણ્ણાને છોડયા
એકલા પડી રહેલા અણ્ણા અંગત સચિવ પઠારેનું રાજીનામુ

કેજરીવાલ, બ્લોગર રાજુ પારુલકર, કાશ્મી સહિતના સાથીઓ છૂટા પડયા

રાલેગણસિદ્ધિ, તા. ૨૩
અરવિંદ કેજરીવાલથી જુદા પડયા બાદ અણ્ણા હઝારેને આજે એક વધારે ઝાટકો વાગ્યો હતો. લાંબા અરસાથી અણ્ણાના અંગત સચિવ તરીકે કામ કરતા સુરેશ પઠારેએ આજે રાજીનામુ આપી દીધું હતું. પઠારેનું કહેવું છે કે તેમણે અંગત કારણોસર આ પગલું ભર્યું છે પરંતુ અણ્ણાના ભૂતપૂર્વ બ્લોગર રાજુ પારૃલકરે દાવો કર્યો હતો કે પઠારે ઉપરના ભ્રષ્ટાચારના આરોપોના કારણે એમને રાજીનામુ આપવાની ફરજ પડી છે.
અણ્ણાના વતન રાલેગણસિદ્ધિના રહેવાસી સુરેશ પઠારે ટ્વિટર દ્વારા અણ્ણાના સંદેશ લોકો સુધી પહોંચાડતા હતા પરંતુ શનિવારે તેમણે ટ્વિટર પર રાજીનામુ આપી દીધાની ચોંકાવનારી જાહેરાત કરી હતી. પઠારેએ એવો ખુલાસો આપ્યો હતો કે અમુક અંગત કારણોસર તેમણે આ નિર્ણય લીધો છે.
પરંતુ જાણકારોનું માનવું છે કે ખરું કારણ કંઇક બીજું જ છે. હકીકતમાં તો પઠારે પર ઘણા લાંબા સમયથી ભ્રષ્ટાચારના આરોપો મૂકાઇ રહ્યાં છે. એમાંનો એક આરોપ છે અહેમદનગર જિલ્લાના રેતમાફિયા સાથેના તેમના સંબંધો. આ આરોપોના કારણે જ ૨૨મી જાન્યુઆરી, ૨૦૦૯માં ગ્રામસભાએ પઠારેને બધાં જ પદોથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો અને તત્કાલિન કલેકટરને પઠારે વિરૃધ્ધ કાર્યવાહી કરવાની ભલામણ પણ કરી હતી. પઠારેના રેતમાફિયાઓ સાથેનાં કથિત સંબંધો બાબતે રાલેગણસિદ્ધિના લોકોએ પણ અણ્ણાને ઘણી ફરિયાદો કરી હતી.
ભ્રષ્ટાચારવિરોધી લોકઆંદોલન દરમિયાન એક સંસ્થાએ સુરેશ પઠારેને મોંઘો આઈફોન ભેટમાં આપ્યો હતો. આ ભેટ આપવા પાછળનું કારણ પણ કદી બહાર આવ્યું નથી. પઠારેના સ્વભાવના કારણે જ અણ્ણાનો બ્લોગ લખવાવાળા રાજુ પારૃલકર પણ દૂર થઇ ગયાં હતાં. અણ્ણાની સંસ્થા ભ્રષ્ટાચાર વિરોધી ન્યાસના અધિકારીઓ સાથે પણ પઠારેના સંબંધો બગડયાં હતાં.
સુરેશ પઠારે વિરુદ્ધના લગાતાર આરોપોના કારણે અણ્ણા તેમનાથી દૂર થઇ રહ્યાં હતાં. પાછળથી બન્ને વચ્ચે સમાધાન થતા અણ્ણાએ સુરેશને પાછા પોતાની સાથે લીધા હતાં. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. સુરેશ પઠારે વિરુદ્ધની ફરિયાદોમાં લગાતાર વધારો થઇ રહ્યો છે. લોકો માની રહ્યાં છે કે પઠારે ઉપરના આરોપો વિશે અણ્ણાએ તેમની પૂછપરછ કરી હશે અને ફળસ્વરૃપે પઠારેએ રાજીનામુ આપવાનો નિર્ણય લેવો પડયો હશે.
અરવિંદ કેજરીવાલથી અલગ થયા બાદ અણ્ણા ફરીથી ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૃ કરવા કમર કસી રહ્યાં છે અને એવા સમયે એમના નજીકના સાથીદારો ઉપર જ ભ્રષ્ટાચારના આરોપો મૂકાતા હોય એ એમના માટે સારું નથી. કદાચ એટલે જ અણ્ણાએ સુરેશ પઠારેને દૂર કરવાનો નિર્ણય લીધો હોય એવું લાગે છે.
ઉલ્લેખનીય છે કે કેજરીવાલ ઉપરાંત અણ્ણાના પૂર્વ બ્લોગર રાજુ પારૃલકર અને મુફતી શમૂન કાશ્મી જેવા કાર્યકરો પણ અણ્ણાથી અલગ થઇ ચૂક્યાં છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved