Last Update : 24-September-2012, Monday

 

થાનમાં પોલીસ ગોળીબારથી ૩ દલિતોનાં મોત

- તરણેતરના મેળામાં ભરવાડો-દલિતો ઝઘડતાં

 

 

- દલિતોની મીટિંગમાં બે વાર ઘર્ષણ થતાં ગોળીબાર પોલીસ સામે ૩૦૨ કલમ લગાડવાની માગણી

અમદાવાદ, તા.૨૩
ચોટીલા તાલુકાના થાનમાં ચાલી રહેલા ઐતિહાસિક લોકમેળા દરમિયાન ભરવાડોના જુથે દલિત યુવક પર હુમલો કરતા શહેરમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું ને ઉશ્કેરાયેલા દલિત સમાજના આગેવાનોએ શનિવારે રાત્રે બેઠક યોજના અથડામણની શક્યતાને પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવતા વાત વધુ વણસતા ટોળાએ ધમાલ મચાવતા પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં એક દલિત યુવાનનું મોત થતા દલિતો વધુ ઉશ્કેરાયા હતાન રવિવારે સવારે ફરી મીટિંગ બોલવતા પોલીસે શહેરમાં એસઆરપીનું પેટ્રોલીંગ ચાલુ કરી દેતા રોષે ભરાયેલાં ટોળાએ પથ્થમારો કરતા પોલીસે ફરી ફાયરિંગ કરતા ત્રણ યુવકો ઘવાયા હતા જે પૈકી બે યુવકોનાં રાજકોટની હોસ્પિટલમાં મોત થતાં દલિતોએ જ્યાં સુધી પોલીસ સામે ૩૦૨ કલમ ન લગાડાય ત્યાં સુધી મૃતદેહો ઉપાડવાનો ઈનકાર કરી દેતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.
આ ઘટનાની હકીકત એવી છે કે શનિવારે થાનમાં ચાલતા લોકમેળામાં ધક્કો લગવા જેવી સામાન્ય બાબતે ભરવાડો ને દલિતો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ભરવાડોએ એક દલિત યુવાનને માર મારતા મામલો બિચક્યો હતો ને જોત જોતામાં સમગ્ર થાનમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું. દરમિયાન દલિત સમાજના આગેવાનોએ આ હુમલાને વખોડી કાઢવા અને લડી લેવાના નિર્ધાર સાથે બેઠક બોલાવતા કંઈક અજુગતું બનશે એવી દહેશત સાથે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેતા ઉશ્કેરાઈને દલિતોએ ધમાલ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં ધવાયેલા પંકજ અપરશીભાઈ બગડાનું રાજકોટ ખસેડાયા બાદ મોત થતાં સ્થાનિક પીએસઆઈ સામે ૩૦૨ની કલમ લગાડવાની માગણી સાથે દલિતો ઉશ્કેરાયા હતા. મામલો વધુ વણસતા અગોતરા પગલાના ભાગરૃપે જામનગર એસપી હરિકૃષ્ણ પટેલ, લીંબડી ડીવાયએસપી અને થાન પીએસઆઈ કે. પી. જાડેજાએ પોલીસ ફોર્સ અને એસઆરપી થાનમાં ખડકી દીધા હતા.
દરમિયાન રવિવારે થાન સમગ્ર બંધ રહ્યું હતું. પરંતુ દલિત આગેવાનોએ મીટિંગ કરતા બપોરે ૧-૩૦ વાગે પોલીસે ટાળાને વિખેરવાનો પ્રયાસ કરતા પથ્થરમારો શરૃ થઈ ગયો હતો જેના જવાબમાં પોલીસે ગોળીબાર કરતા પ્રકાશ બાબુભાઈ પરમાર અને મેહુલ વાલજીભાઈ રાઠોડને છાતીમાં ગોળી વાગતા સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું જ્યારે ચનાભાઈ માવજીભાઈ વાણિયાને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ છે. આ ઘટનામા હોમગાર્ડસના જવાન ચંદ્રકાંત પ્રભુદાસને પણ ઈજાઓ થઈ છે.
દલિતોની એક જ માગણી છે કે સ્થાનિક પીએસઆઈ સામે ૩૦૨ની કલમ લગાડવામાં આવે. રવિવારે પણ પરિસ્થિતિ તંગ હોવાથી રાજકોટ રેન્જના આઈજી પ્રવીણસિંહા, એસપી રાઘવેન્દ્ર વત્સ, રાજકોટ એસપી પ્રેમવીરસિંહ પણ થાન પહોંચી ગયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved