Last Update : 24-September-2012, Monday

 

વિશ્વને જાદુનું ઘેલું લગાડનાર એક ગૌરવવંતા ગુજરાતીની વિદાય
જાદુગર કે.લાલની માયાજાળ પૃથ્વી પરથી ગાયબ

કેન્સરની બીમારી જીવલેણ સાબિત થઇ આજે સવારે અંતિમ યાત્રા નીકળશે

અમદાવાદ, તા.૨૩
મગજમાં કેન્સરની ગાંઠો થયા બાદ કીડની કામ કરતી બંધ થઈ જતા શનિવારે સવારે વિશ્વ વિખ્યાત જાદુગર કે.લાલનું તેમના નિવાસસ્થાને જ નિધન થતાં તેમના લાખો ચાહકો રડી પડયા છે. અવનવા કરતબો અને જાદુથી લોકોને દંગ રાખી દેનારા કે.લાલની 'એકિઝટ' પણ અણધારી રહી હતી. સદ્ગતની અંતિમયાત્રા આશ્રમ રોડ ખાતેના તેમના નિવાસસ્થાનેથી સોમવારે સવારે ૧૦ વાગ્યે નીકળશે. તેમના અંતિમ સંસ્કાર એસ.જી. હાઈ વે પરનાં સ્મશાનગૃહમાં કરાશે.
મૂળ અમરેલી જિલ્લાના બગસરાનાં કે.લાલ ઉર્ફે કાંતીલાલ ગીરધરલાલ વોરાનો જન્મ ૧-૧-૧૯૨૪ના રોજ થયો હતો. નાનપણથી જ જાદુનો શોખ ધરાવતા કે.લાલે ગણપતિ ચક્રવર્તી અને કુમાર બાબુ પાસેથી જાદુની તાલીમ લીધી હતી. ૧૫ વર્ષની વયે જૂનાગઢમાં નાનો શો કર્યા બાદ કે.લાલે ક્યારેય પાછું વળીને જોયું નથી. સમગ્ર દેશ અને વિશ્વનાં ખૂણેખૂણા ફરી વળ્યા હતા. કે.લાલે સૌથી વધુ જાપાનમાં ૧૮ વખત ૩૨૦૦ શો કર્યા હતા.
કે. લાલનો જન્મ નગરશેઠ દયાળ દેવચંદના ખાનદાનમાં થયો હતો. આ પરિવાર કાપડના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પરંતુ માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે જાદુનગરી કલકતા પહોંચી ગયા હતા. જો તેઓ ત્યાં ન પહોંચ્યા હોત તો શું, આવો પ્રશ્ન પણ અસ્થાને છે. કારણ કે જાદુની પ્રતિભા તેમને જન્મજાત હતી. સાડા પાંચ વર્ષની ઉંમરમાં જ પોતાની આ આવડતની જાણ તેમને થઈ ગઈ હતી. કલકતામાં યોજાયેલા એક્ઝિબિશનમાં જાદુગર ગણપતિ ચક્રવર્તિ અડધો-અડધો કલાકનો કાર્યક્રમ કરતા હતા. કે.લાલ આ શો જોવા પોતાના કાકા સાથે ગયા હતા. જેમાં તેમને ખુબ જ મઝા આવી હતી. આ શો જોયા બાદ કે. લાલે તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને મળ્યા બાદ શોમાં જોયેલા જાદુની ટ્રીક્સ કે. લાલે ખુલ્લી કરી દીધી. કે. લાલનું આવુ હુન્નર જોઈને ચક્રવર્તિ પણ ખુશ થયા. આ ઘટના બાદ કે. લાલે કાપડના વ્યવસાયમાં નહીં પણ જાદુના પાઠ શીખવાનું શરૃ કર્યું હતું અને વિશ્વને મળ્યો હતો એક અદભુત જાદુગર.

ઉપરાંત દેશ-વિદેશમાં મળી જીવન પર્યાંત સુધીમાં તેઓએ ૨૨૪૭૯ શો કર્યા હતા. દોઢેક મહિના પહેલા એચ.કે. હોલમાં કરેલો શો તેમનો છેલ્લો શો બની ગયો હતો. પરિવારમાં એક પુત્ર હસુભાઈ ઉર્ફે જુનિયર કે.લાલ, ચાર પુત્રી અને પત્ની પુષ્પાબેનને વિલાપ કરતા મુકીને ગયેલા કે.લાલનું નિધન થયાની જાણ થતા જ સગા સંબંધીઓ અને ચાહકોના ટોળા તેમના નિવાસસ્થાને ઉમટી પડયા હતા.
વધુને વધુ ચાહકો કે.લાલના અંતિમ દર્શનનો લાભ લઈ શકે તે માટે આવતીકાલે સોમવારે સવારે ૧૦ વાગ્યે તેમના ઘર, રીવરવ્યૂ ફલેટ, આશ્રમ રોડથી અંતિમ યાત્રા નિકળશે. મેમનગરમાં ગુરૃકુળ ખાતે ૧૦ મિનિટ સુધી તેમના પાર્થિવ દેહને વિરામ અપાશે. અહીં જાપ કર્યા બાદ તેમનો અગ્નિ સંસ્કાર કરવા માટે મૃતદેહને એસજી હાઈવે પરના થલતેજનાં સ્મશાન ગૃહમાં લઈ જવાશે. તેમની અંતિમ યાત્રામાં ધારાસભ્યો, મંત્રીઓ અને શહેરની અગ્રણી વ્યક્તિઓ જોડાશે.
કે.લાલના પુત્ર જુનિયર કે.લાલે જણાવ્યું કે, મારા પિતાની ખોટ કાયમ રહેશે. મગજની ત્રણ નાની ગાંઠો દૂર કરવા માટે ૧૮ દિવસ સુધી રેડીયેશન અપાયું હતું. બાદમાં કીડની બંધ થઈ જતા અને ફેફસામાં ઈન્ફેકશન લાગી ગયું હતું. પિતાની સારવાર માટે ઘરમાં જ આઈસીયુ ઉભુ કરાયું હતું. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ઈમ્પ્રુવમેન્ટ થઈ શક્યું નહોતું. આખરે રવિવારે સવારે ૬.૪૦ વાગ્યે તેમને દેહત્યાગ કર્યો હતો. પિતાને ૫૦૦થી વધુ જુદા જુદા એવોર્ડ મળ્યા છે. કોઈ એવો ફિલ્મ સ્ટાર, રાજકીય નેતા કે ધર્મગુરૃ નથી કે જેમણે કે.લાલનાં શો ન જોયા હોય.
આજીવન તંદુરસ્ત રહેનારા કે.લાલને તબાકુ, મસાલો કે અન્ય કોઈ પ્રકારનું વ્યસન નહોતું. તેઓએ સ્ટેજ પર સિંહ, વાઘ, હાથી, મગર, લિઝાર્ડ, જાયન્ટ અજગર, સાપ જેવા પ્રાણીઓનો સમાવેશ કરીને લોકોને અચંબામાં નાખી દીધા હતા. હાથચાલાકી, દ્રષ્ટિભ્રમ, સાધન અને સાધના આધારીત કરામતો તેમજ વીજળીક ઝડપની સાથે પ્રોપર ટાઈમીંગનું બેમિસાલ કોમ્બીનેશન કરીને પોતાની અલગ ઓળખ અને આભા ઉભી કરી હતી.

વિદેશી આયોજકોને કે.લાલે કહી દીધું કે
કરાર રદ કરી શકો છો પણ, મારી મહિલા આર્ટિસ્ટો અંગ પ્રદર્શન નહીં કરે
બિકિની જેવા કપડાં પહેરેલી યુવતીઓ નહીં મારો જાદુ જોવા આવે તેવા પ્રેક્ષકોની જરૃર છે
હવે તો વિદેશના જાદુ કે સ્ટેજના શૉ ટીવીની ચેનલો પર પણ નિહાળવા મળે છે. આવા શૉમાં દર્શકોને આકર્ષવા અંગપ્રદર્શન થાય તેવા બિકિની ટાઇપ કપડા જાદુગર કે મુખ્ય પરફોર્મરની તેની સાથેની મહિલા આર્ટિસ્ટોને પહેરાવાતા હોય છે. અમેરિકાના લાસ વેગાસમાં તો આવા શૉ આવી છોકરીઓને સહારે જ કમાતા હોય છે. કે.લાલ વિદેશમાં શૉ કરવા જાય ત્યારે રીહર્સલ જોયા બાદ આયોજકો અને રોકાણકારો શરત મૂકતા કે ''બીજું બધું જોરદાર છે, પણ તમારી સ્ટેજ આર્ટિસ્ટ છોકરીઓ આવા ભારતીય કપડા પહેરે તે દર્શકોને ગમશે નહીં. તમે બીજા બધા શૉ જુઓ. કેવી ગ્લેમરસ મીની અને લૉ કટ ટૉપ સાથેની છોકરીઓ હોય છે. તમે પણ છોકરીઓને અંગપ્રદર્શન થાય તેવા કપડા પહેરાવો.''
કે.લાલ તેઓને રોકડુ પરખાવી દેતા કે ''શૉ માટે કરાર રદ કરવાની છૂટ છે. પણ ભારતીય સંસ્કૃતિનું અપમાન નહીં થવા દઉં. આ બધી છોકરીઓને મારી દીકરી ગણું છું. આમ પણ છોકરીઓને જોવા આવતા દર્શકો માટે મારે નથી જોઇતા. મારા જાદુ જોવા આવે તેવા પ્રેક્ષકોની જ જરૃર છે.''
ત્યારપછી આયોજકોએ કદિયે કે.લાલને આવી ફરમાઇશ નથી કરી. કે.લાલના ૨૨૦૦૦થી વધુ દેશ-વિદેશના શૉમાં ક્યારેય કોઇ મહિલા આર્ટિસ્ટનું અંગ-પ્રદર્શન નથી થયું. ગૌરવ જળવાયું છે.

કે.લાલ દેશદાઝવાળા હતા
અમદાવાદ, રવિવાર
જાદુગર કે.લાલમાં દેશદાઝ ઠાંસી ઠાંસીને ભરી હતી. આવો જ દેશદાઝનો એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. તેઓએ બૈરીનમાં ૧૦ શો કર્યા હતા. બાકીના પાંચ દિવસના શો બાકી હતા અને રૃા. ૨૫ લાખનું પેમેન્ટ લેવાનું બાકી હતું. શોમાં તેમણે 'વોટર ઓફ ઈન્ડિયા'ની આઈટમ રજૂ કરતાં બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. ત્યાંના રાજાએ પણ શો જોયો હતો. બાદમાં રાજાને કે.લાલને કહ્યું કે, બાકીના શોમાં હવે તમારે 'વોટર ઓફ ઈન્ડિયા'ને બદલે 'વોટર ઓફ બૈરાન' બોલવાનું છે. કે.લાલે સ્પષ્ટ ના પાડી દીધી. તેમને લેવાના પૈસા પણ ન અપાયા. તેઓ બોરીયા બિસ્તરા બાંધીને એ જ રાત્રીના સમયે ફલાઈટ પકડી પુનઃ ભારત આવી ગયા હતા. યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ જાગે અને વ્યસન ભાગે તે માટે તેઓ પોતાના શોમાં અવનવી આઈટમો લાવતા હતા. જેને ચાહકોએ વધાવી લીધી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved