Last Update : 24-September-2012, Monday

 

પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'

 

ભારે આશ્ચર્ય અને નવાઈની વાત તો એ લાગી રહી છે કે કરીના કપુર પોતાની ફિલ્મ 'હિરોઈન'ના પ્રમોશન માટે જ્યાં જ્યાં પણ જાય છે અને ત્યાં તેના સૈફઅલી સાથેના લગ્નની વાત અંગે પુછપરછ થાય છે ત્યારે તે કાં તો સિદૂતપૂર્વક તેવા પ્રશ્નોના જવાબ ટાળી દે છે અથવા તો તે અંગે એકદમ ચુપકીદી સાધી લે છે. બે-ત્રણ દિવસ પહેલા પણ 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં પણ જ્યારે 'ગોકુલધામ'ની ગૃહિણીઓએ કરીના કપુરને તેના લગ્ન અંગેની વાતો કરી ત્યારે પોતાના લગ્ન અંગે કરીના કપુર એકપણ શબ્દ બોલ્યા વગર માત્ર હસતુ મ્હોંઢુ રાખીને ઊભી રહી હતી. તેવી જ રીતે દિલ્હીમાં પણ 'હિરોઈન'ના પ્રમોશન માટે ગયેલી કરીના કપુરે હમણાં લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી ! પરીણામે ફિલ્મી રસિયાઓને આ લગ્નમાં રહ્યો સહ્યો રસ પણ ઉડવા માંડયો હોય તેવું લાગી રહ્યું છે.
ખેર, અમને તો એવું લાગે છે કે જ્યાં સુધી આ પ્રેમી-પંખીડા લગ્ન નહીં કરી લે ત્યાં સુધી એક યા બીજી રીતે મીડિયામાં ચર્ચાસ્પદ રહ્યા જ કરશે ! લેટેસ્ટમાં તો એમ જાણવા મળ્યું છે કે સૈફઅલી અને કરીના કપુર બે વાર લગ્ન કરવાના છે. ચોંકી ના જતા. પહેલા તો આ બન્ને કોર્ટ-મેરેજ કરશે અને પછી તેઓના ઘેર લગ્નની શરણાઈઓ વાગશે. બોલીવુડના જે ભવ્ય લગ્નને પબ્લીક આતુરતાપૂર્વક ઈન્તજાર કરી રહી છે, તેના માટે કાયદેસરની ઔપચારિકતા પુરી કરવામાં આવી રહી છે. ગઈ ૧૨ સપ્ટેમ્બરના રોજ સૈફઅલી ખાનએ કરીના કપુર સાથેના લગ્ન માટે બાન્દ્રા (મુંબઈ)માં મેરેજ રજીસ્ટારને એપ્લિકેશન આપી દીધી છે !
કાયદા મુજબ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૨ પછી સૈફઅલી અને કરીના ૩૦ દિવસ પછી ગમે ત્યારે લગ્ન બંધનમાં બંધાઈ શકે છે. આનો અર્થ એ થયો કે સૈફઅલી ખાન અને કરીના કપુર ૧૧ થી ૧૭ ઓક્ટોબરની વચ્ચે ક્યારેય પણ લગ્ન કરી શકે છે, કારણ કે શર્મિલા ટાગોરએ આગામી ૧૮મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ પટૌડી-પરિવારના મિત્રોને દાવત-એ-વલીમા માટે બોલાવ્યા છે ! થોડાક-દિવસો પહેલા જ પોતાની ફિલ્મ 'હિરોઈન'ના પ્રમોશન માટે દિલ્હી ગયેલી કરીના કપુરે તો હમણાં લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. નો ડાઉટ, બીજી બાજુ સૈફઅલી ખાનની માતા- અભિનેત્રી શર્મિલા ટાગોર તો વારંવાર ૧૬મી ઓક્ટોબર, ૨૦૧૨ને આ લગ્નની તારીખ જણાવી રહી છે. કાયદેસર રીતે જોવા જઈએ તો સૈફઅલી ખાન અને કરીના કપુર આવનારા ત્રીસ દિવસ પુરા થઈ ગયા પછી ગમે ત્યારે લગ્ન કરી શકે છે, એટલે કે ૧૧ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધીમાં તેઓ ગમે ત્યારે પરણી જઈ શકે છે. મુંબઈ મિરરના સુત્રોના જણાવ્યા અનુસાર સૈફ-કરીના ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ સાંજે પાંચ વાગે બાન્દ્રાવાળા ઘરમાં મેરેજ રજીસ્ટ્રારને બોલાવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જ્યાં લગ્નની બાકીની બધી જ ઔપચારિક્તાઓ પુરી કરવામાં આવશે. ત્યારબાદ કરીના કપુરની સાસુ- શર્મિલા ટાગોરએ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ ન્યુવેડ કપલના વેલકમ માટે ''દાવત-એ-વાલીમા''નું આયોજન કર્યું છે.
જો કે, છેલ્લા કેટલાંય સમયથી કરીના કપૂર અને સૈફઅલી ખાન વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે.પણ અટકળો એવી થાય છે કે ખરેખર તેઓ ક્યારે લગ્ન સંબંધથી બંધાશે. ત્યારે પટૌડી પરિવાર પણ તેઓના લગ્નને લઇને તૈયારીમાં લાગી ગયું છે. મિત્રો માટે એક ખાસ પ્રકારનું નાટક પણ તૈયાર કરાયું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તેઓના મિત્રોને આ નાટક કેટલાં અંશે પસંદ આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved