Last Update : 24-September-2012, Monday

 

ઝવેરી બજારમાંથી શેરબજાર તરફ વળી રહેલું ભંડોળ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો

ચાંદી તૂટી રૃ.૬૩ હજારની અંદર ઉતરી ઃ ચીનમાં ચાંદીની વાર્ષિક આયાતમાં પચ્ચીસ ટકાનો ઘટાડો ઃ વિશ્વ બજારમાં ઉભરા જેવા ઉછાળા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. બજારમાં ઉછાળા આવે છે પણ ટકતા નથી અને ભાવો ફરી તૂટી જાય છે. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૭૨૦ વાળા તૂટી રૃ.૩૧૫૯૫ બોલાયા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૮૫૦ વાળા ઘટી રૃ.૩૧૭૩૫ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૩૦૬૫ વાળા તૂટી રૃ.૬૨૪૪૦ બોલાયા હતા. આમ સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૧૫થી ૧૨૫ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૬૨૫ ઘટી રૃ.૬૩૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. વિશ્વ બજારમાં ઉછાળે વેચવાલી રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૮૧થી ૧૭૮૨ ડોલર વાળા ઉંચામાં ૧૭૮૭થી ૧૭૮૮ થઈ છેલ્લે ૧૭૭૩.૫૦થી ૧૭૭૪ ડોલર રહ્યાના સમાચારો હતા. ચાંદીના ભાવો સોના પાછળ વિશ્વ બજારમાં ૩૫.૦૦થી ૩૫.૦૫ ડોલર વાળા ઉંચામાં ૩૫.૩૦થી ૩૫.૩૫ ડોલર થઈ છેલ્લે ૩૪.૫૪થી ૩૪.૫૫ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવો ઘટવા ઉપરાંત ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો પણ નીચા આવતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવી છે અને હાજર ભાવો દબાણ હેઠળ રહ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૬૦૦, ૯૯.૯૦ના રૃ.૩૧૭૫૦ રહ્યા હતા જયારે ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.૧૧૦૦થી ૧૨૦૦ ઘટી રૃ.૩૭૨૦૦૦ બોલાઈ રહ્યા હતા. ચાંદીના ભાવો મોડી સાંજે રૃ.૬૨૪૦૦થી ૬૨૪૫૦ તથા કેશમાં રૃ.૬૧૪૦૦થી ૬૧૫૦૦ બોલાઈ રહ્યા હતા. બુલીયન બજારમાંથી નાણાંભંડોળ શેરબજાર તરફ વળી રહ્યાની પણ ચર્ચા હતી. દિલ્હી બજારમાં આજે સોનાનાભાવો રૃ.૧૭૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૧૯૪૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૧૪૦ બોલાયા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૪૩૦ ઘટી રૃ.૬૧૨૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવો રૃ.૧૦૮૫ તૂટી રૃ.૬૩૨૪૦ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં આવતા સપ્તાહમાં સ્પેનને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા યુરોપીયન યુનીયન દ્વારા બોલાવાયેલી મિટિંગમાં શું પગલાં નક્કી કરાય છે તેના પર બજારની નજર રહી છે. ચીનથી મળતા આંકડાઓ મુજબ ત્યાં ચાંદીની આયાત ઓગસ્ટ મહિનામાં ૩.૪૦ ટકા ઘટી ૩૦૪૨૧૬ કિલો નોંધાઈ છે. જયારે ઓગસ્ટના અંતે પૂરા થયેલા વર્ષમાં ત્યાં ચાંદીની આયાતમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યાં પેલડીયમની આયાત ૩૧થી ૩૨ ટકા ઘટી છે જયારે પ્લેટીનમની આયાત ૪૨થી ૪૩ ટકા વધી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved