Last Update : 24-September-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૯-૨૦૧૨ સોમવાર
નિજ ભાદરવા સુદ નોમ- અદુઃખ નોમ
રામદેવ પીર નવરાત્રિ સમાપ્ત
ભાગવત સપ્તાહ પ્રારંભ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વે, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૨ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૭ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ ઃ- આજે સાંજના ૬ ક. ૩૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- પુર્વાષાઢા બપોરના ૧૨ ક. ૪૨ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- કન્યા, મંગળ- તુલા, બુધ- કન્યા, ગુરૃ- વૃષભ, શુક્ર- કર્ક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- સાંજના ૬ ક. ૩૪ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સવંત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.આ./૨
માસ-તિથિ-વાર ઃ- નિજ ભાદરવા સુદ નોમ ને સોમવાર.
- અદુઃખ નોમ, સ્વામિનારાયણ જયંતી.
- રામદેવપીર નવરાત્રિ સમાપ્ત.
- ભાગવત સપ્તાહ પ્રારંભ.
- મૃત્યુયોગ ૧૨-૪૨થી. રવિયોગ અહોરાત્ર.
- મુરલીધરજી ચાંપાસીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૮ રોજ દએપદ આદર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા, રાહત થાય. આપ હળવાશ અનુભવો. આકસ્મિક કોઇને મળવાનું થાય. બહાર જવું પડે.
વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં ગાફેલ રહેવું નહીં. શેરોના કે સોના-ચાંદીના- તાંબાના- રંગના ધંધામાં જાગૃતિ રાખવી. તબિયત સાચવવી.
મિથુન ઃ દિવસ દરમ્યાન આપ કામની વ્યસ્તતામાં રહો પરંતુ સાંજ પછી પરિવારની- કુટુંબની કામગીરીમાં ચિંતા અનુભવો.
કર્ક ઃ હરોફરો, કામકાજ કરો, પ્રયત્ન કરો પરંતુ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. નોકરી-ધંધામાં સંઘર્ષ અનુભવાય.
સિંહ ઃ મકાન-વાહન-મીલ્કતના પ્રશ્ને, નોકરીના સ્થળાંતરના પ્રશ્ને, ધંધાની જગ્યાના પ્રશ્ને, સંતાનના વિવાહ-લગ્નના પ્રશ્ને ચિંતા રહે.
કન્યા ઃ સુસ્તી-બેચેની-કંટાળો, શ્રમ-થાક અનુભવાય. છતાં તમારે ઈચ્છા- અનિચ્છાએ તમારા કામમાં વ્યસ્તતા દાખવવી પડે.
તુલા ઃ નોકરી-ધંધાની મુલાકાત-ચર્ચા-વિચારણાનું આયોજન ગોઠવવું પડે. સરકારી-ખાતાકીય કામ અંગે કોઇને મળવાનું થાય.
વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. વધારાનું કામ-આવક થાય. સીઝનલ કામ ઉકેલાતું જાય.
ધન ઃ આપને આપના તેમજ અન્યના કામ અંગે ચિંતા- વ્યસ્તતા રહે પરંતુ સાંજ પછી હળવાશ- રાહત અનુભવતા જાવ.
ંમકર ઃ નોકરી-ધંધાના કામમાં ચિંતા-ખર્ચ અનુભવાય. સરકારી-ખાતાકીય કામમાં, બેંકના કામમાં જાગૃતિ રાખવી પડે.
કુંભ ઃ ઉતાવળીયો કોઇ નિર્ણય કરવો નહીં. નોકરી-ધંધાના કામમાં વાણીની મીઠાશ-વ્યવહારની નમ્રતાથી ફાયદો થાય.
મીન ઃ નોકરી-ધંધાના કામમાં જોખમ કર્યા વગર રોજીંદા કામમાં ધ્યાન આપવું. અન્યના દોરવાયા દોરવાઇ જવું નહીં.

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૪ સપ્ટેમ્બર
આજથી શરૃ થઇ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચિંતામુક્તિના કારણે, બંધનમુક્તિના કારણે આપ હળવાશ- રાહત અનુભવો. હૃદય-મનની પ્રસન્નતા- આનંદમાં વધારો થાય. જુના સંબંધો તાજા થાય. જેમની સાથે મનદુઃખ થયું હોય, ગેરસમજ થઇ હોય તેમની સાથે સમાધાન થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.
* આવક પ્રાપ્તિના અવરોધમાંથી મુક્ત થતા જાવ. તમારી મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થાય. યશ-પદ-ધનમાં વધારો થાય.
* આ વર્ષમાં ધર્મકાર્ય- શુભકાર્ય થાય. યાત્રાપ્રવાસ થાય.
* વર્ષારંભે આંખમાં દર્દપીડાથી સંભાળવું. સંતાનના માટે ચિંતા-ખર્ચ આવી જાય.
* સ્ત્રીવર્ગને આનંદ-ઉત્સાહ- આત્મવિશ્વાસમાં વધારો થાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.
* વિદ્યાર્થીવર્ગને ભણાવવા માટે સારી તક પ્રાપ્ત થાય પરંતુ મિત્રવર્ગના વિચારોમાં એકાગ્રતા જળવાય નહીં.

 

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ પ્રેમિકા લીલીને ફોન ઉપર કહી રહ્યો હતો... ‘‘તારા વગર મગજ કામ કરતું નથી, ઊંઘ ઉડી ગઈ છે, હૃદય રડરડ કર્યા કરે છે, ક્યાંય ચેન પડતું નથી.’’
લીલીએ ફોનમાં જવાબ આપ્યો, ‘‘કોઈ સારા ડોક્ટરને બતાવ, આ બધા સ્વાઈનફ્‌લુના લક્ષણ છે, સમજ્યો ?’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved