Last Update : 23-September-2012, Sunday

 

ઝુંબેશના સત્તાવાર ભાગલા

 

‘શૉકંિગ, અનબિલીવેબલ, અનફોર્ચ્યુનેટ એન્ડ સૅડ’ (આંચકાજનક, માન્યામાં ન આવે એવા, કમનસીબ અને દુઃખદ) - આ વિશેષણો અરવંિદ કેજરીવાલે અન્ના હજારેના નિર્ણય માટે વાપર્યાં છે. તેમનો આઘાત કલ્પી શકાય એમ છે. અહેવાલો પ્રમાણે, અન્ના અને બીજા સાથીદારો સાથે કલાકો સુધી ચાલેલી બેઠકમાં છેવટે સર્વસંમતિથી નક્કી થયું હતું કે કેજરીવાલ રાજકીય પક્ષના રસ્તે આગળ વધે ને અન્ના તેની સમાંતરે બિનરાજકીય આંદોલન કરે. પરંતુ બન્નેના રસ્તા એક જ રહેશે અને બન્ને સાથીદારો જ રહેશે. તેમની વચ્ચે ભાગલાની કે છૂટા પડવાની કોઇ વાત ન હતી. આ મતલબની સમાધાનકારી ફોર્મ્યુલા યોગેન્દ્ર યાદવે મિટંિગના અંતે વાંચી સંભળાવી ત્યારે અન્ના હકારમાં ડોકું હલાવતા પણ મિટંિગની વિડીયોમાં દેખાયા.
પરંતુ અન્ના એટલે અન્ના. તેમની જીભ ક્યારે, કેવી રીતે લપસે એ કહેવાય નહીં. જીભ અન્નાની લપસે અને ફ્રેક્ચર બીજાને થાય, એવી અગાઉની પરંપરા પ્રમાણે અન્નાએ મિટંિગની બહાર જ આવીને જાહેર કરી દીઘું કે તેમના અને કેજરીવાલના રસ્તા એકદમ જુદા છે. આટલે સુધી તો સમજ્યા, પણ મિટંિગમાં નક્કી થયેલી સમાંતર કાર્યવાહીની વાતને બદલે અન્નાએ જુદી જ વાત કરી. તેમણે કહી દીઘું કે કેજરીવાલ અને તેમની ચળવળે પોતાના (અન્નાના) નામનો કે તસવીરનો પણ ઉપયોગ કરવો નહીં. રાજકીય પક્ષ રચવો કે નહીં એ વિશે સોશ્યલ નેટવર્કંિગ પર થયેલા સર્વેક્ષણ અને તેનાં પરિણામોને પણ અન્નાએ નકારી કાઢ્‌યાં અને કહ્યું કે આ પરિણામોને કંઇ લોકમાનસનું પ્રતિબંિબ ન ગણી શકાય. હકીકત એ હતી કે અન્નાએ જ આ પ્રકારનું સર્વેક્ષણ કરવાનું અને તેના માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું. કારણ કે અગાઉ સોશ્યલ મીડિયાના ટેકાનો સ્વાદ તે ચાખી ચૂક્યા હતા.
આ બઘું સાંભળીને અરવંિદ કેજરીવાલના મોંમાંથી જે વિશેષણ સર્યાં એ તો ઉપર લખ્યાં છે, પણ મનમાંથી કયાં વિશેષણ સર્યાં હશે તે કલ્પવાનું અઘરું નથી. અલબત્ત, જાહેર જીવનના આટલા અનુભવ પછી કેજરીવાલે રીઢા રાજકીય નેતાઓને છાજે એવું નિવેદન આપતાં કહ્યું કે અન્ના તો અમારા ગુરુ ને પિતા સમાન છે. તેમની છબી તો અમારા હૃદયમાં જ છે. એને અમે પગે લાગીશું અને આશીર્વાદ લઇશું.
સાંભળવામાં આ વિધાનો મીઠાંં લાગે, પણ વ્યવહારમાં તેનો કશો અર્થ હોતો નથી એ સૌ જાણે છે. કારણ કે અન્નાને પાકા પાયે એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે તે એક મહાન બ્રાન્ડ હતા અને અરવંિદ કેજરીવાલ તેમનો ઉપયોગ કરી ગયા. ‘હોઉં તો હોઉં પણ ખરો’ના પાઠમાં આવેલા અન્ના ઊંડું વિચારી શકવા માટે જાણીતા નથી. એટલે તે ભૂલી ગયા કે અરવંિદ કેજરીવાલે તેમનો એક પ્રતીક તરીકે ઉપયોગ કર્યો, ત્યાર પહેલાં રાલેગણ સિદ્ધિ અને મહારાષ્ટ્રના અમુક વિસ્તારોને બાદ કરતાં અન્ના હજારેને કોણ ઓળખતું હતું? તે આંદોલનકારી તરીકે જેટલા જાણીતા હતા, એટલા જ વિલાસરાવ દેશમુખ જેવા રાજકારણીના હાથે માની જવા માટે પણ વિખ્યાત હતા. તેમની પાસે સાદગી અને પ્રામાણિકતા સિવાય ભાગ્યે જ કંઇ હતું. જાહેર ચળવળ ચલાવવા માટે સાદગી અને પ્રામાણિકતા જેટલું જ, બલ્કે તેનાથી વધારે મહત્ત્વ વ્યૂહાત્મક સ્પષ્ટતાનું અને સાધનશુદ્ધિની સમજણનું હોય છે. એ ન હોય ત્યારે સાદગીને રસ્તા પર ઢળેલા પેટ્રોલની જેમ ઉડી જતાં વાર લાગતી નથી. બીજા કોઇ કારણથી નહીં તો કામની સરળતા ખાતર પણ, નેતાઓની જેમ મોટી મોટરોમાંથી ઉતરતા અન્નાને જોઇને એ સમજાતાં વાર ન લાગે.
છેલ્લી નિષ્ફળતા પછી અન્નાને તેમની મંડળીની મર્યાદા સમજાઇ હોય તો પણ, અત્યારે તેમણે ફક્ત અરવંિદ કેજરીવાલ સાથેનો છેડો ફાડ્યો છે. કિરણ બેદી હજુ તેમની સાથે જ છે. બલ્કે, તે અન્નાની સાથે રહેવા, ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનનું સુકાન સંભાળવા અને તક મળ્યે દિલ્હીનાં મુખ્ય મંત્રી બનવા આતુર છે. મહત્ત્વાકાંક્ષા રાખવામાં કશું ખોટું નથી, પરંતુ આવી મહત્ત્વાકાંક્ષા ધરાવનારાંને સાથે રાખીને અન્ના હજારે ફરી એક વાર તેમની અણસમજનું જ જાહેર પ્રદર્શન કરી રહ્યા છે.
અન્નાનું વ્યક્તિત્વ જ એવું છે કે કેજરીવાલ નહીં તો બીજું કોઇ તેમનો ઉપયોગ કરશે. એક અહેવાલ પ્રમાણે તેમની અને કેજરીવાલની વચ્ચે દીવાલ ઊભી કરવામાં સંઘ પરિવારે સક્રિય ભૂમિકા ભજવી છે. કારણ કે કેજરીવાલ સંઘ પરિવાર-ભાજપ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા નથી. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનને આર્થિક ટેકો પૂરો પાડનાર ઉદ્યોગપતિ જંિદાલે અને બાબા રામદેવે પણ આ કામમાં યથાશક્તિ ભૂમિકા ભજવી છે. બાબા રામદેવ સાથે અન્નાની મુલાકાતો વિશે પત્રકારોએ સવાલ પૂછતાં, અન્નાએ જવાબ આપવાને બદલે ‘ક્યું મારતે હો’ એમ કહીને વાત ટાળી દીધી હતી. પરંતુ બાબા રામદેવની ખંધાઇ અને તેમની આર્થિક તાકાત જોતાં અને જે રીતે છેલ્લે છેલ્લે અન્નાને માણસો ભેગા કરવા માટે રામદેવનું શરણું લેવું પડ્યું હતું, એ જોતાં અન્ના ફરી એકચક્રી આંદોલનકારી બની શકે એવું અત્યારે જણાતું નથી. તેમણે તો એ જ નક્કી કરવાનું છે કે તેમનો ઉપયોગ કોણ કરે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved