Last Update : 23-September-2012, Sunday

 

કોઈને કેન્સર તો કોઈને મોટું ઓપરેશન
અડગ મનના મુસાફરો યુવરાજ ટુ આર્મ્સ સ્ટ્રોંગ

 

- ટાઈગર રીટર્નસ ઃ સ્પોર્ટસ ખેલાડીઓનું કમબેક હતાશ લોકો માટે આદર્શ

 

ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઈ ચૂક્યો છે. ગયા અઠવાડિયે ન્યુઝીલેન્ડ સામેની ટ્‌વેન્ટી-૨૦માં ભારત ભલે એક રને હારી ગયું હોય પરંતુ યુવરાજસંિહે ફરી પાછું જુનું જોમ મેળવીને ટીમમાં આત્મવિશ્વાસનો વધારો કર્યો છે. યુવરાજ જ્યારે બેટંિગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે તેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાયો હતો પરંતુ જ્યારે તે પ્રથમ બોલ રમ્યો ત્યારે પણ સ્ટેડીયમમાં વેલકમ બેકની બૂમો પડી હતી. જો કે જ્યારે તેણે આસાન સીક્સ મારી ત્યારે તો માત્ર સ્ટેડીયમના જ નહીં પણ વિશ્વભરમાં ટીવી પર મેચ જોતા દર્શકો ઝુમી ઊઠ્યા હતા. કેન્સરની પક્કડમાંથી છૂટીને બીજી ઈનંિગ શરૂ કરનારને ‘ટાઈગર રીટર્ન’ તરીકે નવાજવામાં આવ્યો હતો.
પ્રેક્ષકગણમાં બેઠેલ યુવરાજની માતાની આંખમાં આંસુ આવી ગયા હતા. જે લોકો જીવનમાં હતાશ છે અને જીવનની સમસ્યાઓથી તંગ રહે છે તેમણે યુવરાજસંિહનો ‘કમબેક’ અપનાવવા જેવો છે. છ બોલમાં છ સીક્સ મારનાર તરીકે જે જાણીતો છે તે યુવરાજને જ્યારે કેન્સર થયું છે તે લોકોએ જાણ્યું ત્યારે બધાના શ્વાસ અઘ્ધર થઈ ગયા હતા. યુવરાજે સારવાર લીધી અને ફરી પાછો એ જ ક્રિકેટ ટાઈગરની અદામાં સીક્સરો મારતો જોઈને થઈ જાય કે ...‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો...’
યુવરાજને ચમકાવતી જાહેરાતોમાં ‘જબ તક બલ્લા ચલે તબ તક ઠીક હૈ...’ જે જીવનની વાસ્તવિકતા બતાવે છે પરંતુ જેની પાસે ૨.૪ કરોડ રૂપિયાની જાહેરાતના કોન્ટ્રાકટ હોય તેની જીંદગી સાથે આરોગ્યના ચેડાં થાય અને તે પણ કેન્સર તેનાં ગંદા હાથ લંબાવે ત્યારે ચંિતા થાય તે સ્વાભાવિક છે.
યુવરાજ જેવી ફાઈટ બેક જેવી સ્થિતિ અનેક સ્પોર્ટસમેનમાં જોવા મળી છે. જેમ કે ટાઈગર પટૌડી, લીઅન્ડર પેસ, બેથેની હેમીલ્ટન, ફૂટબોલ પ્લેયર કાકા એ એરીક અબીદલ, ટેનિસ પ્લેયર સેરીના વીલીયમ્સ, અમેરિકન સાયકલીસ્ટ લેન્સ આર્મ્સસ્ટ્રોંગ વગેરેનો સમાવેશ થાય છે. આ યાદીમાં ટાઈગર પટૌડીનો પણ સમાવેશ કરી શકાય.
અમેરિકાના ટેનિસ પ્લેયર સેરીના વિલિયમ્સની વાત કરીએ તો એક રેસ્ટોરાંમાં તેને અકસ્માત થતા તેના જમણા પગે ૧૨ ટાંકા અને ડાબા પગે છ ટાંકા આવ્યા હતા. તેને સર્જરી કરાવી પડી હતી. બધાને હતું કે આ ટેનીસ ક્વીન ફેંકાઈ જશે કેમ કે તેના ફૂટ-સ્ટેપ બરાબર નહોતા પડતા. સર્જરી પછી તેણે નંબર વનનો રેન્ક ગુમાવી દીધો હતો. પરંતુ તેણે મનને મક્કમ રાખ્યું હતું. તે ફાઈટ બેક સિચ્યુએશન સાથે ટેનિસના તખ્તા પર પાછી આવી ત્યારે એજ તાકાત અને જોમ સાથે આવી હતી. તેણે યુએસ ઓપન ૨૦૧૨નું ટાઈટલ જીત્યું અને લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. તાજેતરમાં ગયા અઠવાડિયે રમાયેલ....
ભારતના ટેનિસ સ્ટાર લીઅન્ડર પેસ ૨૦૦૩માં સખત બીમાર હતો. તેના બ્રેનમાં ચાર એમએમનો બ્લોક હતો. મગજને લોહી ઓછું પહોંચતું હતું. આવા કેસ ૧૦ લાખ લોકોમાં એકને બને છે. તે ગમે ત્યારે પડી જાય એવી સ્થિતિમાં હતો પરંતુ લીઅન્ડરના આત્મવિશ્વાસે તેને બચાવ્યો હતો. પ્રથમ એથેન્સ પછી બૈજીંગ અને છેલ્લે લંડન ઓલમ્પિકમાં લીઅન્ડરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ક્રિકેટર ટાઈગર પટૌડીએ ૨૦ વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી હતી. ૧૯૬૧ના જુલાઈમાં ઈંગ્લેન્ડમાં આ અકસ્માત થયો હતો. થોડી સારવાર છતાં આંખની ખોડ રહી ગઈ હતી. ત્યારબાદ તે જ વર્ષમાં ઈંગ્લન્ડ સામેની ક્રિકેટ ટીમમાં તેમને પસંદ કરાયા હતા. ત્રીજી ટેસ્ટમાં તેમણે સદી ફટકારી હતી. તે ૪૬ ટેસ્ટ રમ્યા તે પૈકી ૪૦ ટેસ્ટમાં તે કેપ્ટન હતા.
બેથની હેમિલ્ટનનો કિસ્સો તો ખૂબ પ્રેરણાદાયી છે. તે ૧૩ વર્ષની હતી ત્યારે ટાઈગર શાર્કે તેના પર હુમલો કર્યો હતો. તેનો હાથ ચીરી નાખ્યો હતો. તે દરિયા પર સર્ફર કરતી અમેરિકન સર્ફર હતી. એક મહિનામાં જ તે સર્ફીંગ માટે પાછી ફરી હતી. ૨૦૦૩માં ટાઈગર શાર્કના હુમલા બાદ ૨૦૦૫માં તો તે તેની પ્રથમ નેશનલ ચેમ્પિયનશીપ જીતી હતી. ત્યારબાદ સતત તે સફળતા મેળવી રહી છે.જેમ યુવરાજસંિહને કેન્સર હતું એમ અમેરિકાના સાયકલીસ્ટ લેન્સ આર્મ્સસ્ટ્રોંગને પણ કેન્સર હતું. તેને ટેસ્ટીક્યુલર કેન્સર હતું જે તેના પેટ, ફેફસા અને બ્રેન સુધી તે પ્રસરી ગયું હતું. તેને જીતવાના ચાન્સ ૪૦ ટકા જેટલા હતા. જો કે કેમોથેરાપીના મારાના કારણે તેને રીકવરી આવવા લાગી હતી. પોતાના ટેસ્ટ દરમ્યાન તેણે જે રેસમાં ભાગ લેવાની ના પાડી તે બધી જ રેસ તેણે જીતી બતાવી હતી.
બ્રાઝીલના ફૂટબોલ પ્લેયર કાકાને ૧૮ વર્ષ સ્પાઈનલ ફ્રેકચર થયું હતું, એટલે કે કરોડરજ્જુનું ફ્રેકચર. આ ફ્રેકચરને કારણે લકવો થઈ જાય અને તેની ફૂટબોલ કેરીયરનોઅંતઆવી જાય એમ હતું. પરંતુ આ પ્લેયર ચમત્કારિક રીતે સાજો પણ થયો અને ૨૦૦૭માં વર્લ્ડ બેસ્ટ ફૂટબોલરનો એવોર્ડ પણ જીત્યો. એવી જ રીતે ફ્રાન્સના ફૂટબોલ પ્લેયર એરીક એબીદલ્લે લીવરમાં ચાર સેમીની કેન્સરની ગાંઠ હતી. આ કેન્સરની ગાંઠ ઓપરેશનથી કઢાયાના છ મહિના બાદ તે ફરી ફૂટબોલના મેદાનમાં આવ્યો હતો.
ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે...
‘‘કદમ અસ્થિર હોય તો કદી મારગ
નથી મળતો...
અડગ મનના મુસાફરને
હિમાલય પણ નથી નડતો...’’

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 

 

 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved