Last Update : 23-September-2012, Sunday

 

ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'

- ગાંધીનગર પાસેના જમીયતપુરા ગામની શાળાને ૧૨ લાખના ખર્ચે સ્માર્ટ સ્કૂલ બનાવાઈ. ગ્રામ્યવિસ્તારની આ શાળામાં શિક્ષકો ૨૬૩ બાળકોને બ્લેકબોર્ડ પર નહીં પરંતુ ૪૨ ઇંચના એલસીડી ટીવી પર ભણાવે છે.

ગવર્નમેન્ટ ગ્રાન્ટનો ઉપયોગ કર્યા વગર ગ્રામજનોના સપોર્ટથી ગાંધીનગર પાસેના જમીયતપુરા ગામની પ્રાથમિક શાળાને ૧૨ લાખ રૃપિયાના ખર્ચે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે.ગ્રામ્યવિસ્તારની આ એવી શાળા છે જ્યાં શિક્ષકો પ્રાથમિક વિભાગના ૨૬૩ બાળકોને બ્લેકબોર્ડ પર નહીં પરંતુ ૪૨ ઇંચના હાઇડેફિનેશનવાળા એલસીડી ટીવી પર ભણાવે છે. એટલુ જ નહીં, આ ઇ-સ્કૂલ ફક્ત એક જ સીપીયુ વડે ચલાવવામાં આવે છે અને આવી સ્કુલ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હોવાનું પણ માનવામાં આવે છે. આ શાળાએે સરકારી શાળાની ઇમેજ બદલીને હાઇટેક સ્કૂલનું નિર્માણ કર્યું છે.
હાલ વિદ્યાર્થીઓની રૃચિ અને તેમના સ્વભાવનો અભ્યાસ કરીને શિક્ષણ પધ્ધતિમાં જરૃરી ફેરફાર કરવામાં આવતા નથી અને તેના કારણે જ શિક્ષણનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે. ત્યારે ગાંધીનગર નજીક આવેલા જમીયતપુરા ગામના લોકોએ ભેગામળીને ગામની સરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવી છે. ગોવિંદભાઇ પટેલ કહે છે ગ્રામજનો અને અન્ય સેવાભાવી સંસ્થાઓ પાસેથી ૧૨ લાખ રૃપિયાનું આર્થિક સહયોગ મેળવીને આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવ્યો છે. સરકારી શાળામાં ભણતા બાળકોને લોક સહકારથી સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટને કારણે ગુણવત્તાસભર શિક્ષણ આપવાના ઉમદા હેતુંથી જમીયતપુરાની શાળામાં ૪૨ ઇંચના એલસીડી ટીવીથી શિક્ષણ આપવામાં આવે છે .
અહીં શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષક બ્લેકબોર્ડ પર નહીં પરંતુ ૪૨ ઇંચના એલસીડી ટીવી પર ભણાવે છે. ધોરણ-૧થી ધો-૮ સુધીના આઠ જુદા-જુદા વર્ગખંડોમાં વિવિધ વિષયોનું એક જ સમયે અધ્યયન કરાવી શકાય છે. જેના માટે 'ગુરૃજી ઓનલાઇન' નામનું સોફ્ટવેર બનાવ્યું છે. જેમાં ખાસ કરીને અધ્યયન, પુનરાવર્તન અને સ્વમુલ્યાંકનને મહત્વ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રીતે જ કોમ્પ્યુટર પર પ્રશ્નોના જવાબો આપીને પુનરાવર્તન કરી શકે તેવી પધ્ધતિ પણ ઉભી કરવામાં આવી છે. તો સ્વમુલ્યાંકન અંતર્ગત વિવિધ કસોટી પ્રમાણે પ્રશ્નબેન્ક પણ નિષ્ણાંતોની મદદથી આ સોફ્ટવેરમાં નાંખવામાં આવી છે. આ પ્રશ્નપત્ર અંગે જે તે વિષયના શિક્ષકને પણ ખબર હોતી નથી. એટલુ જ નહીં, જ્યારે કોમ્પ્યુટર પર ઓનલાઇન એક્ઝામ લેવાની હોય ત્યારે દરેક વિદ્યાર્થીઓને અલગ-અલગ પેપર પરીક્ષાર્થીઓના કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવે છે. જેનું પરીણામ પણ સાચા જવાબો સાથે તાત્કાલિક આપી દેવામાં આવે છે. આ સમગ્ર શિક્ષણકાર્ય ફક્ત એક જ સીપીયુ અને સર્વર પર થાય છે. તેથી જ એક જ સીપીયુ આધારીત જમીયતપુરાની સરકારી પ્રાથમિક શાળા સમગ્ર ભારતની પહેલી સ્માર્ટ સ્કૂલ હોવાનું માનવામાં આવે છે. ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી કહે છે ગાંધીનગર જિલ્લામાં આગામી દિવસોમાં દસ સરકારી શાળાઓને લોકભાગીદારીની મદદથી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે. જેમાં ઉૈ-ખૈ ની મદદથી લેપટોપ, ટેબલેટ, મોબાઇલ કે અન્ય કોમ્પ્યુટરમાં પણ ગુરૃજી સોફ્ટવેર દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેણવી શકેે તેવી સુવિધા પણ વિકસાવવામાં કરવામાં આવશે આ પધ્ધતિથી શિક્ષણ આપવાથી શિક્ષકોની મહેનત ઘટે છે અને વિદ્યાર્થીઓને પણ જે તે પાઠ કે પ્રકરણ સારી રીતે યાદ રહે છે તેમ પણ તેમનું માનવું છે. આજે સરકારી શાળાઓમાં ટેકનોલોજીનો ઉપોગ કર્યા વગર જે લાલીયાવાડી ચાલે છે ત્યારે આ શાળા ઉદાહારણ લઈ શકાય તેવી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved