Last Update : 23-September-2012, Sunday

 

તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને

- ગ્રીન ટીનો ફેસ માસ્કમાં ઉપયોગ કરવામાં આવે તો તેે એકસફોલીએટર તરીકે કામ કરે છે. તેનાથી કુદરતી રીતે જ વિષેલા તત્વો દૂર થાય છે અને ત્વચા તેજસ્વી બને છે.

 

 

સવારના પહોરમાં ચા કે કોફી પીવાથી તાજગી અનુભવાય છે અને કામ કરવાની સ્ફુર્તિ આવે છે. તે જ પ્રમાણે દિવસ દરમિયાન પણ જયારે માથું ભારે લાગે ત્યારે આપણે ચા કે કોફી પીએ છીએ. જો કે આ પીણાં શરીરને તાજગી આપવા સાથે ત્વચા અને વાળને પણ પોષણ પૂરું પાડે છે. કોફીથી ત્વચાનો સોજો અને લાલાશમાં ઘટાડો થાય છે. કેફીન આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરે છે આથી મોટા ભાગના કોસ્મેટિકસમાં તેનો વપરાશ થાય છે. તે આંખ નીચે લાહીને એકઠું થવા દેતું નથી. તેમાં રહેલા એન્ટિ એજીંગ ગુણધર્મોને કારણે વધતી જતી વયની અસરને ખાળી શકાય છે. કેફીન ત્વચાની ભીનાશ જાળવીને સૂર્યના તાપથી પણ તેનું રક્ષણ કરે છે. કોફી બીન્સને ફેસ કે બોડી સ્ક્રબ તરીકે પણ વાપરી શકાય છે.તે ત્વચાને ટાઇટ કરે છે.
કોફીમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ ગુણોને કારણે વાળને થયેલા નુકસાનને રીપેર કરે છે. આથી હેર પેક તથા મહેદીમાં તેને ઉમેરી શકાય છે. તેનાથી વાળની ચમક વધશે અને તે સુંવાળા પણ થશે.
સામાન્ય રીતે આપણે વજન ઘટાડવાના હેતુથી ગ્રીન ટીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તે ત્વચાને હાનિથી બચાવે છે અને મૃતત્વચા કોષોને રિએકટિવેટ કરે છે. તે જ પ્રમાણે સૂર્યના નુકસાનકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાની રક્ષા કરે છે. ગ્રીન ટી ત્વચાને ચમકીલી બનાવે છે અને ફ્રી રેડકલ્સથી બચાવે છે. તૈલી ત્વચા ધરાવતી વ્યક્તિ માટે તે ટોનરનું કામ કરે છે. ગરમ પાણીમાં ગ્રીન ટીની પત્તીને અડધો કલાક પલાળી રાખો .બાદમાં તે પાણીને ગાળીને ટોનર તરીકે લગાડવું. ગ્રીન ટીની બેગને પાણીમાં બોળીને પછી આંખ પર મૂકવી. આનાથી આંખને ઠંડક મળશે અને થાક દૂર થશે.તે આંખની નીચે આવેલા પોપચાંના ેસોજો દૂર કરી આંખને તેજસ્વી બનાવે છે.
જો ગ્રીન ટીનો ફેસ માસ્કમાં ઉપયોગ કરવામાં આવે તો ત ે એકસફોલીએટરનું કામ કરે છે. તેનાથી કુદરતી રીતે જ વિષેલા તત્વો દૂર થાય છે અને ત્વચા તેજસ્વી બને છે. તેમાં રહેલુંટેનીન વાળની ચમક વધારે છે એટલે ગ્રીન ટીના પાણીને વાળ ધોવાઇ ગયા બાદ છેલ્લે નાખવું જોઇએ. ગ્રીન ટીને પાણીમાં નાખી ઉકાળો .તે પાણીને ગાળીને તેમાં લીંબુનો થોડો રસ ઉમેરવો .શેમ્પૂ થઇ ગયા પછી આ મિશ્રણનો વાળમાં ઉપયોગ કરવો. તેનાથી ખોડો પણ દૂર થાય છે ,વાળની વૃધ્ધિ થાય છે અને સુંવાળા બને છે. હેર કન્ડિશનરમાં વપરાતા વિટામીન સી ,ઇ અને પેન્થોલ ગ્રીન ટીમાં કુદરતી સ્વરૃપમાં હોય છે.
*કેમોમીલા ટીઃકેમોમીલા ટી વાળને સોનેરી રંગના કરવામાં મદદરૃપ થાય છે. કેમોમીલાની બે બેગ બે કપ ગરમ પાણીમાં પાંચ થી ૧૦ મિનિટ મૂકી રાખો .તે પાણીમાં બે ચમચા લીંબુનો રસ મિકસ કરવો .શેમ્પૂ કર્યા પછી આ મિશ્રણ વાળમાં નાખો અને પછી વાળ ધોવા નહિ. આનાથી વાળ કુદરતી રીતે બ્લોન્ડ થશે.
*ઊલોંગ ટીઃઊલોંગ ટી ચહેરા પરની કરચલી અને કાળા ડાઘા દૂર કરે છે .તેમાં રહેલાએન્ટિ ઓક્સિડન્ટસ સૂર્યના યુવી કિરણો સામે રક્ષણ કરે છે.
બ્લેક ટીઃવધતી જતી વયની પ્રક્રિયાને ઝડપી બનાવતા ફ્રી રેડિકલ્સસામે લડવામાં બ્લેક ટી મદદ કરે છે. આંખના થાકને દૂર કરવા બ્લેક ટીની બેગને પાણીમાં ભીજવીને મૂકવી. તે નેચરલ એસ્ટ્રિનજન્ટ તરીકે પણ કામ કરે છે. ચાને પાણીમાં ઉકાળો. આ પાણી ઠંડું પડતાં તેને ચહેરા પર છાંટવાથી તાજગીની અનુભૂતિ થશે.
જીંજર ટીઃજીંજર ટીમાં રહેલા એન્ટિ ઇન્ફલેમેટરી ગુણધર્મો ત્વચા પર રહેલા ખીલને દૂર કરે છે. તે ત્વચાને એકદમ સ્વચ્છ કરે છે .જીંજર ટી વાળ માટે પણ અકસીર સાબિત થાય છે. તેનાથી માથામાં રુધિરાભિસરણ વધે છે અને ખોડો ઘટે છે.
લીલી ચાઃલીલી ચા શરદીના ઉપચારમાં તો કામ લાગે છે જ પણ તે ચહેરા પરના ડાઘને સુધ્ધાં દૂર કરે છે. લીલી ચા ને ઉકાળીને તે પાણીમાં રૃનું પૂમડું બોળીને ચહેરા પર લગાડો. આનાથી ત્વચા પર રહેલા ડાઘ દૂર થશે ,રોમ છિદ્રો ખુલશે અને ખીલથી છૂટકારોમળશે.
લેવેન્ડર ટીઃત્વચા પર થયેલા ઘા કે ઘસરકામાં લેવેન્ડર ટી કામ લાગે છે. લેવેન્ડર ટીના પાણીથી વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે અને ખોડો પણ જાય છે.
જો કે, કેટલાંક લોકો વાળ ખરવાની સમસ્યાથી પણ બહુ પીડાતા હોય છે. જેથી આવા લોકોને પોતાના હેર ઉતરી જવાનો પણ ભય સતાવતો હોય છે. જેના કારણે તેઓ લેવેન્ડર ટીના પાણીનો ઉપયોગ વાળ ધોવાના કામમાં લે છે.
વળી આપણા દેશમાં બ્લેક ટી, ગ્રીન ટી, ઉલોંગ ટી, જંજીર ટી, લવેન્ડર ટી બહુ સરળતાથી મળી રહે છે. ત્યારે કેટલાંક ટીના શોખીનો માત્ર પોતાના શોખ ખાતર આવી ટી પીવાનુ ંપસંદ કરે છે. જ્યારે કેટલાંક લોકો આવી ટીનો ઉપયોગ પોતાના સ્વાસ્થ્ય સાચવવા માટે પણ કરતા હોય છે. વાળ ધોવા લેવેન્ડર ટીના પાણીનો ઉપયોગ કરતા હોય છે. કેટલાંક લોકો ગ્રીન ટીને પાણીમાં નાખીને ઉકાળી તેમાં લીંબુ નાખી વાળ ધોયા પછી ખોડો દૂર કરવા પણ ઉપયોગ કરતા હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved