Last Update : 23-September-2012, Sunday

 

ઈંગ્લેન્ડના બેટ્સમેનો અને બોલરો ફોર્મમાં છે
શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ

બોલિંગ ભારતનું નબળુ પાસુ છે

હર્ષા ભોગલેની કોલમ

શ્રીલંકાની પીચોનું વર્તન અસાધારણ લાગી રહ્યું છે. જેઓ પણ તેને જુએ છે તે માની શકતા નથી. પીચોમાંથી ધીરે ધીરે બાઉન્સ ઓછો થશે અને પીચો ધીમી અને સ્પિનરો માટે મદદગાર બનશે તેવી અપેક્ષા છે. જો કે હવે આવું થાય છે કે નહીં તે આપણે જોવું પડશે, કારણ કે હાલનો યુગ મુરલીધરનની નિવૃત્તિ બાદનો છે અને શ્રીલંકાના બોલરો આવી સ્થિતી અને પિચ માટે તૈયાર નથી.
જો કદાચ આમ થાય તો તેમાં સૂર્યપ્રકાશ મહત્વની ભુમિકા ભજવી શકે છે. આના કારણે ટુર્નામેન્ટમાં નાટકીય વળાંકો જોવા મળી શકે છે. જ્યારે જાહેરાત થઇ કે સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે તો બધાને અંહીની ધીમી અને નરમ પરિસ્થિતી તેમજ પીચોની અપેક્ષા હતી. જો કે અંહીની પરિસ્થિતી સાવ જુદી જ લાગી રહી છે.
શ્રીલંકાની પીચો ભૂતકાળના જેવી હોત તો ઈંગ્લેન્ડને ભારત સામે રીતસર સંઘર્ષ કરવો પડત. તેઓને યુવરાજ અને રૈના જેવા બેટ્સમેનોને શોટ ફટકારતાં અટકાવવામાં મુશ્કેલી સહન કરવી પડત અને ભારતનું સંતુલન એકદમ યોગ્ય ગણાત.ફિન અને બ્રોડ કે જેમને સખત અને બાઉન્સી પીચો ગમે છે તેઓ નિરાશા અનુભવત.જો કે હાલની પરિસ્થિતી જે પ્રકારે જોવા મળી રહી છે તેના કારણે ઈંગ્લેન્ડનો કેમ્પ પ્રેમદાસા સ્ટેડિયમની પરિસ્થિતીનો આનંદ માણી રહી છે.
ઈંગ્લેન્ડના બેટ્સમેનો સારા ફોર્મમાં છે, તેમની પાસે લાંબી બેટિંગ લાઇનઅપ છે અને તેમની પાસે ચાર ફાસ્ટ બોલરો છે. ચારમાંથી એક ફાસ્ટ બોલર એવો છે કે જે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે અને તેમના બંને સ્પિનરો ઉપયોગી બેટ્સમેનો છે. તેમની પાસે હાલેસ, બટલર અને બૈર્સ્ટોવ જેવા યુવા ખેલાડીઓ છે, જે ટ્વેન્ટી-૨૦ના એક્સપર્ટ મનાય છે.
ભારત માટે બોલિંગ નબળી કડી છે. મને બેટ્સમેનોની ચિંતા છે, જેઓ જંગી સ્કોર ખડો કરવા માટે ખુબ જ સંઘર્ષ કરતા જોવા મળે છે. ઈંગ્લેન્ડની ટીમ આજની મેચમાં જીતવા માટે ફેવરિટ ભલે મનાતી હોય પણ ભારત પાસે ટુર્નામેન્ટમાં ભુલો સુધારીને સારો દેખાવ કરવાની તક છે. જો કે આ માટે પિચોમાં પરિવર્તન આવે તે જરૃરી લાગી રહ્યું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved