Last Update : 23-September-2012, Sunday

 

કુદનકુલમ અણુ મથકના વિરોધમાં
તુતિકોરીન બંદરે ૫૦૦ હોડીઓની સાંકળ રચી માછીમારોનો અનોખો વિરોધ

તમિલનાડુના આ બંદરે દેખાવોમાં ૩ હજારથી વધુ માછીમારો અને કાર્યકરો જોડાયા

(પીટીઆઈ) તુતીકોરીન, તા. ૨૨
તામિલનાડુમાં કુદનકુલમ અણુવીજ પ્લાન્ટનો લોકો વિરોધ કરી રહ્યા છે. તેમાં ત્યાંના માછીમારોએ વિરોધની આગવી રીત શોધી કાઢી છે. સ્થાનિક માછીમારો, મશીનવાળી તેમજ ગ્રામ્ય સાદી ૫૦૦ જેટલી બોટો લઈને તૂતીકોરીન બંદરમાં આવ્યા હતા અને બંદરનો માર્ગ રૃંધી લઈને બેકલાક સુધી બંદરનો વ્યવહાર અટકાવી દીધો હતો. જેમાં ૩૦૦૦ જેટલા લોકો અને કાર્યકરોએ ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તામિલનાડુના લોકો કુદનકુલમ અણુ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં નવા એકમ સ્થાપવા ઉપરાંત જે એકમો ચાલુ છે તેમાં નવું યુરેનિયમ ભરવું જરૃરી છે. સરકાર નવું યુરેનિયમ ભરવા અણુ ભઠ્ઠીઓને અટકાવી નવું બળતણ ભરવા પ્રયાસ કરે છે. તેનો લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ જાપાનમાં આવેલા સુનામી તેને પગલે ફુકુશીમા અણુ પ્લાન્ટના રેડીએશનનું જોખમ વગેરે બાબતોનો ઉલ્લેખ કરીને કોઈપણ સંજોગોમાં અણુ પ્લાન્ટને અટકાવવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં માછીમારોએ વિરોધનો આ અનોખો ઉપાય અજમાવ્યો હતો.
આ સંદર્ભે બંદરના અધિકારીઓએ માહિતી આપી હતી કે ગત રાત્રીએ જહાજો ભરવા ઠાલવવાની કામગીરી ઝડપથી પતાવી દેવાઈ હતી. આજના વિરોધથી માત્ર જહાજની બંદરમાં આવવા જવાની પ્રક્રિયા અટકી હતી. તે સિવાયના કોઈ કામ પર વિરોધ પ્રદર્શનની કોઈ વિપરીત અસર પડી નથી. બે કલાકના વિરોધ પ્રદર્શન બાદ બંદરનો વ્યવહાર પૂર્વવત્ થઈ ગયો છે.
દેખાવકારોએ ૩૦૦૦ જેટલી સંખ્યામાં હોડીઓ સાથે એન્ટ્રી ચેનલ પાસે જ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતા, કોસ્ટ ગાર્ડ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીક્યોરીટી ફોર્સ (સીઆઈએસએફ) અને મરીન પોલીસે દેખાવકારો પર ચાંપતી નજર રાખી હતી. અણુ પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકોએ તુતીકોરીન શહેરમાં પણ માનવ સાંકળ રચીને પ્લાન્ટમાં અણુ બળતણ ભરવાની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. ગત બુધવારથી કુદનકુલમ ખાતેના ચાલુ એકમોમાં યુરેનિયમ ભરવાની પ્રક્રિયા ચાલુ છે જ્યારે લોકો ચાલુ એકમો તેમજ નવા સ્થપાનારા એકમોનો વિરોધ કરી રહ્યા છે.
દરમ્યાન પીપલ્સ મુવમેન્ટ અગેન્સ્ટ ન્યુક્લિયર એનર્જી (પીએમએએનઈ)ના નેતા એસપી ઉદયકુમાર સહિતના દેખાવકારોએ કુથાકુઝી ખાતે માનવ સાંકળ રચી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સ્થળ કુદનકુલમથી ૧૦ કિ.મી. દુર આવેલું છે. જ્યારે આ ચળવળના વડા એસપી ઉદયકુમાર વિરુદ્ધ સ્થાનિક અદાલતે બિન જામીનપાત્ર વોરંટ કાઢેલું છે. લોકોએ સમુદ્ર કિનારે આવેલા કુદનકુલમ, ઈદીનથકરાઈ, પેરુમનલ સહિતના સ્થળોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved