Last Update : 23-September-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૩-૦૯-૨૦૧૨, રવિવાર
નિજ ભાદરવા સુદ આઠમ
ધરો આઠમ- દુર્વાષ્ટમી- દુર્ગાષ્ટમી
દધીચી જયંતી

 

દિવસના ચોઘડિયાઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયાઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

 

અમદાવાદ સૂર્યોદયઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્તઃ ૧૮ ક. ૩૪ મિ.
સૂરત સૂર્યોદયઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૩૨ મિ.
મુંબઇ સૂર્યોદયઃ ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૩૩ મિ.
નવકારસી સમયઃ (અ) ૭ ક. ૧૭ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિઃ આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્રઃ મુળ બપોરના ૧ ક. ૩૨ મિ. સુધી પછી પુર્વાષાઢા. આજે મુળ નક્ષત્રમાં જન્મેલ બાળક માટે મુળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહઃ સૂર્ય- કન્યા, મંગળ- તુલા, બુધ- કન્યા, ગુરૂ- વૃષભ, શુક્ર- કર્ક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-ધન
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિયાણનઃ શરદ ૠતુ, રા.દિ. આ. ૧
માસ- તિથિ- વારીઃ નિજ ભાદરવા સુદ આઠમને રવિવારે
- આજે દુર્વાષ્ટમી, ધરો આઠમ છે. દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી છે.
- દધીચી જયંતિ, જ્યેષ્ઠા ગૌરી વિસર્જન
- સિદ્ધિયોગ બપોરના ૧ ક. ૩૨ મિ. સુધી
- રાષ્ટ્રીય આરનો મહિનો શરૂ
મુસલમાની હિજરીસનઃ ૧૪૩૩ જીલ્કાદ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અર્દીબેરસ્ત માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષઃ દુર્વાષ્ટમીએ ભક્તિપૂજા- ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી- ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો- આવક થાય. બહાર જવાનું થાય.

વૃષભઃ રવિવારનો દિવસ તન-મન-ધન- વાહનથી સંભાળવું. બહારનું ખાવાપીવામાં, અન્યની બિમારીમાં તકલીફ થાય, ખર્ચ થાય.

મિથુનઃ ધરો આઠમના આજના દિવસે કામકાજમાં સફળતા રહે. પત્ની- પરિવારનું કામ થાય પરંતુ સગાસંબંધીથી ચંિતા રહે.

કર્ક ઃ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. નોકરી - ધંધાના કે અંગત કામ અંગે કોઇને મળવાનું થાય, ચર્ચા થાય.

સંિહ ઃ દુર્વાષ્ટમીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ઘર- પરિવારના તેમજ નોકરી- ધંધાના કામમાં ઘ્યાન આપી શકો.

કન્યાઃ ધરો આઠમે વધારાના કામમાં ઘ્યાન આપી શકો. સગા-સંબંધી મિત્ર વર્ગને મળવાનું થાય. નોકરી- ધંધાના સંબંધો તાજા થાય.

તુલાઃ ધરો આઠમે ધર્મકાર્યથી આનંદ રહે, રોજીંદા કામમાં તેમજ અન્ય વધારાના કામમાં સાનુકુળતા રહે. સીઝનલ ધંધો થાય.

વૃશ્ચિકઃ દુર્વાષ્ટમીએ ઘર- પરિવારના, નોકરી- ધંધાના કામમાં સાનુકુળતા રહે. ધંધો- આવક થાય. જુના સંબંધોથી ફાયદો થાય.

ધનઃ ચંિતા- વ્યથા હળવી થવા છતાં માનસિક આંતરિક મનોવ્યથા આપને બેચેની, ચંિતા, દ્વિધા રખાવે. ખર્ચ આવી જાય.

મકરઃ ધરો આઠમે ધર્મકાર્ય થાય, પરિવારનું કામ કરી શકો. નોકરી- ધંધાના કામ અંગે બહાર જવાનું થાય. પત્નીની ચંિતા રહે.

કુંભઃ આપના રોજીંદા કામમાં હળવાશ- રાહત રહે. સગા-સંબંધી - મિત્રવર્ગને મળવાનું થાય.પત્ની સાથે મતભેદ- વિવાદ જણાય.

મીનઃ ધર્મકાર્યથી ધરો આઠમ હૃદય-મનને હળવાશ આનંદ રહે. નોકરી- ધંધાના, ઘર પરિવારના કામમાં સાનુકુળતા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૩-૦૯-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા તન-મનની સ્ફૂર્તિ, તાજગી, આનંદમાં વધારો થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થઇ શકે. જાહેર સંસ્થાકીય કામમાં, પોતાના કાર્યક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરી શકો.

 

- નોકરી ધંધામાં, યશ-પદ-ધનની પ્રાપ્તિ થાય. નવિન ફેરફારી થાય. ફસાયેલા નાણાં છુટા થાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

 

- મકાન- વાહનની કે અન્ય ચીજવસ્તુઓની ખરીદી થઇ શકે. સંયુક્ત મિલ્કતની વહેંચણી કે વેચાણનો પ્રશ્ન ઉકેલાય. વર્ષના ઉત્તરાર્ધમાં વિવાદ ઉકેલાય.

 

- સ્ત્રી વર્ગને પતિ-સંતાન- પરિવારથી આનંદ રહે. પિયરપક્ષમાં પ્રગતિ જણાય. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.

 

- વિદ્યાર્થી વર્ગને ભણવા માટે સાનુકુળતા રહે. સારી તક પ્રાપ્ત થાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક સહાય મળી રહે.

 

સુપ્રભાતમ્

નીતિ જાણનાર વિધાનોએ દુઃખનું ઓસડ આ જ કહ્યું છે- વિષાદ કે સંતાપ છોડીને દુઃખના કારણનો નાશ કરવાની શરૂઆત કરી દેવી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ પ્રેમિકા લીલીને ફોન ઉપર કહી રહ્યો હતો... ‘‘તારા વગર મગજ કામ કરતું નથી, ઊંઘ ઉડી ગઈ છે, હૃદય રડરડ કર્યા કરે છે, ક્યાંય ચેન પડતું નથી.’’
લીલીએ ફોનમાં જવાબ આપ્યો, ‘‘કોઈ સારા ડોક્ટરને બતાવ, આ બધા સ્વાઈનફ્‌લુના લક્ષણ છે, સમજ્યો ?’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલાક નવા વ્યંજન

મટર ખોયા કોરમા

 

સામગ્રી ઃ ૭૫૦ ગ્રામ વટાણા, ૨૫૦ ગ્રામ માવો, ૧ કપ બારીક કરેલી કોેથમીર, ચપટી ખાવાનો સોડા, ૧ ચમચી તાજું શેકેલું ધાણાજીરુ, પ્રમાણસર મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી સૂંઠનો ભૂકો, ૧/૨ ચમચી હળદર, ૧/૨ કપ પાણી, ૩ ચમચા ઘી. ખાંડવાનો મસાલો ઃ ૬ ઈલાયચી, ૩ ટુકડા તજ, ૬ લવીંગ.

 

રીત ઃ વટાણાને સહેજ સોડા નાખી સીજવવા, પાણી નિતારી બાજુ પર રાખવા, ઘી ગરમ કરવું, માવો હાથથી છૂટો કરી નાખવો. પાંચ મિનિટ મઘ્યમ તાપે હલાવવું. બધો મસાલો નાખી, ૧/૨ કપ પાણી નાખવું. વટાણા નાખવા, કોથમીર નાખી આપવું.

 

કોરમા ઉપયોેગમાં લેતી વખતે જ બનાવવા. ગરમ પૂરી અથવા પરોઠા સાથે આપવા. બઘું તૈયાર રાખવું. માવો તાજો લેવો. ધાણા અને જીરું (૧ ચમચો + ૧ ચમચી) શેકી ખાંડવું. વટાણાની મોસમ ન હોય તો ફ્રોઝન વટાણાનું પેકેટ લેવું. ઉકળતા પાણીમાં ફ્રોઝન વટાણા મૂકી, દસ મિનિટ ઉકાળી, ઉપયોગમાં લેવા.


[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved