Last Update : 22-September-2012, Saturday

 

જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે

 

 

 

જોતમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે એવી કઈ વસ્તુ છે જે માનુની માટે પીડાદાયક હોવા છતાં તે તેનો મોહ ત્યાગી ન શકતી હોય. તેની વેદના તે રાજીખુશીથી સહન કરવા તૈયાર રહે. તો પળનોય વિલંબ કર્યા વિના તમે ઉત્તર આપશો, ઊંચી એડીના પગરખાં. હા, હાઈ હિલ્સ માનુનીઓને એટલાં વહાલા હોય છે કે તે પહેરવાથી પીડા થાય તોય રમણીઓ તે હસતે મુખે સ્વીકારી લે છે. આનું કારણ એ છે કે અનારકલી પેટર્નના ડ્રેસથી લઈને મીની સ્કર્ટ કે ગાઉન સુધીના બધા પોશાકમાં ઊંચી એડીના પગરખાં જ શોભે છે.
પરંતુ નિયમિત રીતે રેમ્પ વૉક કરતી મૉડેલો કહે છે કે હાઈ હિલના જોડાં પહેર્યા પછી થતી વેદના દૂર કરવાના અને પીડા થાય જ નહીં તેના ઉપાય પણ હોય છે. તેઓ વધુમાં જણાવે છે કે ફેશન વીક પછી અમારી પીઠમાં ચોક્કસ પ્રકારની પીડા ઉદ્ભવે છે. અમને ફેશન વીક દરમિયાન માત્ર રેમ્પ પર જ વૉક નથી કરવાનું હોતું, બલ્કે રેમ્પ અને બેકસ્ટેજ વચ્ચે સતત દોડધામ કરવી પડે છે તેમ જ વારંવાર પોશાક બદલવા પડે છે. આવી સ્થિતિમાં અમે દરરોજ શો પૂરો થયા પછી તરત જ ગરમ પાણીમાં મીઠું નાખીને તેમાં પગ ડૂબાડીએ છીએ. ફેશન વીક સમાપ્ત થાય કે તરત જ અમે ફલેટ પગરખાં પહેરવાનું શરૃ કરી દઈએ છીએ.
જ્યારે હાઈ હિલ્સ પહેરીને ડાન્સ શોમાં ભાગ લેતી નૃત્યાંગનાઓ કહે છે કે ડાન્સરો માટેના ઊંચી એડીના જૂતાં એકદમ સુંવાળા ચામડામાંથી બનાવવામાં આવે છે તેથી ડાન્સરને પોતાના પગ જોડાં સાથે એડજસ્ટ નથી કરવા પડતાં, પણ પગરખાં તેના પગ મુજબનો આકાર ધારણ કરી લે છે. આમ છતાં લિફટ અને જમ્ય વખતે જોખમ તો રહે જ છે. જો જરા સરખું ચૂકી ગયા તો તમારા ઘૂંટણને અને ઘૂંટીને ભારે ઈજા પહોંચે છે તેથી હાઈ હિલ્સ પહેરવાનો આરંભ કરતી માનુનીઓએ નિયમિત રીતે પેડિક્યોર અને ફૂટ મસાજ કરાવતાં રહેવું જોઈએ જેથી તેને પગમાં કપાસી ન નીકળે કે તેના પગના સ્નાયુ ખેંચાઈ ન જાય, આમ છતાં શરૃઆતથી જ તમને હાઈ હિલ્સ પહેરીને વધારે પડતી પ્રવૃત્તિ કરવી પડતી હોય તો ફૂટ કુશન પહેરીને તમારી એડીનું જતન કરો.
જોકે ત્વચા નિષ્ણાતો કહે છે કે હવે પગની એડીમાં ડર્માફિલર ઇન્જેકશન લેવાનો ટ્રેન્ડ પણ જોર પકડી રહ્યો છે. જે માનુનીઓને પોતાના વ્યવસાય ખાતર ફરજિયાત ઊંચી એડીના પગરખાં પહેરવા પડતાં હોય તેઓ એડીમાં જે ઇન્જેકશન લગાવડાવે છે તેમાં હાયલ્યુરોનિક એસિડ ધરાવતી જેલ હોય છે. ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ રૃપિયાની કિંમતનું આ ઇન્જેકશન પગની એડીમાં કુશન જેવું કામ આપે છે. આ ઇન્જેકશન લીધા પછી હાઈ હિલ્સ પહેરવા છતાં એડીમાં પીડા નથી થતી. તેની અસર સાતથી આઠ મહિના સુધી રહે છે.
જોકે હાઈ હિલ્સ ખરીદતી વખતે તેની ડિઝાઈન ચકાસી લેવી આવશ્યક છે. અહીં ડિઝાઈનનો મતલબ દેખાવ નહીં પણ કમ્ફર્ટ લેવલ છે. જ્યારે આરામ હોય ત્યારે જ ચાલવાની મજા પડે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved