Last Update : 22-September-2012, Saturday

 

વિદેશી સેલિબ્રિટીઓમાં ઝપાટાભેર પ્રિય થઈ રહ્યાં છે

ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો

- અત્યારે અવાર નવાર વિદેશી એક્ટર અને એક્ટ્રેસો ભારતીય આભુષણો પહેરીને પોતાની સુંદરતામાં વધારો કરતા આપણને દેખાય છે.

ભારતીય માનુનીઓને ભલે વિદેશી ફેશનનું ઘેલું લાગ્યું હોય, પણ મઝાની વાત એ છે કે વિદેશી સેલિબ્રિટીઓ પણ આપણી પરંપરાગત ફેશન તરફ ખૂબ આકર્ષિત થઈ રહી છે. એલિઝાબેથથી હર્લી અને હેડી કલમે સાડીને લોકપ્રિય બનાવી, જ્યારે પોપ સિંગર ગ્વેન સ્ટેફનીએ બિંદીને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બનાવી. મેડોનાએ જગતભરમાં આપણી મહેંદીની ખુશ્બૂ ફેલાવી. તેવી જ રીતે વિદેશી સેલિબ્રિટીઓમાં આપણા માંગ-ટીકા (દામડી), ખાદી, ઈક્ત અને બનારસી પ્રિન્ટ ઉપરાંત કેરીની ડિઝાઈન અત્યંત પ્રિય થઈ પડયાં છે.
ફેશન ડિઝાઈનરો કહે છે કે વિદેશમાં 'આર્ગેનિક' (સેન્દ્રિય) શબ્દ જાદુઈ અસર કરે છે. આપણો દેશ વસ્ત્રોની 'રાજધાની' છે અને પશ્ચિમના લોકોમાં આપણે ત્યાં પ્રાકૃતિક પધ્ધતિથી તૈયાર થતાં પરિધાનની ઘેલછા જાગી છે. તેથી જ ખાદી તેમને અત્યંત પ્રિય લાગવા લાગી છે.
ફેશન ડિઝાઈનરો કહે છે કે આપણા વસ્ત્રો પર છાપવામાં આવતી પ્રિન્ટ કે ભરવામાં આવતું ભરત વિદેશી માનુનીઓને ખૂબ વહાલું લાગવા માંડયુ છે. એટલું જ નહીં, આપણા પરિધાનમાં જોવા મળતા ઘેરા રંગો પણ તેમને ગમવા લાગ્યાં છે. તેઓ તેમના પરંપરાગત રાખોડી અને કાળા રંગમાંથી બહાર આવીને આપણા ઘેરા રંગો અપનાવવા લાગી છે. સાથે સાથે તેમને આપણાં કપડાં પર છાપેલી-ભરેલી હાથી કે મોરની આકૃતિઓ પણ આકર્ષી રહી છે.
એવું પણ નથી કે માત્ર ભારતના ફેશન ડિઝાઈનરો જ આપણી પરંપરાગત ફેશન આંતરરાષ્ટ્રીય તખતા પર લઈ જઈ રહ્યાં છે. વિદેશના અત્યંત જાણીતા ફેશનગૃહો સુધ્ધાં લો નેકના સ્થાને આપણી બંધ ગળાની ફેશન અપનાવી રહ્યાં છે.આપણા ફેશન ડિઝાઈનરો દ્રઢપણે માને છે કે આપણો શણગાર આપણું હુકમનું પાનું છે. રંગો તો જાણે કે આપણા રક્ત સાથે વહે છે. જો આપણે આપણી પૌરાણિક ખાદી, કાંજીવરમ અને ઈક્તને આજે પણ એટલું જ મહત્ત્વ આપીએ તો તેમાં કાંઈ ખોટું નથી.આજની તારીખમાં આપણું પરંપરાગત આભલાકામ, ભરતકામ અને છાંટ (છાપેલું સુતરાઉ કાપડ) વિદેશમાં અત્યંત લોકપ્રિય થઈ રહ્યું છે. આજથી દસ વર્ષ અગાઉ આપણે એવી કલ્પના પણ નહોતા કરી શકતા કે આપણા વસ્ત્રાભૂષણો વિદેશી સેલિબ્રિટીઓમાં આટલાં બધાં પ્રિય થઈ પડશે. હળવાં રંગને પ્રાધાન્ય આપનારાઓ આપણાં રંગબેરંગી પોશાક તરફ આકર્ષાશે. વાસ્તવમાં આપણા કારીગરોની વારસાગત કળાકારી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પુષ્કળ નામના મેળવી રહી છે. વળી જ્યારથી હૉલીવૂડની અદાકારાઓએ આપણી પરંપરાગત ફેશન અપનાવી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved